________________
() જવલન સાધુનું સેમિનપુરના ઉદ્યાનમાં આગમન અને જ્યસુંદર રાજાને કરેલે અહિંસાને ઉપદેશ. [૪૫]
સંભારીને કહેવા માટે અહીં આવી છું.” તે સાંભળીને સ્મરણ થયેલા પૂર્વકાળના વૃત્તાંતથી વૃદ્ધિ પામેલા મોટા સંતોષવાળા મેં તેની સાથે વાત કરી, ત્યારે તેણીએ મને આ પ્રમાણે કહ્યું કે “તમે કાંઈ પણ મનવાંછિતને કહે કે, જેથી અવશ્ય તેને હું પૂર્ણ કરું.” ત્યારે ચિત્તમાં વૈરાગ્યને પામેલા મેં જવાબ આપે. “જે સંસારમાં પ્રાણીઓનું જીવિત જળના ચંચળ કહેલ જેવું ચપળ છે, શરીર પણ અકસ્માત આવી પડતા વિવિધ પ્રકારના રોગના સમૂહવડે વ્યાપ્ત છે, યુવાવરથા પણ મોટા તીણ વાયુએ ઉછાળેલા રૂના જેવું ચંચળ છે. ગંધર્વ નગરની જેમ ક્ષણ માત્રમાં જ જેવાથી નષ્ટ પામેલે પ્રિયજનને સંયોગ છે. ત્રણમાં રહી હોય તેમ લક્ષમી પણ ચંચળ છે, શરીરની શોભા વીજળીની જેમ ક્ષણમાં નાશ પામનારી છે, તે હે સુતનુ! આ પ્રકારે સર્વ હોવાથી મારે શું વાંછિત કહેવું?” ત્યારે દેવતાએ કહ્યું કે “જે કે એમ છે, તે પણ કાંઈક કાર્ય મને કહે, કેમકે દેવતાનું દર્શન નિષ્ફળ ન થાય.” ત્યારે “હે દેવી ! જો એમ હોય, તે મને તું કહે કે–આજથી કેટલું લાંબુ મારું આયુષ્ય છે?” ત્યારે દેવીએ કહ્યું કે-“પૂરેપૂરા ત્રીશ વર્ષ છે, પરંતુ પરમાર્થથી તે કાંઈ પણ નથી. તેથી ધર્મને વિષે ઉદ્યમ કરવો યોગ્ય છે. લવસત્તમ દેવેનું પણ આયુષ્ય ક્ષીણ થાય છે, તે પછી બીજાની શી ગણતરી ? જે આ સંસારમાં ક્ષણભંગુર અને નિ:સાર આ શરીરવડે નિત્ય ધર્મરૂપી સાર સિદ્ધ થાય, તે શું સંપૂર્ણ ન થયું?” આ પ્રમાણે તે દેવતાનું વચન “બહુ સારું” એમ સારી રીતે અંગીકાર કરીને મેં દીક્ષા ગ્રહણ કરી. દેવી પણ પિતાને સ્થાને ગઈ. તેથી જવલન! તે વ્રતગ્રહણનું જે કારણ મને પૂછયું, તે આ છે. તું પણ આ સાંભળીને ધર્મને વિષે ઉદ્યમવાળે થા.” • - હવે તે સાંભળીને કપાળતળ ઉપર બે હસ્તકમળ રાખીને “તેમ જ હે” એમ બોલતે, વિશેષે કરીને તપ કરવામાં તત્પર, સંયમને વિષે ઉદ્યમી મનવાળો, સૂત્ર અને અર્થની પરિભાવનામાં તત્પર, અને પરે૫કારાદિકની પ્રવૃત્તિ વડે જગતના વિસ્તારને પવિત્ર કરતે તે જવલન સાધુ કાળના ક્રમવડે ગીતાર્થ થયે. પછી ક્રમે કરીને ત્રીશમું વર્ષ આવ્યું ત્યારે આયુષ્યનું સાવશેષપણું જાણીને, સર્વ પ્રાણીઓના ક્ષામાજિક કાર્યો કરીને, તથા વિશેષ કરીને સંલેખનાનું આરાધન કરીને વિજયાનંદ સાધુ પણ કાળ કરીને સહસ્ત્રાર કલ્પને વિષે દેદીપ્યમાન દેવ થયે. જવલન સાધુ પણ તે દિવસથી આરંભીને ઉત્પન્ન થયેલા મોટા સંસારના વૈરાગ્યને ધારણ કરતા અને પુર, આકાર વિગેરેમાં વિહાર કરતે સોમનપુરમાં આવ્યું અને બહાર અશોક વનમાં રહ્યો. હવે તે નગરને રાજા જયસુંદર કેટલાક ઘડેસ્વારના પરિવારવાળો રાજવાટિકાને માટે (ફરવા માટે) નીકળે. ત્યાં અશોક વનમાં સંચરતા મૃગના સમૂહને જોઈને મૃગયા(શિકાર)ના રસને અનુભવ કરવાના મનવાળે થઈને કર્ણ પર્યત ખેંચેલા પ્રચંડ ધનુષ્યમાંથી બાણનો વરસાદ કરતા તે વનની મધ્યે પેઠે. હરણને સમૂહ પણ ભયથી વ્યાકુલ લેનવાળે થઈને કોઈ પણ કયાંઈ પણ પલાયન કરી ગયા. તેની પાછળના માર્ગમાં લાગેલે રાજા પણ બાણના સમૂહને ફેંકતે ત્યાં સુધી ગયે,