________________
ચેથા ગણધરને વૃત્તાંત.
[ ૨૪૭ ]
થયે, કે જ્યાં સુધી આ પ્રવ્રજ્યા મેં અંગીકાર કરી.” તે સાંભળીને કાંઈક હસીને રાજાએ કહ્યું કે-“હે ભગવાન! તે જ હું છું, કે જે મેં પિતાના મસ્તકરૂપી કમળવડે પૂજા કરવાના નિશ્ચયવડે તમારા ઉપર દેવીને પ્રસન્નતાની સન્મુખ કરી.” ત્યારે સાધુએ તેને પૂછયું કે “આ કેવી રીતે?” ત્યારે તેણે રાજ્યના લાભ પર્વતને સર્વ પિતાને વૃત્તાંત કહ્યો. પછી ભગવાને કહ્યું કે–“હે મેટા રાજા! સત્વના પ્રધાનપણુએ કરીને જેમ તમે આ રાજ્ય ઉપાર્જન કર્યું, તેમ હવે સત્વમાં પ્રધાન ચિત્તવાળા થઈને પર લેક પણ સાધ.” ત્યારે રાજાએ “બહુ સારું” એમ કહીને તે અંગીકાર કર્યું. પછી તરત જ પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પ્રવજ્યા ગ્રહણ કરી, અને તેમાં અત્યંત ઉદ્યમી થયે જવલન તપવી પણ પાંચ પ્રકારના આચારની ચિરકાળ સુધી આરાધના તથા જિનશાસનની પ્રભાવના કરીને અને છેવટ અનશન કરીને મરણ પામીને સનસ્કુમાર દેવલોકમાં દેવ થયો. ત્યાં આશ્ચર્યકારક વૈભવના સમુદાયને ભોગવીને આયુષ્યના ક્ષયે આવીને આ જ જંબદ્વીપ નામના કોપને વિષે દક્ષિણ ભરતાર્થ ક્ષેત્રમાં કાંપીલ્યપુર નામના નગરમાં મહેંદ્ર રાજાને પુત્ર વસિષ્ઠ નામે થઈને બાલ્યાવસ્થાથી જ આરંભીને પિતાના આત્માને અને પાંચ પ્રકારના વિષયસુખને જાણીને પ્રવજ્યા લેવાને ઇચ્છતા તે પિતા અને માતાને સારી રીતે પ્રતિબંધ કરીને કેટલાક રાજપુત્ર સહિત અહીં આવ્યા તથા પ્રવ્રજ્યાને અને ગણધરની પદવીને પામ્યા.
આ પ્રમાણે ત્રીજા ગણધરના સંબંધવાળો વૃત્તાંત કહ્યો. હવે ચોથા ગણધરનો લાંબે વૃત્તાંત કહેવાય છે, તે સાંભળો.
અથ ચતુર્થ ગણધર વૃત્તાંત. સમગ્ર જંબુદ્વીપના અલંકાર જેવા ભરતાર્ધક્ષેત્રરૂપ પૃથ્વીના કપાળના તિલકભૂત, પચાસ યોજનના વિરતારવાળો, તેનાથી અર્ધ (પચીશ એજન) ઉત્સધ (ઊંચાઈ)વાળો અને વિવિધ પ્રકારના રત્નકૂટની કેટિવડે આકાશને આંગણાને શોભાવતે વૈતાઢય નામને પર્વત છે. તેના ઉપર પોતાની સુંદરતાવડે સમગ્ર નગરની શોભાને તિરસ્કાર કરનાર, દેવાલય ઉપર રહેલા અને વાયુથી ફરકતા ધ્વજરૂપી આંગળીઓ વડે સૌધર્મ પુરને પણ તર્જન કરનાર તથા પિતાની સુંદરતાદિક ગુણે કરીને દેવોને પણ વલ્લભ (પ્રિય) ગગનવલ્લભ નામનું નગર છે. તેને વિષે અતુલ્ય ભુજાબળના ગર્વવડે દુર્જય શત્રુને દળી નાંખખવાથી પ્રાપ્ત કરેલા વિજયવડે વૃદ્ધિવાળા મેલી કીર્તિના સમૂહવડે જેણે દિશાઓના આંતરા ભરી દીધા છે એ, જુવાન સૂર્યના જેવા ઉછળતા પ્રતાપવડે દિશાઓના સમૂહને આક્રમણ કરનાર, તથા ચક્રવતીના લક્ષણને લાયક શોભતા સર્વ અંગના અવયવવાળે વિજયવેગ નામને વિદ્યાધર રાજા છે. તેને મદનાસુંદરી નામની રાણી છે, તેણીની