________________
[ ર૩૬ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ ૪ છે ?
વહાણ ચાલ્યું. તે વખતે નાવમાં બેસેલા માણસોએ પર્વ અને વન સહિત આ આખા પૃથ્વીપીઠને જાણે કુંભારના ચક્ર ઉપર ચડાવ્યું હોય તેમ તરફ પરિભ્રમણ કરતાં જોયું. પવનવડે ઊછળેલા મોટા કોલવડે આમતેમ (ચોતરફ) ચાલો તારાઓને સમૂહ છીપલીના સંપુટમાંથી નીકળેલા મુક્તાફળની જેવો દેખાય છે. અતિ મોટા મજ્યના મુખમાંથી નીકળતે રફટિક મણિની જેવો ઉજવળ ઊંચે ઉછળ જળને પ્રવાહ જાણે કે બીજે જ (નવીન) માટે વેતપટ હોય તેમ શોભે છે. અતિ સ્વચ્છ પાણીને તળીયે દેખાતા મણિના સમૂહ, મોતી અને પરવાળા તે સમુદ્ર ગંભીર જળવાળો હોવા છતાં પણ જાણે જાનુ પ્રમાણ જ હોય તેવો દેખાતે હતો. તથા એક ઠેકાણે ચોતરફ મોટા વિસ્તારવાળો મોટો મેઘ પૃથ્વીતળ ઉપર આવીને જાણે કે જળને ગ્રહણ કરવાનો આરંભ કર્યો હોય તેમ શોભે છે. આ પ્રમાણે સમુદ્રને આદરવડે વિકસ્વર નેત્રથી જોતાં અને વૃદ્ધિ પામતાં મોટા ઉત્સાહવાળા તે જનો સમુદ્રના પારને પામ્યા. ત્યારે વેતપટને સંવર કર્યો, નાગરને નીચે નાંખ્યા, સર્વ કરીયાણા (સરસામાન) ઉતાર્યા, વેપાર ચાલુ થયે, સર્વ ભાંડને અદલબદલે થયે, બીજું ભાંડ ગ્રહણ કર્યું, તેથી અસંખ્યાતે લાભ થશે. પછી સર્વ દ્રવ્યની સંકલનાના અર્થવાળી અને મધ્યમાં પોતાના નામવાળી એક ગાથા ભુજંપત્ર ઉપર લખી –
સમુદ્રની વિજયયાત્રાને વિષે ગયેલા શ્રી દત્તને આધીન થયેલું પોતે ઉપાર્જન કરેલું ધન સર્વ સંખ્યાએ કરીને એંશી લાખ પ્રમાણવાળું છે. આ મુજે પત્રને રત્નના દાબડાને વિષે નાંખીને પ્રધાન પુણ્યની મધ્યે સ્થાપન કર્યું. ત્યારપછી પાછા જવાની ઈચ્છાવાળા તેણે વહાણને ભરાવ્યું. અને સર્વ તૈયારી કરીને મન અને પવનના અનુકૂળ સંગે વેતપટ ચડાવીને તે વહાણ પાછું ચલાવ્યું અને તે મોટા વેગથી ચાલવા લાગ્યું. હવે તે વહાણ સમુદ્રની મળે પહોંચ્યું ત્યારે મણિ અને કાંચન વિગેરે અર્થના મોટા સમૂહને જોઈને લોભથી ચપળ થયેલા ક્ષેમકરનું ચિત્ત ચલાયમાન થયું. તેથી તેને અકાર્ય કરવાને પરિણામ ઉત્પન્ન થયે. પૂર્વકાળને બાળપણથી જ ઉત્પન્ન થયેલો પ્રેમનો પ્રબંધ તૂટી ગયે (નાશ પામે). કુળના ક્રમની અવગણના કરીને સર્વ દ્રવ્યને ગ્રહણ કરવાને અભિલાષા ઉત્પન્ન થયો. તેથી “આ શ્રીદત્તને શી રીતે હો?” એ પ્રમાણે દરેક સમયે ઉપાયના સમૂહને ચિંતવવા લાગ્યો. ત્યારે તે જ અર્થમાં આપેલા ઉપયોગવાળા અને બીજા વ્યાપારમાં નિવૃત્ત મનવાળા તેને જોઈને શ્રીદતે કહ્યું કે–“હે ક્ષેમકર ! ઇઢિયેના નિરોધવડે યોગીની જેમ એક જ લય ઉપર ચક્ષુને નાંખીને તું આ શું ધ્યાન કરે છે?” ત્યારે આકારને સંવર કરીને ક્ષેમંકરે કહ્યું કે–“હું કાંઈપણ ધ્યાન(વિચાર) કરતું નથી. માત્ર દેવના સમૂહને આ પ્રમાણે પ્રાર્થના કરું છું, કે જે તમારા પાદચંદનનું, શરણનું અને પૂજનનું ફળ હેય, તે વિલંબ( વિક્ત) રહિત આ યાનપાત્ર(વહાણ) પિતાને ઘેર જાઓ. જો કેઈપણ પ્રકારે કુશળતાથી અમે અમારે ઘેર પહોંચશું, તે ત્રણે સંધ્યાએ બીજા કાર્યથી વિરતિ પામીને તમારી પૂજા કરશું. “ ત્યારે શ્રીદતે કહ્યું કે-“આ નિષ્ફળ