________________
જ
જવલને પિતાની પત્નીને સંભળાવેલ નિધાનપ્રાપ્તિની પૂર્વની શ્રી દત્તની કથા. [ ર૩૫ ]
શ્રીદત્ત નામે વહાણને વણિક (વેપાર) હતા. કાળના કમવડે ઘરના ખર્ચ વડે અને જતાં આવતાં સ્વજન વર્ગનું સન્માન અને દાન વિગેરે કરવાવડે તેના ધનને સંચય ક્ષીણ થયે, કોશ અને જેઠાર ક્ષીણ થયા, વ્યાજે આપેલ ધનનો સંચય લીન થયા, તથા દૂર દેશમાં રહેલું ધન વણિકપુત્રોએ નાશ કર્યું. આ પ્રમાણે વૈભવને નાશ જઈને શ્રીદર કાંતિરહિત( શ્યામ ) થઈ ગયો. તે વખતે તેના બાલમિત્ર ક્ષેમ કરે તેને કહ્યું કે–“હે પ્રિય મિત્ર! પુરુષની સાથે રહેનારા સત્વને આ પ્રમાણે ત્યાગ કરી થોડા પ્રયાસથી સાધી શકાય તેવા પણ દ્રવ્યના ઉપાર્જનમાં તું તે સર્વને કેમ ગુપ્ત કરે છે અને પૂર્વપુરુષોની પરંપરાથી ચાલતા આવતા પરકાંઠે જવાના વ્યવસાયને કેમ કરતા નથી?” ત્યારે શ્રીદરે કહ્યું કે –“હે પ્રિય મિત્ર! બુદ્ધિને વૈભવ છતાં પણ ધનના વૈભવ વિનાને પુરુષ રૂની જેમ હું નિષ્ફળ માનું છું, તેથી હું શું કરું? અહીં હું કેવો ઉપાય આરંભે? અથવા હે મિત્ર ! શું કરેલું સારું કર્યું થાય? ( કહેવાય છે? આ પ્રમાણે હીંચકા ઉપર જાણે ચડ્યું હોય તેવું મારું મન કંઈ પણ ઠેકાણે સ્થિર થતું નથી. અરે ! મારો વિધાતા હમણા વિમુખ થયો છે. વાંછિત ફળને માટે હું જે કાંઈ ગ્રહણ કરું છું, તે હાથમાં રહેલું છતાં પણ અવશ્ય નાશ પામે છે.” ત્યારે ક્ષેમંકરે કહ્યું કે–“હે મિત્ર! જે કે એમ છે, તે પણ પુરુષે વિષાદને ત્યાગ કરી બુદ્ધિ, પરાક્રમ અને વ્યવસાયમાં તત્પર થવું. કેમકે આ વિષાદરૂપી પિશાચને ત્યાગ કરનાર, આળસ રહિત અને પરાક્રમરૂપી એક રસનો ત્યાગ કરનાર મનુષ્યને જે લક્ષમી અનુસરે નહીં તો તે લક્ષ્મી જ છેતરાઈ છે, એમ હું માનું છું. (૧). વિઘટિત થયેલા અને સો કકડાવાળા થયેલા મોટા કાર્યને પણ બુદ્ધિથી શોભતા વ્યવસાય ઉદ્યમ )વાળા પુરુષે સંઘટિત કરે છે, તેમાં શું આશ્ચર્ય છે? જે કદાચ કોઈ પણ પ્રકારે હરણને વિષે સિંહના હસ્તતલનો પ્રહાર નિષ્ફળ થયો હોય તે શું એટલા માત્રથી જ તે સિંહ ગુફામાં જઈ મરી જાય? તેથી હે શ્રીદત્ત! દેવને પ્રમાણરૂપ કરીને સર્વથા પ્રકારે પ્રાકૃત(સામાન્ય) માણસની જેમ વ્યવસાયરૂપી પ્રમાણુરહિતપણે તારે રહેવું ગ્ય નથી.” આ પ્રમાણે તે મિત્રે નિર્ભત્સના કરેલા તે શ્રીદત્તે પરતીરને લાયક વિવિધ પ્રકારનું ભાંડ તૈયાર કરાવ્યું, અને ગાડાંઓ તથા ઊંટના સમૂહને તે ભાંડવડે ભરી દીધાં. પછી મોટા ઉદ્યમવડે ક્ષેમંકરની સાથે તે સમુદ્રને કાંઠે રહેલા રત્નપુર નગરમાં ગયે. ત્યાં કયાણકવડે મોટું વહાણ ભરાવ્યું, તથા ઘણું ભાતું, જળ, તૃણ, કાણ અને ઓષધ વગેરે ગ્રહણ કર્યું, કર્ણધાર( ખલાસી )ની પૂજા કરી, વહાણમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રને હાથમાં ધારણ કરતા સુભટના સમૂહને ચડાવ્યા, તપટ (સઢ ) ચઢા, લંગરે ખેંચી લીધી, સમુદ્ર દેવતાની પૂજા કરી, સારાં તિથિ મુહૂર્ત અને યોગમાં પરિવાર સહિત શ્રીદત વહાણ ઉપર ચડ્યો. દિગજના ગળાની ગર્જના જેવા ગંભીર વાત્ર વાગવા લાગ્યાં અને અનુકૂળ મનહર વાયુવડે ઊછળતા તપટવડે વૃદ્ધિ પામેલા વેગવાળું