________________
)
• '
મહાવેગના પટ્ટદર્શનથી પવાને થયેલ હૃદયલ્લાસ.
[ ૨૪૯ ]
વખતે પૂર્વે કહેલી ચિંતાવડે વ્યાકુળ થયેલે તે વિદ્યાધરપતિ તેની સામે ઊભે થે નહીં. ત્યારે અપમાનની શંકા થવાથી તે મુનિ પાછા ફર્યા, તે રાજાએ જાણ્યું તેથી નમ્રતા સહિત તેને બોલાવીને પિતાને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી આદર સહિત પ્રણામ કરીને “ચિત્તની વ્યાકુળતાને લીધે મેં તમને જાણ્યા નહીં.” એમ બોલતાં રાજાએ તેને ખમાવ્યા. ત્યારે કાંઈક વિકસ્વર લોચનવાળા તે મુનિએ ખેચર રાજાને પૂછયું કે–“હે મોટા રાજા! અન્યચિત્ત થવાનું શું કારણ છે?ત્યારે તેણે પોતાની પુત્રીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને એક ક્ષણવાર યોગનિદ્રાને પામ્યા હોય તેમ સમાધિવાળા થઈને જ્ઞાનમાં આપેલા ઉપગવડે પુત્રીના પાણિગ્રહણને વૃત્તાંત જાણીને તે મુનિ કહેવા લાગ્યા કે –“હે મોટા રાજા! તું ચિત્તમાં સંતાપ ન કર. આ તારી પુત્રી ગગનવલભપુરના સ્વામીને મહાવેગ નામના કુમારની ભાર્યો થશે, પરંતુ કાંઈક કાળના વિલંબની અને કાંઈક વિનાની અપેક્ષા કરે છે.” ત્યારપછી તે રાજાએ પુત્રીના પ્રતિરૂપની ચિત્રપદ્રિકા મને આપીને તમારી પાસે મોકલ્યો છે. અને અહીંથી હું પાછો ફરું ત્યારે તમારા રૂપનું પ્રતિષ્ઠદક મારી પાસે તેણે મંગાવ્યું છે, તેથી હે રાજપુત્ર! “આ ઉપક્રમનું શું કારણ છે?” એમ તમે મને જે પૂછયું, તેમાં આ કારણ છે.” તે સાંભળીને રાજપુત્રે કહ્યું કે-“હે ભદ્ર! આ કાર્ય વિષમ છે.
જે બન્ને પક્ષના પ્રતિબંધવડે વ્યાપ્ત થયેલ હોય, તે જ પ્રેમ મનહર છે. જેમ બને બાજુ રંગને પામેલું નીલ વસ્ત્ર મનહર હોય છે, પરંતુ બીજું (એક પક્ષનું) નહીં, કારણ કે અનુરાગીને વિષે પણ જે રાગ કરે તે તત્વવેત્તાઓએ સુખકારક કહ્યો નથી, તો પછી દુર્લય, રૂક્ષ અને વિપરીત મનવાળા વિરાગીને વિષે શું કહેવું ?” ત્યારે આવેલા પુરુષે કહ્યું કે-“હે રાજપુત્ર ! આ કારણથી જ તેણીને ભાવ જાણવા માટે તમારા રૂપનો પ્રતિષ્ઠદ મંગાવ્યો છે.” ત્યારપછી વય, આમરણ વિગેરે આપવાવડે સન્માન કરીને તથા રાજપુત્રના રૂપના પ્રતિષ્ઠદને આપીને વિદ્યાધર રાજાએ રજા આપેલ તે પિતાના નગરમાં ગયે, સ્વામીને જોયા, અને કુમારના રૂપની ચિત્રપટ્ટિકા તેને આપી. રાજાએ તે જોઈ, પછી આદર સહિત રાજકન્યાને તે આપી. ત્યારે પૂર્વજન્મના સનેહના પ્રભાવથી ઉત્પન્ન થયેલ સવિલાસ વિકવર નેત્રવાળી તેણુએ તે ચિત્રપટ્ટિકાને સ્નેહ સહિત જોઇ. તેને વિષે જ એક ચિતપણાએ કરીને તે તન્મય જ થઈ ગઈ. તથા તે રૂપને જોતી વિદ્યાધર મહારાજાની પુત્રીની દ્રષ્ટિ નિમેષ રહિત થઈ, હૃદય પણ અત્યંત ઉલાસપણાને પામ્યું. પાસે રહેલી સંગમવાળી સખીઓએ તેણીનું અંગ વૃદ્ધિ પામતું અને કંપતું જોયું, તથા પાળ૫ટ્ટ અતિ ઘણા રોમાંચવડે અલંકૃત જોયું અને અસાધારણ હર્ષ જે. આ વૃત્તાંત રાજાની પટ્ટરાણીએ જા અને મહારાજાને તે જણાવ્યું. ત્યારે તે જ દિવસે રાજાએ જેશીઓને બોલાવ્યા. તેમની પાસે લગ્ન જેવરાવ્યું. ત્યારે તેઓએ શુભ ગ્રહના