SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૩૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રસ્તાવ ૪ : . અનેક એક વૃક્ષોના સમૂહથી શોભતા પરિસરવાળું, પ્રસરતા (આવતા) ઘણા પ્રકારના પક્ષીના સમૂહના મધુર શદવડે મનહર અને શંકરના હાસ્ય જેવા વેત અને ઊંચા શિખરવાળા દેવાલયવડે ગોરવતાવાળું ઉદ્યાન દેખાય છે. તેથી આવે, ત્યાં ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈને શીતનો સંતાપ દૂર કરીને પછી આગળ જઈએ.” ત્યારે રાજપુત્ર કહ્યું કે –“ભલે એમ છે.” પછી ઉદ્યાનના મધ્ય ભાગમાં રહેલા દેવમંદિરમાં તે બનેએ પ્રવેશ કર્યો. ત્યાં રાજપુત્ર એક ખૂણામાં રહ્યો અને તે જેટલામાં એક ક્ષણવાર ઊભું રહે છે, તેટલામાં તેના મસ્તક ઉપર શીતળ જળને બિંદુ પડ્યો.” ત્યારે “આ શું છે?” એમ વિચારી તેણે પોતાનો હાથ ઊંચે પસાર્યો (ક) ત્યારે જળની ભરેલી કરપત્રિકા લાગી. ત્યારે “અહા! અહીં કોઈ પરદેશી માણસ સૂતેલે સંભવે છે.” એમ જાણો બીજે ઠેકાણે રહેવા લાગે, પરંતુ ત્યાં પગના અગ્રભાગવડે નિષેધ કરતા તે સ્થાને રહેલા એક પુરુષે કહ્યું કે-“હે મહાયશવાળા ! અહીં રહેલા મને તું રક્ષણ કરજે.” રાજપુત્રે કહ્યું કે-“તું કેણ છે?” તેણે કહ્યું કે-“હું કુલાલ ગામને રહીશ જવલન નામનો બ્રાહ્મણ છું. જન્મથી આરંભીને જ મોટા દારિદ્રરૂપી કેળના કંદ જે, સ્વપ્નમાં પણ પિતાના નિર્વાહને નહીં તે, તથા પ્રકારની કળાકુશળતા રહિત, હંમેશાં પર ઘરને વિષે ભિક્ષા માટે બ્રમણ કરીને દિવસને છેડે પ્રાણવૃત્તિ(આજીવિકા)ને કરતે અને આજીવિકારૂપી અટવમાં ત્યાગ કરાયેલે હું “આ કાત્યાયની દેવી મનવાંછિત આપવામાં કલ્પલતા જેવી છે.” એમ લેક પાસેથી સાંભળીને તેની આરાધના કરવા માટે અહીં આવ્યો છું. અને સર્વ(ચાર) પ્રકારના આહારનો ત્યાગ કરીને ભગવતીની આરાધના કરું છું. આજે વીસમી લાંઘણ વર્તે છે.” આ પ્રમાણે સાંભળીને દયા ઉત્પન્ન થવાથી રાજપુત્ર કહ્યું કે-“હે ભદ્ર! જે એમ છે તે આ ઉપ૨ પાણીની ભરેલી કાર પત્રિકા કેમ લટકાવી છે?” ત્યારે જવલને કહ્યું કે-“ જ્યારે દેવી મને પ્રસાદ આપશે, ત્યારે આ જળવડે હું મગનું ઓસામણ કરીશ, કેમકે પછી લાંઘણને લીધે શરીર ક્ષીણ થવાથી જળ લાવવાની મારી શક્તિ નહીં રહે. તેથી પ્રથમથી જ મેં આ ઉપાય કર્યો છે.” ત્યારે રાજપુત્રે કહ્યું કે-“હે. ભદ્ર! આવી રીતે કરવાથી લાખ લાંઘણ કર્યા છતાં પણ દેવતાઓ વરદાન આપવામાં સન્મુખ સંભવતા નથી. પોતાના જીવિતની અપેક્ષા રાખ્યા વિના જ્યાં સુધી પિતાને આત્મા વિષમ કષ્ટમાં નંખાતે નથી, ત્યાં સુધી ઇચ્છિત કાર્ય સિદ્ધ થતા નથી, તેથી આવો વ્યામોહ શે છે? જે કદાચ પ્રાણીઓને જેમ તેમ (ગમે તે રીતે) ઇચ્છિતની પ્રાપ્તિ થતી હોય, તે કઈ પણ વખતે કોઈ પણ માણસ દુખી હોય જ નહીં.” એમ બેલતે દયાના સમૂહવડે ભરાચેલા હદયવાળો રાજપુત્ર પોતાના જમણા હાથમાં નીલમણિના જેવી કાંતિવાળી કરીને ધારણ કરીને ભગવતી દેવીની સમીપે ગયે. અને “આ ગરીબ બ્રાહ્મણની ઈચ્છા પૂર્ણ કર, અથવા તે મારા મસ્તકરૂપી કમળની પૂજાને સ્વીકાર અંગીકાર કર.” એમ બેલતે તે જેટલામાં ડાબે હાથે પિતાના કેશનો સમૂહ ગ્રહણ કરીને જમણા હાથવડે. પોતાના મસ્તક
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy