________________
કાપાલિકની થયેલી દુર્દશા.
[ ૨૨૩ ]
પરંતુ વિષવૃક્ષની જેવા આ અનેક પ્રાણીઓના સમૂહને નાશ કરનાર હોવાથી ઉછેદ કર્યા વિના કલ્યાણકારક નહીં થાય, તેથી તે હમણાં જ વિનાશ કરવા લાયક છે.” ત્યારે તે રાજાના વચનને અનુસરનારા અમે આને સમશાન તરફ ચલાવે છે.” તે સાંભળી સાર્થવાહે કહ્યું કે-“હે દ્રોણ! આ આશ્ચર્ય જે, કે જે આ પ્રમાણે સર્વ સંગને ત્યાગ કરીને પણ પ્રાણીઓને અને પોતાના આત્માને દુઃખ પમાડે છે.” ત્યારે દ્રોણે કહ્યું કે“અહીં શું કહેવું –
વિષય અને કષાયને પરાધીન થયેલા, શ્રદ્ધા અને સંવેગથી રહિત, મૂર્ખ અને ધર્મનું ખરાબ મથન કરનારા અનાર્ય જને કાર્ય અકાર્યને જાણતા નથી. તેના કડવા પરિણામને નહીં જાણતા તેઓ અકાર્યને પ્રારંભ કરે છે, તેથી અગ્નિનો સંગ કરનાર પતંગની જેમ વિનાશ પામે છે. જેઓએ અકાર્યમાં પ્રવર્તેલા આત્માને દુષ્ટ હાથીની જેમ રૂપે નથી, તેઓ અતુલ્ય (અસમાન) વિપત્તિની પરંપરાને પામે છે. તેમાં શું આશ્ચર્ય છે? ભયંકર સર્પ, વિષ, અગ્નિવાળા અને જળ વિગેરેના ઉપાયવડે આત્માને વિનાશ કર સારો છે, પણ આવા પ્રકારની વિડંબના પામવી સારી નથી. પાપમાં આસક્ત થયેલા પ્રાણીઓની જીવન પર્યંત અપકીર્તિ અને બને તેમાં દુખની ઉત્પત્તિ દેખાય છે અને સંભળાય પણ છે. થોડા દિવસના જીવિતને માટે તેવું કાંઈક નિંદ્ય કર્મ તેઓ કરે છે, કે જે કરવાથી અનંતકાળ સુધી તીણ દુઃખને સહન કરવા પડે છે. આવા પ્રકારના નિંદિત કર્મને કરનારાને જન્મ ન થસ્ય તે જ સારું છે, અથવા જન્મ થાય તે તત્કાળ મરણ થાય તેને હું સારું માનું છું. દુષ્કર્મને વિલાસ ભયંકર આપત્તિને આપનાર છે એમ જાણતા છતાં પણ તેમાં જ આસક્ત થાય છે. અહો ! અત્યંત મોટો મેહ કેવો છે ? નેત્ર રહિત (અંધ)પુરુષ કૂવા વિગેરેમાં પડે છે, તેમાં શું કહેવું ? પરંતુ જે સારી ચક્ષુવાળા પણ તેમાં પડે છે, તે જ મોટું આશ્ચર્ય છે. આ પ્રમાણે છે સાર્થવાહ ! હવે આવી કથા કહેવાથી સર્યું, હવે તે સર્વ પ્રયત્નવડે આપણે આત્માનું હિત ચિંતવવું યેગ્ય છે.” ત્યારે સાર્થવાહે કહ્યું કે-“હા. તે તેમ જ છે. જે પ્રાણુ જે કાર્ય કરે, તે પ્રાણી તેનું ફળ પામે, તેથી તેની વિકથા કરવાથી શું ફળ ? પરલોકના અથીએ પિતાના આત્માને જ કુશળ અનુષ્ઠાનમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરો એગ્ય છે.” પછી તેઓ જેતે સતે જ કરુણ સહિત વિલાપ કરતા, પિતાના દુશ્ચરિત્રને વારંવાર બોલતા અને મરણના મોટા ભયથી કંપતા શરીરવાળા તે કાપાલિકને સર્વ લોકની સમક્ષ કકડે કકડા કરીને મારી નાંખ્યો. તેને ભયંકર વિડંબના જેવાથી હૃદયમાં ત્રાસ પામેલા સાર્થવાહ અને દ્રોણ પિતાને (ઘર)સ્થાને ગયા. ત્યાં ભેજન કર્યા પછી દ્રોણે સાર્થવાહને કહ્યું કે-“સર્વથા સનેહના અનુબંધને છોડીને મને મારા નગર તરફ જવા માટે રજા આપ. આટલા દિવસ સુધી હું પિતાના ઘરની જેમ તારી પાસે રહ્યો. તારા દાક્ષિણ્યપણાનું શું વર્ણન કરાય ? પ્રેમ સહિત બોલનારને શું કહેવું? અથવા અત્યંત પરોપ