________________
[ રર૪ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થ :
કારીપણાને શું કહેવું? અથવા તારે એક એક ગુણ પણ એક મુખવાળો મનુષ્ય કહેવાને શક્તિમાન નથી. પણ સમગ્ર ગુણનો સમૂહ કહેવાને કદાચ શેષનાગ સમર્થ થાય તે થાય. દરેક ઘેર પોતાના કાર્યમાં સજજ થયેલા અનેક માણસો જોવામાં આવે છે, પરંતુ પરકાર્ય કરવામાં આસક્ત થયેલા તારી જેવા વિરલા જ હોય છે. ” - તે સાંભળીને સાર્થવાહે કહ્યું કે “અમે કોણ? અથવા અમારો ગુણ શો છે? પરંતુ તારી જેવા મહાપુરુષોનું આવું સ્વરૂપ છે, કે જે અહ૫ ગુણવાળાને પણ ઘણું ગુણપણુએ કરીને સમર્થન કરે છે.” ત્યાર પછી મોટા નેહના અનુબંધના વશથી નહીં ઈછતા પણ સાર્થવાહને છોડીને તે દિવસનું કાંઈક ભાતું લઈને દ્રોણ પોતાના નગર તરફ ચાલ્યો. પછી માર્ગના લાંબાપણાથી અને શરીરની કાંઈક જરાવસ્થાથી ચાલવાને અશક્તિમાન તે વિશ્રામ લેતે લેતો કેટલેક દિવસે તુંબવન નામના મોટા નગરમાં પ્રાપ્ત થયું. અને ત્યાં તેણે ગુણધર નામના સૂરિને જોયા. તેને તેણે સર્વ આદરપૂર્વક વંદના કરી અને શંકાના સ્થાને પૂછ્યા. ત્યાર પછી તે સૂરિના સુપ્રભ નામને શિષ્ય તપસ્વી રાત્રિએ ગ્લાન સાધુના કાર્ય માટે આમતેમ ભ્રમણ કરતે હતે તેને સર્પ કરડ્યો. તેને વિષના ઉગ્રપણાથી તરત જ તે કાછ જેવો થઈ ગયે. તેને માટે ગાડિક લોકો એકઠા થયા, તેઓએ મંત્રતંત્રનો પ્રયોગ કર્યો છે પણ કાંઈ ગુણ ન થયા. “ આ કાળ(યમરાજ)થી ડસા છે.” એમ કહીને તેઓએ તેની ઉપેક્ષા કરી. પછી તે જ વખતે દ્રણ વંદન કરવા આવ્યા. અને સાધુઓના સમૂહને આકુળવ્યાકુલ જોઈને પૂછ્યું કે–“શા કારણથી આ આકુળતા છે ?” ત્યારે સાધુઓએ કહ્યું કે–આ સાધુ કાળ સર્ષવડે ડસા છે, તે મરેલા જે જણાય છે, તેથી વ્યાકુળતા થઈ છે.” ત્યારે દ્રોણે કહ્યું કે –“જે એમ છે, તે મને તે દેખાડે.” ત્યારે તેને તે દેખાડ્યો. તેણે પણ ચિરકાળથી ભણેલા અને સિદ્ધ થયેલા મંત્રના સ્મરણવડે સાધુનું વિષ દૂર કર્યું. તે સાધુ સારો થઈ ગયો પરંતુ તે દ્રોણને જેવાથી ઈહાપોહાદિક કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ફરીને મૂછવડે ચેતના રહિત થઈને ચેષ્ટા રહિત થયે. તે જોઈને “અરે ! આ શું થયું? શું ફરીથી વિષનો વિકાર ઉત્પન્ન થયો?” એમ વિચારતો દ્રોણ ખેદ પામ્યો. પછી જેટલામાં તે તેનું કાંઈક પ્રતિવિધાન કરવાને ઉપસ્થિત થયે, તેટલામાં તરત જ ચેતના પામેલ અને વિકસ્વર લોચનવાળો તે સાધુ ઊભું થયું. તેને મનમાં આશ્ચર્ય પામેલા દ્રોણે પૂછયું કે–“હે ભગવાન! શું આ ફરીથી વિષના નિમિત્તવાળો દેષ ઉત્પન્ન થયો?” ત્યારે સાધુએ કહ્યું કે “હે મહાભાગ્યવાન ! આ વિષથી ઉત્પન્ન થયેલ મૂછની પ્રાપ્તિ નથી, પરંતુ તેને જોવાથી મને પૂર્વ જન્મનું મરણ થયું.” ત્યારે દ્રોણે કહ્યું કે –“હે ભગવાન! તે કેવી રીતે ?” ત્યારે સાધુએ કહ્યું કે “તું સાંભળ આ ભવની પહેલાના ત્રીજા ભવમાં કુંકણ દેશમાં સાર નામના ગામમાં એમિલ નામના બ્રાહમણના તું અને હું બને પુત્ર હતા. આપણી બાળ અવસ્થામાં જ માતા મરી ગઈ,