________________
રાજાને જણાવેલ હસ્તિનું સ્વરૂપ અને રાજાએ કરેલી મુનિની કથ'ના. [ ૨૫૯ ]
છે,મૃગ હાથી હેમંત ઋતુમાં જ મદ ઝરે છે અને સંકીણું હાથી સર્વ કાળે મદ ઝરે છે. ભદ્ર હાથી પેાતાના દાંતવડે બીજાને મારે છે, મંદ હાથી પેાતાની સુઢવડે બીજાને હશે છે, મૃગ હાથી માટા ગાત્ર( શરીર )વડે બીજાને હણે છે, અને સંકીર્ણ હાથી સવર્ડ હણે છે. ભદ્ર હાથીનું મૂલ્ય સવાલાખ સુવર્ણ છે, મંદ હાથીનું મૂલ્ય તેનાથી અ લાખનુ છે, તેનાથી અ` મૃગ હાથીનુ મૂલ્ય છે અને તેનાથી અર્ધ સંકીર્ણ હાથીનુ મૂલ્ય છે. હે મહારાજા! આ હાથી ભદ્ર જાતિના સભવે છે. હવે તમને જેમ ફ્રેંચે, તે મૂલ્ય આપે। અને આને ગ્રહણ કરી.” ત્યારે ખુશી થયેલા રાજાએ સવાલાખ સુવણુ અપાવીને તે હાથીને મુખ્ય હાથીની શાળામાં માકલ્યા અને હેડાઉગને રજા આપી.
પછી કાઇક દિવસે રાજા અશ્વવાહનિકામાં નીકળ્યેા. ત્યાંથી પાછા આવતાં તેણે કૌશબ નામના ઉદ્યાનમાં અનેક લેકની પાસે ધર્મકથાને કહેતા ધસિંહ નામના સાધુને જોયા તેને જોઇને કાપવડે હેાઠને દમતા(કરડતા) રાજાએ કહ્યું કે“ અરે! કાણુ આ દઇચ્છા પ્રમાણે મોટા શબ્દવર્ડ ખેલે છે?” ત્યારે તેના પરિવારે કહ્યું –“હે દેવ ! આ સાધુ ધર્મકથાને કહે છે. ” ત્યારે લજ્જા અને મર્યાદાના ત્યાગ કરીને નરવાહન રાજા પ્રધાન અને પરિજનાએ નિષેધ કર્યા છતાં પણ અને અમાધરથ રાજપુત્રે સ્ખલના પમાડ્યા છતાં પણ ચામડાની લાકડીવડે કઠારપણે સાધુને મારવા પ્રવર્ત્યોં. આ વૃત્તાંત દેવીએ સાંભળ્યે તેથી તેણીએ રાજાને નિવારવા માટે પ્રધાન પુરુષા માકલ્યા. તેઓએ આવીને વિનતિ કરી ત્યારે “જો મારા રાજ્યને વિષે ધર્મ અધર્મની પ્રરૂપણા ન કરે, તે હું તેને છેડી દઉં.” રાજાનું આવુ' કહેવુ સાધુએ અંગીકાર કર્યું. ત્યારે રાજાએ તેને છેડી દીધા, એટલે તે બીજે ઠેકાણે વિહાર કરીને ગયા. આ વૃત્તાંત સાંભળીને નગરના લેાકે ખેદ પામ્યા, કે–“ રાજાએ અહીં જ હીલના કરવાથી હાનિને પમાઢે છે, હાંસી કરવાથી રાવરાવે છે, ક્રોશ કરવાથી વધ બંધ કરે છે, અને તાડન કરવાથી મરણુ આપે છે.’ એમ વિચાર કરતા લેાક અત્યંત ભય પામ્યા. રાજાની અપકીર્ત્તિ ચાતરફ પ્રસરી, ધાંથી લેાકેા દેશાંતરમાં જતા રહ્યા. સાધુનેા સમૂહ પણ જો કે તપના તેજવડે તે રાજાને ભસ્મની રાશિરૂપ કરવાને સમર્થ છે, તેા પણુ–“ બાળક( મૂર્ખ )ને સુલભ એવા આક્રોશ, તાડન, તજના અને ધબ્રશ આમાંના ઉત્તર ઉત્તરને અભાવે પૂર્વ પૂર્વને ધીર પુરુષ લાભ માને છે, '' તથા-જો તુ ક્ષમા કરીશ, તા તુ ખીજાવડે નમન કરાઈશ, અને તારું ક્ષમાશ્રમણ નામ પણ શાભશે. અને જો ક્ષમા ન કરીશ, તેા બીજા તને નમશે નહીં, અને ક્ષમાશ્રમણ નામને નિરર્થક ધારણ કરીશ. ' ઇત્યાદિ મનમાં ભાવના ભાવતા તે સાધુ બીજા દેશમાં ગયા.
ત્યારપછી કાઇક દિવસે શિક્ષાને નહીં ગ્રહણ કરાવેલા તે શ્રેષ્ઠ હાથીને તત્કાળ ગ્રહણ કરીને લેાકાએ નિવારણ કર્યા છતાં પણ તેના પર ચડીને તે રાજા રાજવાટિકામાં ચાલ્યા. ત્યારે કાઇપણ પ્રકારે દેવના દુષ્ટ યાગથી ઇચ્છા પ્રમાણે વનમાં કરવાનું મરણુ