________________
. દેવ અધિષ્ઠીત તાપસકુમારના કથન પ્રમાણે શ્રીદત્તનું રત્નપુરે આગમન.
[ ૨૩૯]
કુળપતિએ કહ્યું કે-“હે મહાયશ! આ શ્રીદત્ત જે પ્રમાણે વહાણમાંથી પડ્યો, અને જે પ્રમાણે આટલી ભૂમિ સુધી આવ્યું, તે અમે જાણ્યું, પરંતુ હવે પિતાના વહાણને અક્ષત શરીરવાળે આ કેવી રીતે મળશે? અથવા તે ક્ષેમકરનું શું થયું? તે યથાર્થ કહે.” ત્યારે પત્રમાં ઊતરેલા તે દેવે કહ્યું કે “ક્ષેમંકર પિતાના અને આ(શ્રીદત્ત)ના અકલ્યાણ કરનાર થઈને મગરની ભયંકર દાઢાપી શસ્ત્રવિડે કપાયેલાં સર્વ અંગવાળો થઈને યમરાજના ઘરનો અતિથિ થયેલ છે. તથા શ્રી દત્ત જે દશ રાત્રિને છેડે રતનપુર નગરમાં જાય. તે પરિપૂર્ણ સમગ્ર નના સમૂહવાળા પોતાના વહાણને પ્રાપ્ત કરે.” એમ કહીને તે પત્ર સવાભાવિક થઈ ગયું. પછી મંત્રમાણુને વિધિ સમાપ્ત કર્યો. પછી સર્વ પરમાર્થને જાણનાર તે શ્રીદર કુળપતિને પ્રણામ કરી તાપસે બતાવેલા (દેશના) માગે રત્નપુર તરફ વિદાય થયા. પછી દેશને પામેલો તે શ્રીદર તાપસને ત્યાંથી રજા આપીને અવિલંબિત ( નિરંતર) પ્રમાણે કરીને રત્નપુરમાં પહેર્યો. ત્યાં શાંબ નામના નગરના મુખ્ય શ્રેણીને ઘેર રહ્યો. તે શ્રેષ્ઠીએ ગઈ રાત્રિમાં સ્વપ્ન જોયું હતું કે-“કોઈ એક મહાપુરુષ કૂવામાં પડ્યો હતો, તેને મેં અને મારી પુત્રીઓ હસ્તનું અવલંબન આપીને ઉતાર્યો. ” તથા તે શ્રેણીની પુત્રી પરણવાને લાયક થયા છતાં પણ તેવા પ્રકારના યોગ્ય વરના અભાવથી પરણ્યા વિનાની જ વતે છે, એ મોટો ચિત્તનો સંતાપ તેને થતો હતો. ત્યાર પછી જનસમયે “સ્વાભાવિક મનોહર આકૃતિવાળો આ છે. ” એમ જાણીને તેણે શ્રીદત્તને ભેજન કરાવ્યું. ત્યારપછી છીએ તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કયાંથી આવે છે અને ક્યાં જવું છે?” ત્યારે શ્રીદત્તે સંક્ષેપથી સર્વ વૃત્તાંત કહ્યો. પછી સ્વનના અનુમાન વડે તેની ગ્યતા જાણીને શ્રેષ્ઠીએ પિતાની પુત્રી તેને આપી અને તેને વિવાહ કર્યો. ત્યાર પછી નવ રાત્રિ પૂર્ણ થઈ ત્યારે તે પિતાનું વહાણ ત્યાં આવ્યું, પરંતુ આ નાયક વિનાનું છે, એમ જાણીને નિયમિક(ખલાસીઓ)એ પરસ્પર વિચાર કરીને સર્વ પશ્ય(કરીયાણા)નો સમૂહ પિતાને આધીન કર્યો. અને કાંઠે ગયા પછી શુક(દાણ) આપીને બાકી રહેલ સર્વ દ્રવ્ય આપણે વહે. ચીને ગ્રહણ કરશું.” એમ નિશ્ચય કરીને તે વહાણને કાંઠે લાવ્યા. તે વખતે શ્રીદતે ત્યાં આવીને નિયમિક વિગેરેને પૂછયું કે-“અરે! તમે સર્વ કુશળ છો ને?” ત્યારે તેઓ બોલ્યા કે-“તું કોણ છે ?” શ્રીદર કહ્યું કે-“હું આ વહાણનો સ્વામી છું.” ત્યારે કાંઈક જાણતા છતાં પણ લાભથી પરાભવ પામેલા તેઓએ કેપ સહિત કહ્યું કે-“અરે! સંબંધ વિનાનું (અસત્ય) ન બોલ. અમારા જીવતા છતાં બીજે કોણ સ્વામી છે?” આ પ્રમાણે શ્રીદરનું નિરાકરણ કરીને વહાણમાંથી માંડ ઉતારવા લાગ્યાં. ત્યારે શ્રીદત્ત તે નગરના રાજા ચંદ્રપીડ પાસે જઈ તેની તે સંબંધી આજ્ઞા આપી. ત્યારપછી મોટું પ્રાભૂત લઈને નિયમિક રાજાની પાસે ગયા. ત્યાં પ્રાભૃત આપવાપૂર્વક તેઓએ પિતાને વૃત્તાંત જણાવ્યા. ત્યારે દાણના વશથી ઉત્પન્ન થયેલા દાક્ષિણ્યપણાએ કરીને રાજાએ તેઓનું કહેવું અંગીકાર કર્યું, પછી અતિ સંતેષને પામેલા તે નિયમકો ત્યાંથી ચાલ્યા (ગયા). આ અવસરે શ્રીદતે