________________
[ ૨૩૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
ઠેકાણેથી કાંઈપણ પ્રાપ્ત થતુ નથી. તેથી કરીને મેં ચેાગ્ય કર્યુ· કે સત્ત્વમાં ચિત્તને ધારણ કરીને મેં સીદાતા છતાં પણ તે દેવીએ આપેલ મણિને મનથી પણ ઇચ્છા નહીં, તેથી કરીને સત્ત્વ જ જીવિત છે, સત્ત્વ જ સમગ્ર લક્ષણેામાં પ્રધાન (મુખ્ય) છે. સત્ત્વ જ વાંછિત અર્થ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ અને કામધેનુ સમાન છે. સત્ત્વ જ દેવા અને દાનવાના પણ ચિત્તક્ષેપને ઉત્પન્ન કરે છે. સત્ત્વવડે નિવારણ કરેલા ભૂત અને સર્પ વિગેરે પશુ આક્રમણ કરી શકતા નથી. જળવડે છાંટેલાની જેમ સત્ત્વવર્ડ અગ્નિ મુઝાઇ જાય છે, અને સત્ત્વવાળા પુરુષાને જ મંત્ર અને તંત્ર વિગેરે સિદ્ધ થાય છે. આ પ્રમાણે દેવીએ અને તે કાઇ મોટા પુરુષસ ંહે જે પરમાર્થ પણે કર્યું, તેવું કરવાને ઇંદ્ર પણ સમર્થ નથી. આ પ્રમાણે વિચાર કરતા જવલને “ હજી પણ કદાચ નિધાનના કલશમાં કાંઇપણ સભવે છે. ” એમ ધારીને તે કળશને નીચા મુખવાળા કર્યાં ત્યારે તેમાંથી લાખવડે જડેલી ભુજ પત્રિકા નીકળી. તેને તેણે આદરથી ગ્રહણ કરી. લાખને દૂર કરીને તે પત્રિકાને વાંચવા લાગ્યા. તે આ પ્રમાણે. “ સમુદ્રની વિજયયાત્રાને માટે ગયેલા શ્રીદત્ત સંબંધી આ ઉપાર્જન કરેલું દ્રવ્ય સર્વ સંખ્યાએ કરીને એંશી લાખ પ્રમાણવાળું છે, ” આ પ્રમાણે વાંચીને “ આ શ્રીદત્ત કાણુ ? મે' તેને યાં સાંભળ્યું છે ? કે ક્યાં અનુભવ્યા છે ? તથા આ આભરણાદિક સર્વાં દ્રવ્ય મે' કાઇ વખત ઉપાર્જન કર્યું છે કે ભાગવ્યું છે ? ” આ પ્રમાણે ઇહાહાર્દિક માણુની ગવેષણા કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ મૂર્છાવરે મીંચાયેલા નેત્રવાળા તે પૃથ્વીપીઠ ઉપર પડ્યો. ત્યારે “ શું આ નિધાન દેવતાના કરેલા ફાઇ વિકાર છે ? ” એમ વિચારીને ભયથી કંપતી બ્રાહ્મણીએ તેને શીત ઉપચાર કર્યાં. ક્ષણ માત્રમાં જ ચેતના પામીને તે સારા શરીરવાળા થયા ત્યારે બ્રાહ્મણીએ તેને કહ્યુ કે—
t
“ હું પ્રિયતમ ! પર ઘેરથી પ્રાપ્ત થયેલી લૂખી ભિક્ષા પણ મને સુખ આપે છે, પરંતુ દુરંત દોષને આપનારી રત્નના નિધાનની પ્રાપ્તિ પણ મને સુખકારક થતી નથી. જીવના અંતને કરનાર તેવા પ્રકારની ભાજનની સામગ્રીવર્ડ થ્રુ ફળ છે? પરંતુ પરિણામે સુખકારક કડાઇની ઉડેરક સારી છે. તેથી કરીને જે ઠેકાણે આ નિધિ પ્રાપ્ત થયા છે ત્યાં જ તેની પૂજા કરીને મૂકી દે; કેમકે જીવતા માણસને ફરીથી કાઇક વાર વાંછિત અના લાભ થશે. ” તે સાંભળીને કાંઇક હસીને જ્વલને કહ્યું કે-“ હું સુતનુ ! તુ આ પ્રમાણે ભયને કેમ વહન કરે છે? આ મારા શરીરના વિકાર કાંઇ નિધાનના દોષથી ઉત્પન્ન થયા નથી, પરંતુ જન્માંતરનું મરણુ કરવાના કારણથી થયા છે. ” ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે“ એમ શી રીતે ? ” ત્યારે તેણે નિધાનના સ્વરૂપને સૂચન કરવામાં મુખ્ય ગાથાવાળુ ભૂજ પત્ર દેખાડયું. તે તેણીએ ગ્રહણ કર્યું અને વાંચ્યું, પરંતુ તેના ગર્ભિત અર્થ નહીં સમજવાથી તેણીએ પૂછ્યું કે-“ હું આ અર્થના મધ્યને ( રહસ્યને ) જાણતી નથી, તેથી સ્ફેટ અક્ષરે કહેા. ” ત્યારે જ્વલને કહ્યુ કે સાંભળ. આ જ મેટ્રા નગરમાં પહેલાં