________________
શ્રીદત્તને તેની પ્રથમ ભાર્યાએ આપેલ છે.
[ ૨૪૧ ]
ભાર્યા સહિત તે શ્રીદત્ત ઉંટ વિગેરે ઉપર સમગ્ર ધનના વિસ્તારને ધારણ કરાવીને મોટા ભાટચારવડે પરિવરેલો અને નિરંતર દીન-દુઃસ્થ જનેને દાન આપવાવડે પ્રસન્ન કરતા પિતાના નગરને પામ્યું. રાજાએ તેની પૂજા કરી, નગરના લોકોએ સન્માન કર્યું અને સ્વજનવગું બહુમાન કર્યું. પછી અવસરે તેના મિત્રના ઘરના લોકોએ તેને પૂછયું કે “ક્ષેમકર ક્યાં છે?” ત્યારે દીર્ધ નિસાસા નાંખીને શ્રીદતે આ પ્રમાણે કહ્યું કે-“કોઈ પણ રીતે પ્રમાદથી રાત્રિને વિષે મૂકેલા પગવાળો હું વહાણમાંથી પડવા લાગે, તે વખતે તે મહાનુભાવ મને હાથમાં પકડીને ખેંચવા લાગ્યો, પણ શક્તિમાન ન થયો, તેથી અમે બને સાથે જ સમુદ્રમાં પડ્યા. તેમાં હું કેઈક પ્રકારે પૂર્વે ભાંગેલા વહાણના પાટિયાને પામીને સમુદ્રને ઉતરી ગયા અને ક્ષેમકરનું શું થયું? તે કયાં ગયા? તે મેં જાણ્યું નથી.” તે સાંભળીને તેને સ્વજનવર્ગ રુદન કરવા લાગે અને તેનું મરણકાર્ય કર્યું. ક્ષેમંકરને સ્થાને તેના પુત્રને સ્થાપન કર્યો. શ્રી દત્તે તેને વસ્ત્રાદિક આપવાવડે વિભૂષિત કર્યો. તે પુત્ર પણ તેને પિતાની સ્થિતિવડે સેવવા લાગ્યા પછી એક વખત શ્રીદતે સર્વ ભાંડનું વિનિવર્તન (અદલબદલે) કરીને કાંચન ગ્રહણ કર્યું, રત્નને સમૂહ કર્યો અને દશ જુવાન સ્ત્રીને પેશ્ય શ્રેષ અલંકારને સમૂહ એકઠો કર્યો, તથા તે લાખથી જડેલું ભુજ. પત્ર, આ સર્વ નિધાનના કલશમાં નાંખ્યું. ત્યારપછી ઘરના આંગણામાં નિર્જન સમયે તે કલશ પૃથ્વીતળમાં નાંખે, અને બાકીનું દ્રવ્ય ત્યાગ(દાન), ભેગ અને વેપાર વિગેરે કાર્યમાં ઉપગ કરવા લાગ્યો. એ પ્રમાણે કેટલાક કાળ ગયો. ત્યારપછી તેની પ્રથમ પર ણેલી ભાર્યા દુસહ ઉત્પન્ન થયેલી ઈર્ષારૂપી શલ્યવડે વ્યાપ્ત હદયવાળી થઈને સપત્નીના સન્માનદાનાદિકને સહન કરવા સમર્થ નહીં હોવાથી “મારે મારા પતિને શી રીતે મારે ?” એ પ્રમાણે ઉપાયના સમૂહને વિચારવામાં તત્પર થઈ. પછી બીજે કઈ દિવસે તેવા પ્રકારના તેના વિનાશના ઉપાયને નહીં જતી તેણીએ તાલપુટનું ચૂર્ણ પાણીના વાસણમાં નાંખ્યું, અને તે ભજન કરવા બેઠેલા શ્રીદત્તને આપ્યું. તે વખતે વિષના ઉગ્રપણાને લીધે અને યમરાજની સમીપે પ્રવૃત્તિપણું હોવાથી આંખના મટકા જેટલા જ કાળવડે તે મરણને પામ્યા. તે વખતે “આ શું થયું? શું થયું ?” એમ કોલાહલ થયો. મંત્રવાદી વિગેરે પુરના લેકો એકઠા થયા. પોપટના પિંછા જેવી વચ્છ શરીરની કાંતિવડે “આ વિષને વિકાર છે” એમ વિચક્ષણ પુરુષોએ જાણ્યું. “આ કેનું કાર્ય છે?” એમ વિચારીને પરિજનો શેધ કરવા લાગ્યા. ત્યારે “કાર્યને વિનાશ થવાથી આ શોધવડે શું ફળ છે?” એમ કહી સ્વજનેએ તેને નિષેધ કર્યો. તેનું મરણ કાર્ય કર્યું. પછી ઇગિત ચેષ્ટા) અને આકાર વિગેરે જાણવામાં નિપુણ પુરુષોએ “આ દુર્ણ કામ કરનારી તેની પહેલી ભાર્યા છે.” એમ જાણીને તેણીને ઘરમાંથી કાઢી મૂકી. તેથી તે દુઃખને ભજનારી થઈ અને બીજી ઘરની સ્વામિની થઈ. ૩૧