________________
ધૂર્ત પુરુષવડે છેતરાવાથી દ્રોણને થયેલ કાનિ.
[ ૨૧૯ ].
કાપવાથી નીકળેલા રુધિરવડે લીંપાયેલ જાણે અરુણ (રાતું) ચક્ર હોય, તેવું ચંદ્રમંડળ ઉદય પર્વત ઉપર ચડ્યું. ચંદ્રના બિંબમાંથી નીકળતો અતિ દીર્ધ કિરણેને સમૂહ વેત સર્ષની શંકા થવાથી પાછા વળેલા લોચ કરેલા દેડકાના સમૂહની જેમ શોભવા લાગ્યા. પ્રલય કાળના પવનથી ઉછળેલા ક્ષીરસાગરના જળના સમૂહ જેવા ચંદ્રના નિર્મળ કિરણના સમૂહવડે આકાશનું વિવર પૂરાઈ ગયું. દિશારૂપી વધૂના વક્ષસ્થળને વિષે જાણે સ્ફટિક મણિની માળા લટકતી હોય, અથવા મેતીની માળા લટકતી હોય, તેમ ચંદ્રની કાંતિને સમૂહ શોભવા લાગ્યા. ત્યારપછી કરુણ આક્રંદ કરતા ચક્રવાક પક્ષીના શબ્દવડે જાણે તર્જના કરાયો હોય તેમ રાત્રિને પતિ (ચંદ્ર) અસ્ત પામે. અને ચક્રવાક પક્ષીને અનુગ્રહને માટે જાણે ઊગતો હોય તેમ સૂર્ય ઉદય પામે. પછી દિશાને સમૂહ પ્રકાશવાળ થયા ત્યારે દ્રોણે ઊઠીને સાર્થવાહને તે પાંચ મુદ્રિકા દેખાડી. તેણે પણ નીલકાંતિવડે વ્યાપ્ત તેને નિપુણ નેત્રવડે જોઈને કાંઈક શંકા પામીને પિતાના નખના અગ્રભાગવડે તેની ટોચ ઘસી. તેના નિસ્વર શદવડે ભંગથી સંભવતું આ મણિમંડળ કૃત્રિમ છે એમ તેણે નિશ્ચય કર્યો. પછી તેણે દ્રોણને કહ્યું કે-“હે ભદ્ર? કઈ ધૂર્તે તને છેતર્યો છે.” ત્યારે દ્રોણે કહ્યું કે-“કેવી રીતે તમે એવો નિશ્ચય કર્યો?” ત્યારે સાર્થવાહે એક મુદ્રિકા ઉપરથી લાખને લેપ દૂર કરી ભંગનો કકડો ખુલે કરીને દ્રણને દેખાડ્યો. તે જોઈને તે લજજા પાપે, તેની પ્રીતિ નાશ પામી અને સર્વ અંગમાં દાહ ઉત્પન્ન થયે. પછી વિચારવા લાગ્યા કે “અજાણતે એ હું સાર્થવાહનું ધન કેમ હારી ગયે? તે ધન ફરીથી હવે મારે શી રીતે પ્રાપ્ત કરી શકાશે ? તેની પ્રાપ્તિનું કારણ શું હશે ? અથવા હમણાં હું શું કરવા શક્તિમાન છું ? અને તેના ઉપકારના પારને પામીને હું શી રીતે કૃતાર્થ થઈશ ?” એ પ્રમાણે વિચારીને કાંતિ રહિત મુખવાળો તે અશન ખાવાને પણ ઈચ્છતો નહોતે, ત્યારે સાર્થવાહે તેને કહ્યું કે “તું ચિત્ત રહિત જેવો કેમ દેખાય છે? પૂર્વે આપેલી મુદ્રિકાને માટે દ્રવ્યને ક્ષય થયે તેના દુઃખને શું તું વહન કરે છે ? અથવા બીજા કોઈ કારણના વશથી પરાધીનની જેમ ભમ્યા કરે છે?” ત્યારે દેણે કહ્યું કે-“હે સાર્થવાહ ! હા. તમારા દ્રવ્યને જે નાશ થયે તે નિરંતર નષ્ટ શલ્યની જેમ મને પીડા કરે છે.” ત્યારે સાર્થવાહે કહ્યું કે-“હે ભદ્ર! જે એમ હોય તે તારે થોડો પણ ચિત્તને સંતાપ કરવો નહીં. આમાં તારો શે અપરાધ છે ? કેમકે દિવ્ય ઉપાર્જન કરવામાં પ્રવતેલા માણસને કદાચિત લાભ થાય છે, કદાચિત મૂળ ધનની જ પ્રાપ્તિ રહે છે, અને કદાચિત્ સર્વ દ્રવ્યનો પણ નાશ થાય છે. કેમકે કામ અને પ્રમાદ વિગેરે દેવટે દ્રવ્યને વિનાશ થાય છે, તેમાં વેશ્યાના વ્યસનને આશ્રીને અથવા મદ્યપાન અને જુગારના પ્રસંગને આશ્રીને થતે દ્રવ્યને નાશ અત્યન્ત મનના સંતાપને ઉત્પન્ન કરે છે. તથા વળી દ્રવ્ય અને માતાઓને ઉત્પન્ન કરવા માટે પ્રવર્તેલા માણસોને કદાચિત અનર્થની પ્રાપ્તિ થાય તે સુપ્રસિદ્ધ જ છે.