________________
[ ર૬૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે ઃ
કરતે તે હાથી રાજાએ તીક્ષણ અંકુશના પ્રહારવડે કુંભસ્થળને જર્જરિત કર્યા છતાં પણ વિંધ્યાચળની સન્મુખ વેગથી ચા. પવનથી પણ અધિક વેગવાળા જતા તેને અટકાવવા માટે અશ્વનું સૈન્ય અને દ્ધાનો સમૂહ દેડ્યો, પરંતુ નિકાચિત કર્મના સમૂહની જેમ જરા પણ રેકવાને તેઓ સમર્થ થયા નહીં. પછી જેટલામાં એક નિમેષ માત્ર પણ સમય ન ગયો, તેટલામાં તે હાથી અદશ્ય થયે. તરત જ મોટી અટવીમાં પડ્યો (ગ), અને રાજા ક્ષુધા તૃષાવડે અત્યંત ગ્લાનિ પામ્યો. પછી અનુક્રમે જ તે હાથી એક મોટા વૃક્ષની નીચે ચાલે, તે વખતે તે રાજા તેના પરથી ઉછળીને તે વૃક્ષની શાખાને વળગી ગયો. હાથી આગળ ચાલ્યો. રાજા પણ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો અને પાણીની શોધ કરવા પ્રવર્યો. તેવામાં ભિલેએ તેને પ્રાપ્ત કર્યો ત્યારે તેઓએ તેનું આભરણાદિક સર્વ લઈ લીધું, અને માત્ર લંગોટ પહેરાવ્યો. પછી તેઓએ આદરથી પૂછયું કે-“તું કોણ છે?” રાજા કાંઈ પણ બોલ્યો નહીં. ત્યારે તેઓએ તેને લાકડી અને મુષ્ટિવકૅ માર્યો અને વૃક્ષની સાથે બાંધે. પછી ભિલો જેમ આવ્યા હતા તેમ ગયા. રાજા પણ રાત્રિને વિષે મોટા કછવડે ધીમે ધીમે બંધનને મોક્ષ કરીને દેશ તરફ ચાલે, અને કોઈ પણ પ્રકારે સુધા અને તૃષ્ણાવડે કિલષ્ટ શરીરવાળો તે રાજપુર નગરમાં પહશે. ત્યાં તળાવને વિષે જળ પીધું, તેથી સ્વસ્થ શરીરવાળો થયો અને શિક્ષાને સમયે નગરમાં પેઠો. ભિક્ષા માટે ભમવા લાગ્યો, અને કાંઈક તુચ્છ, રસ રહિત અશન અને ભુતને પામે. પછી સાંજને સમયે નગરની મધ્યે આ તસ્કર છે એમ ધારીને કોઈપણ ઠેકાણે નિવાસને નહીં પામતે તે નગરની બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં સ્વાધ્યાયને કરતા સાધુઓને સાંભળ્યા, તેથી તેમની પાસે ગયો. તેને દિવ્યજ્ઞાનરૂપી નેત્રવાળા સુધર્માસૂરિએ જે, અને કહ્યું કે-“હે મોટા રાજા નરવાહન! તું આવ્યું :” તે સાંભળીને “આ મને શી રીતે જાણે છે?” એમ વિસ્મય પામેલો રાજા કહેવા લાગ્યું, કે-હે સાધુ! તમે મને શી રીતે જાણે છો?” ત્યારે સૂરિએ કહ્યું કે-“હે મોટા રાજા! પિતાના દેશમાંથી સાધુઓને વિદાય કરતા તે પોતે જ પોતાના આત્માને જણાવ્યું છે.” આ પ્રમાણે સાંભળીને રાજા લજજા પામે. સૂરિએ તેને બોધ આપે, કે-“હે દેવાનુપ્રિય!
કોઈપણ કુત્સિત સુકૃતના ઉદયવડે રાજ્યાદિક પામીને તુછ મતિવાળા મનુષ્યો ગર્વને પામે છે, અને મર્યાદા રહિત આ પ્રમાણે બોલે છે કે-“પુ૫ પાપ છે જ નહીં, પરલેક છે નહીં, કોઈ જીવ પણ નથી, તેથી લોક દાન, શીલ અને તપના કાર્યમાં કેમ પ્રવર્તે છે? ઈત્યાદિ ભૂતવડે ગ્રહણ કરાયું હોય તેમ બોલત, સિદ્ધાંત શાસ્ત્રના પરમાર્થને દુષિત કરતે, પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ વિરુદ્ધ કાર્યને કરતે, સાધુ જનને તિરસ્કાર કરતે, સારા લેકની અવગણના કરતા, હું જ તત્ત્વ જાણનાર છું, હું જ નિર્મળ વિવેકવાળો છું, બીજા સર્વ લેક મૂઢ અને અનુચિત બોલનાર છે, એમ અત્યંત બોલતો તારી જેવો મનુષ્ય હે રાજા ! અનર્થની પથારી(સમૂહ)ને અવશ્ય પામે છે.” આ પ્રમાણે