________________
[ ૨૬૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચેા :
છે, પરબ્યનું હરણ કરનારને પણ મસ્તક, હાથ અને પગનું કાપવું વિગેરે પ્રાપ્ત થાય છે, પરસ્ત્રીમાં આસક્ત થયેલાને વિવિધ પ્રકારની વિડંબના દેખાય છે, તથા પરિગ્રહમાં આસક્તિવાળાને તેનાથી પણ વિશેષ વિડંબના દેખાય છે. હે પૃથ્વીનાથ ! આ પ્રમાણે પ્રત્યક્ષ દેખાતા અનંત દુ:ખવાળા પારૂપી પકને વિષે તુ પેાતાના આત્માને નાંખીશ નહીં. જો પેાતે ધર્મના ભાર અત્યંત ઉપાડવાને સમર્થ ન હોય, તેા ધર્મને પામેલા મનુષ્યને પણ અનુમાદના કરવામાં શું તું સમ નથી ? હું પૃથ્વીનાથ ! હજી કાંઇ પણ નાશ પામ્યું નથી. વિશિષ્ટ માર્ગને તુ ભજ. દૂર ગયેલી પણ લક્ષ્મી નીતિને પામેલા મનુષ્યને અનુસરે છે. ” આ પ્રમાણે સ્ફુટ અક્ષર વડે ગુરુએ ઉપદેશ કર્યો ત્યારે નરવાહન રાજને ઘણા પશ્ચાત્તાપ ઉત્પન્ન થયેા, તેથી તત્કાળ તેની મિથ્યાત્વની વાસના નાશ પામી, તથા અનેક પ્રકારના દુઘ્ધત્રિવડે ઉપાન કરેલા પાપના ભારથી ભય. પામેલા તે રાજા ગુરુના ચરણમાં પડ્યો અને કહેવા લાગ્યા, કે—
“હે ભગવાન! કૂવામાં પડેલા મનુષ્ય જેમ હાથના અવલખન દેવાવડ ખેચી કઢાય તથા માટી નદીના પાણીના પૂરમાં ડૂબતા માણુસ જેમ તત્કાળ આપેલા વહાણુવડે તરી જાય, તેમ સ્ફુટ અને પ્રગટ અર્થવાળા ધર્મના ઉપદેશ દેવાવડે તમે મારા ઉપર મોટો અનુગ્રહ( ઉપકાર ) કર્યા છે, તેથી હવે સ વિકલ્પના ત્યાગ કરીને કારણ વિનાના બંધુ સમાન તમારી પાસે જિનધના જ અંગીકાર કરું છુ. તથા અજ્ઞાનને વશ થયેલા, મિથ્યાત્વની ભાવનાથી ભાવિત( વ્યાસ ) થયેલા અથવા રાજ્યના ગવથી વ્યાપ્ત થયેલા મેં જે આ અાગ્ય આચરણ કર્યું છે, ધર્મ કરનારા મુનિજનેાનુ પ્રતિકૂલપણું ( શત્રુ પણું ) કર્યુ છે, અસહ્ય પદાર્થીની પ્રરૂપણા કરી છે, તથા સારા માર્ગની અવલપના( નિ ંદા ) કરી છે, આ વિગેરે જે યાગ્ય કાર્ય રાગાદિકને વશ થયેલા મેં કર્યું... હાય, કરાવ્યું હાય કે અનુમાન્ધુ' હાય, તે સર્વને હું નિ ંદું છું, ગીં કરું છું, અને અયેાગ્ય પ્રાયશ્ચિત્તને અંગીકાર કરું છું. ” ત્યારે ગુરુએ કહ્યું કે–“હે માટા રાજા ! તમારી જેવા ઉત્તમ પ્રકૃતિવાળાને આ ચાગ્ય જ છે. ” એમ કહીને પછી દિવ્યજ્ઞાનના ઉપયેાગવડે તેની યાગ્યતા જાણીને, તેને જિનધના ૫૨મા જણાવીને (કહીને), મિથ્યાત્વના ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરાવીને જિંદગી પર્યંત સમકિતનુ આપણુ કર્યું, તથા મધ, મદિરા અને રાત્રિભાજન વિગેરેના વિશેષે કરીને ત્યાગ કરાવ્યા. પછી તે રાજાએ પૂર્વે કરેલા દુષ્કૃતનું પ્રાયશ્ચિત અંગીકાર કર્યું, અને શક્તિ પ્રમાણે જિનધર્મની સમ્યક્ આરાધના કરવામાં પ્રવૃત્તિ કરી. તેને શ્રાવકના સમૂહે આ સાધર્મિક છે એમ જાણ્યા, અને તેથી વજ્ર અને લેાજનાદિકવર્ડ તેની પૂજા કરી. પછી કેટલાક દિવસને અંતે તે પેાતાનુ રાજ્ય પામ્યા. તે વખતે નગરના લાકાએ તેનુ વર્ષોપન કર્યુ. પછી રાજાએ માટી ઋદ્ધિના સમૂહ સાધુ્રવને નગરમાં પ્રવેશ કરાવ્યા. હુમેશાં જિનધર્મમાં તેના ઉદ્યમ કરવાવર્ડ પ્રિયદર્શીના દૈવી આનંદ પામી. અનુક્રમે અમેાધરથ રાજપુત્ર પણ ત્યાં આન્યા. ધર્મના અીજના વિશેષે કરીને