________________
[ ર૪ર ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવઃ ૪ :
હવે શ્રીદર દુસહ વિષરૂપી અગ્નિથી હણાવાવડે મહાદુઃખથી વ્યાપ્ત થઈ આર્તધ્યાનના વશથી મરીને હરણ થયે તથા તે ચિર ભવવાળી (પહેલી) સ્ત્રી મારીને લઘક વૃક્ષપણે ઉત્પન્ન થઈ. પછી તે હરણને તેણે મારી નાંખે. ત્યારે તે અટવીને વિષે હાથીરૂપે ઉત્પન્ન થયે. તે મોટા શરીરવાળો, ઘણા પ્રકારની હાથણીઓ અને હાથીના બચ્ચાના સમૂહવડે પરિવરેલો, ઈચ્છા પ્રમાણે વૃક્ષો વડે ગહન નદીના પ્રવાહને વિષે ફરતો હતો, તેવામાં મોટા ભયંકર પ્રસરતા દાવાનળને તેણે જોયે. તે જાણે પ્રસરતી લાંબી વાળારૂપી ભુજાવડે હર્ષથી નાચ કરતો હોય, ઊંચા વૃદ્ધિ પામેલા ધુમાડાના મિષવડે જાણે શિખર ચડાવ્યું હોય, કુટી જતા વાંસના તડતડ શબ્દના મિષવડે જાણે અટ્ટહાસ કરતા હોય, તથા રાક્ષસની જેવા ઘેર આકારવાળો તે દાવાનળ આ સર્વ લેકને ગળી જવાના મનવાળો જાણે હોય તેમ દેખાવા લાગ્યા. તે વખતે મહાનુભાવ યૂથને પતિ તેવા મહાપ્રલયને જોઈને જીવવાની ઈચ્છાથી ત્યાંથી એક દિશામાં નાશી ગયે. તે અગ્નિ પણ મોટા વાયુથી પ્રવર્તે, યુથપતિના પૃષ્ઠભાગને નહી છોડતે દુષ્કર્મના સમૂહની જેમ થેડા જ કાળમાં તેની પાસે આવ્યું. તે વખતે થેડા પાણી અને કાદવના સમૂહવડે વ્યાપ્ત એક પલવલ(ખાબચીયા)ની મધ્યે પોતાના વિનાશને નહીં જાણીને કંપતા શરીરવાળો તે જલદી પડે. ત્યાર પછી તે વડવાનળ શાંત થયો ત્યારે સુધાવડે શરીરમાં કલેશ પામતે તે હસ્તીને નાથ મોટા વેગવડે જેટલામાં કાંઠા તરફ ચાલે તેટલામાં તે અગાધ પંકમાં ખેંચી ગયે, અને મોટા ભયંકર દુખથી તાપ પામ્યા. પછી સાત દિવસ સુધી જીવીને મરી ગયે. તે આ હું જવલન નામને તારો પતિ થયે છું, અને નિધિમાં નાંખી પૂર્વે લખેલા ભૂર્જપત્રને વાંચવાથી જાતિ સ્મરણને પામે છું. તેથી આ દ્રવ્ય મારું જ છે. પૂર્વે અનુભવેલા ભાવોના
મરવડે જ મૂચ્છની પ્રાપ્તિ પણ થઈ છે, તેથી હે પ્રિયા ! નિધાનના ભૂત પિશાચના દેષની શંકા તું ન કર.” આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલી બ્રાહ્મણ વિચારવા લાગી કે “અહે! આ મોટું આશ્ચર્ય છે કે જેથી આવા પ્રકારનું અસંભવિત કાર્ય પણ સંભળાય છે. જવલન પણ તે દિવસથી આરંભીને દ્રવ્યના સમૂહના વિરપણાને, અવશ્ય નાશ પામવાના સ્વભાવ૫ણને અને અનેક અનર્થના સમૂહ ઉત્પન્ન કરવામાં તત્પરપણાને જાણીને મોટા વિસ્તારવડે દીન, અનાથ વિગેરેને દાન આપવા લાગ્યો. ત્યાર પછી કેઈક દિવસે રૂ૫વડે કામદેવ જે, તેજ વડે સૂર્ય જેવો, સૌમ્યતાવડે ચંદ્ર જેવો અને દુધર્ષ પણા વડે સિંહ જેવો તથા જાણે મૂર્તિમાન સાધુધર્મ હોય તેમ શોભતે એક સાધુ ભિક્ષાને નિમિત્તે તેને ઘેર આવ્યા. તે વખતે રૂપાદિક ગુણના સમૂહ જેવાવડે મેટા હર્ષના સમૂહને પામેલો તે જવલન વિવિધ પ્રકારના ફળ, ભય અને ભેજનવડે પૂર્ણ સુવર્ણ થાળ ભરીને પિતે જ સાધુને દાન આપવા માટે ઊભું થયું. સાધુ પણ રાગ દ્વેષ રહિત અને ત્રણ પ્રકારની એષણ સમિતિમાં ઉપગવાળા હોવાથી આમ્રાદિક અપરિણત (સચિત્ત) ફળે કરીને સહિત તે થાળને જોઈને “આ અકથ્ય છે” એમ જાણીને સર્વને ત્યાગ કરી