________________
[ ૨૪૬]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ
છે ?
કે જ્યાં તે સાધુ ચક્ષુના વિષયમાં આવ્યો. તે વખતે “હા! હા! મેં મહાપાપીએ તીક્ષણ બાવડે સાધુને કદાચ હણ્યા હત” આ પ્રમાણે ચિત્તમાં ઉત્પન્ન થયેલા મોટા સંતાપવાળો તે અશ્વ ઉપરથી ઉતરીને તેના પગમાં પડ્યો, અને તેને કેપ શમાવવા માટે વિનંતિ કરવા લાગ્યા, કે
હે ભગવાન! આ નગરને રાજા હું મૃગયા કરવા માટે અહીં આવ્યું છું. અહીં સમાધિમાં રહેલા તમે છો એમ મેં જાણ્યું નહીં તેથી મારા મોટા અપરાધને તમે ક્ષમા કરે, કે બાણને સમૂહ મેં જે છોડ્યો. મને અભયદાન આપો.” સાધુ પણ તે જ વખતે કાયેત્સર્ગ પારીને કહેવા લાગ્યું, કે-“હે રાજા! તમને અભય હે. અમે કીડી માત્રને પણ હણતા નથી પરંતુ તમે પણ જીને અભયદાન દેવામાં તત્પર થાઓ. જેમ તમને દુઃખ પ્રિય નથી તેમ બીજા પણ સર્વ પ્રાણીઓને છે. આ પ્રમાણે હોવાથી તમે પ્રાણના સમૂહનો વધ શી રીતે કરી શકે? બીકથી ભય પામેલા નિર્બળ પ્રાણીઓનું રાજાએ રક્ષણ કરવું જોઈએ, એ રાજાને ધર્મ છે, તે પછી શુષ્ક તૃણને ખાનારા મૃગના વધને વિષે તે ધર્મ કયાંથી થાય ? આ જગતમાં અભયદાન સિવાય બીજું કઈ મોટું દાન નથી, તેમજ ધર્મ પણ નથી. તેથી હે રાજા ! તે અભયદાનરૂપ ધર્મવડે તમે તમારા આત્માનું કશળ કરો. આ લોકને વિષે રોગ, શોક, આપદા વિગેરે જે કાંઈ અત્યંત તીક્ષણ દુઃખ થાય છે, તે પ્રાણીના વધથી ઉત્પન્ન થયેલ છે એમ જાણે, અને સંસારને વિષે અત્યંત જમણ થાય છે.” આ પ્રમાણે સાધુએ કહ્યું ત્યારે રાજા પ્રતિબોધ પામે, અને બીજા વ્યાપારનો ત્યાગ કરીને મુનિના ચરણકમળની આરાધનામાં તત્પર થઈ હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. પછી હમેશાં દર્શનવડે વૃદ્ધિ પામેલા પ્રેમવાળા રાજાએ તે સાધુને પૂછયું કે “હે ભગવાન! આવા પ્રકારના દુષ્કર તપ કરવામાં તમને શું કારણ થયું છે?” ત્યારે ભગવાને કહ્યું કે-“હે મોટા રાજા! જે કંઈક એક કારણ હોય, તો તે કહી શકાય.” ત્યારે રાજાએ કહ્યું કે-“તે પણ વિશેષ કરીને તે સાંભળવાને હું ઈચ્છું છું.” ત્યારે જ્વલન સનિએ કહ્યું કે-“હે મોટા રાજા ! એમ હોય, તે તમે સાંભળો–પૂર્વે હું કુણાલ દેશને નિવાસી દારિદ્રવડે પીડા પામેલો બ્રાહ્મણ હતા. એક દિવસ કુસુમપુરની પાસે રહેલા બે ગામની વચ્ચે રહેલ સમીપે જ પ્રાતિહાર રહેલ કાત્યાયની દેવીની પ્રતિમાને સાંભળીને તેની આરાધના કરવા માટે ત્યાં ગયો. વશ લાંઘણુ કરી. તેવામાં રાત્રિએ મોટા સત્ત્વવાળો અને પરોપકાર કાર્ય કરવામાં તત્પર કઈ મહાપુરુષ ત્યાં આવ્યો. તેણે મારું સ્વરૂપ જાણીને તથા પ્રકારે કંઈપણ રીતે ભગવતીને વિનંતિ કરી કે-જે પ્રકારે તે દેવી મને વરદાન આપવા માટે સન્મુખ થઈ. ઈત્યાદિ સર્વ વૃત્તાંત ત્યાં સુધી કો, કે જેવામાં “સર્વ રહિત મનુષ્યને કાંઈ પણ સિદ્ધ થતું નથી ” એવા ભગવતીના વચનવડે અને તે મહાસત્વવાળા પુરુષના તથા પ્રકારના આશ્ચર્યભૂત પરાક્રમને જોવાવડે મને જે અત્યંત પરાક્રમ વૃદ્ધિ પામ્ય, તે જ કારણ સમગ્ર વાંછિતની સિદ્ધિવાળે ત્યાં સુધી