________________
२७
ભાઇ અને સ્વજનાદિક મૃત્યુ પામી ગયા. ક'ઠ એવા નામથી તે પ્રસિદ્ધિ પામ્યા. યુવાવસ્થા થતાં તે દુ:ખે. કરીને માત્ર શિક્ષા મેળવી શકતા હતા. આ પ્રમાણે તેના દિવસે વ્યતીત થતાં અને ખીન્ન શ્રેણી વિગેરે લેાકેાના સુખાપભાગને જોતાં તેને એકદા વિચાર આવ્યાઅે-ધણા લેકા પાતે મનવાંછિત ભેગા ભાગ૨ે છે, વિલસિત ક્રીડા કરે છે અને મને તે સાંજે માત્ર ભેાજન જેટલું પણ ખાવાનું મળતું નથી માટે ચેાક્કસ જણાય છે કે–મે પૂર્વે ધર્માં કર્યાં નથી. આ પ્રમાણે લાંખી વિચારણા કરી, તે તાપસ થયા અને પંચાગ્નિ વિગેરે કષ્ટક્રિયા કરવા લાગ્યા.
હવે અહિં પ્રાણુત દેવલોકમાં રહેલા કનકખાહુ ચક્રવર્તીના જીવને આયુષ્ય કષ્ટક શેષ રહ્યુ ત્યારે અનેક ઉપદ્રવો થતાં કંઇક 'પ અનુભવ્યો, માળા કરમાઇ ગઇ, કાંતિવાળું શરીર કઇંક હીન બન્યું, વજ્ર કંઈક મલિન થઈ ગયા એટલે તેમણે અવધિજ્ઞાનથી આ સબંધી વિચારણા કરતાં જણાયું કે હવે ચ્યવન સમય નજીક આવ્યા છે ત્યારે મનમાં લેશ માત્ર ગ્લાનિ ન અનુભવતાં સિદ્ધનું સ્વરૂપ વિચારવા લાગ્યા અને સર્વાં માંગલિક્રામાં શ્રેષ્ઠ નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું.
આ બાજુ કાશી દેશના વાણારસી નગરીમાં અશ્વસેન નામના રાજાને વામા નામની સગુસ ́પન્ન પટ્ટરાણી હતી. કનકબાહુના જીવ પ્રાણત દેવલાકથી ચ્યવીને, શ્રી અરિષ્ટનેમિ ભગવતના નિર્વાણુને ૮૩૭૫૦ વર્ષ વ્યતીત થયા ત્યારે, ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં ચૈત્ર વદી ચેાથને દિવસે મધ્ય રાત્રિએ વામા દેવીની કૂક્ષિએ ચૌદ સ્વપ્નાથી સૂચિત કનકબાહુના જીવ જન્મે છે. અહિં ચૌદ સ્વપ્નાનું વન સુંદર રીતે કરવામાં આવ્યુ છે ( પૃ. ૧૨૯ ). વામા દેવીએ જાગૃત થઈ પેાતાના સ્વપ્નાની હકીકત અશ્વસેન રાજવીને જણાવતાં તેમણે કહ્યું કે ત્રણ ભુવનને પૂજનીય તમારે પુત્ર થશે. બાદ આ શુભ શકુનની ગાંઠ બાંધી વામાદેવીએ શેષરાત્રિ ધર્મધ્યાનમાં વીતાવી.
પ્રાતઃકાળે રાજાએ સ્વપ્નપાડાને ખેલાવી સ્વપ્નશાસ્ત્રાનુસારે સ્વપ્નાનું ફૂલ પૂછવાથી સ્વપ્ન. પાડાએ તે દરેક શત્રુનાનુ વિસ્તૃત વર્ણન કરી માંગલિક ફલ સૂચવ્યું ( પૃ. ૧૭૧) અને વિશેષમાં જણાવ્યુ` કે–તમારા પુત્રરત્ન તીર્થ"કર ભગવંત થશે. રાજાએ નૈમિત્તિકનું સન્માન કરી વિદાય આપી. વામાદેવી ગર્ભને હર્ષ પૂર્ણાંક ધારણ કરવા લાગ્યા અને ઇંદ્રની આજ્ઞાથી વૈશ્રમણ યક્ષે આજ્ઞા આપેલા તિય ગૂજ઼ભક દેવાએ રાજાના ભવનમાં કરાડા ધ્રુવણૅના રત્ન, મણિ, માણિક દં ભરી દીધા, ઉત્કૃષ્ટ પુણ્યની આ નિશાની છે કે–દેવા પણ વશવર્તી બની સાનુકૂળ સામગ્રી અપે' છે. પ્રભુના ગર્ભમાં આવવાથી ઋતુ અનુકૂળ થઇ, વ્યાધિએ વિનાશ પામ્યા અને સત્ર સુખ-શાંતિ વ્યાપી ગઇ વામામાતા સુખશાંતિપૂર્વક ગર્ભનુ વહન કરવા લાગ્યા. યોગ્ય સમય થતાં જે વખતે સંસારભરમાં એટલા બધા શુભપરમાણુ હતા તે જ વખતે પાસ વદી દશમની ( અહિં માગશર વદી ૧૦) મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રને યાગ આવતાં છતાં શ્રી પાર્શ્વનાથ ભગવતા જન્મ થાય છે. આ સમયે આસન કંપવાથી છપ્પન દિકુમારિકા ત્યાં આવી પહેાંચી. અહિં તેમના નામ, કાર્યાં વગેરે જણાવે છે. ( પા. ૧૩૩ ) અને સૂતિકમ સંબધી પોતપેતાને ઊચિત સવ કાય* તેઓએ કર્યુ. બાદ ઇંદ્રનુ સિ'હાસન ક`પવાથી, સિંહાસન પરથી ઊતરી, સાત-આઠ ડગલાં જિનવરની સન્મુખ જઈ શક્રસ્તવવડે સ્તુતિ કરી, હરિગમેષી દેવને ખેલાવી, દેવાને જિનેશ્વર ભગવતતા જન્મની જાણ કરવા માટે સૂચના કરી. ઇંદ્ર-સૂચનથી રિગમેષી દેવે સુધાષા ઘંટા વગાડી દેવાને જણાવ્યું કે આજે ભરતક્ષેત્રમાં પ્રભાવશાળી ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવત જન્મ્યા છે, માટે જન્માભિષેક માટે ચાલે. ’