________________
૨૬
પછી કલપતિ રાજાની પાસે જતાં રાજા ઊભો થવાપૂર્વક સન્માન કરે છે. અને પાને ગાંધર્વવિવાહથી પરણાવે છે. તેવામાં તેનો ભાઈ પડ્યોત્તર વિદ્યાધર પણ ત્યાં આવી પહોંચે છે અને રાજને ઉચિત ભેટ આપે છે. પછી કનકબાહુ રાજા પોતાની રાજધાનીમાં આવે છે. પદ્મા સાથે વિષયસુખ ભોગવતાં રાજા દિવસે નિર્ગમન કરે છે તે દરમ્યાન એક દિવસ આયુધશાળાના અધિકારીએ આવી. વધામણી આપી કે-ચક્રરત્ન ઉત્પન્ન થયું છે તેથી કનકબાહુએ આયુધશાળામાં જઈ, તેની પૂજા કરી, આઠ દિવસને મહત્સવ કર્યો. બાદ સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, ગજ, અશ્વ, વાર્ષિકી, સ્ત્રી, છત્ર, મણિ, ચામર, કાંકિણ, અસિ અને દંડરત્ન ઉત્પન્ન થયા. ચૌદ રત્ન અને નવ નિધાને પ્રાપ્ત થાય છે. હજારો યક્ષવડે અધિષિત ચક્રન પૂર્વદિશા સન્મુખ ચાલ્યું. ત્યાં માગધાધિપતિ દેવને, પછી વરદામ દેવ, પ્રભાસ દેવ, વૈતાઢય પર્વતની ગુફા તેમજ સ્વેચ્છાદિકને વિજય કરીને છ ખંડ સાધ્યા. મલેચ્છાદિકાએ ઘણાં પ્રકારનાં ઉપદ્રવ કર્યા પણ ચક્રવતીએ પોતાના રત્નોની સહાયથી તે સર્વે નિફળ બનાવ્યા. છ ખંડ સાધીને પિતાના નગરમાં આવતાં બત્રીસ હજાર રાજવીઓએ બાર વર્ષપર્યત ચકીપણાને અભિષેક-મહોત્સવ કર્યો. અનંત પુણ્યની રાશિ એકત્ર થઈ હોય ત્યારે આવી ઋદ્ધિ-સિદ્ધિ અને સાહ્યબી પ્રાપ્ત થાય છે.
ચોસઠ હજાર સ્ત્રીઓ, નવ નિધિઓ, બત્રીસ હજાર નગર, ચોરાશી લાખ અશ્વ, રથ અને હસ્તી વિગેરે અતુલ ઋદ્ધિને ભેગવતાં કનકબાહુ ચવર્તી સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે, તેવામાં નગરના વનપ્રદેશમાં ભુવનભાનું તીર્થકર ભગવાન પધાર્યા. તેને વંદન માટે ચઢી જાય છે. તીર્થંકર ભગવાને દેશનામાં સંસારની અસારતા, ઇન્દ્રિયની વિલાસિતા, મેહ સુભટનું સ્વરૂપ, જીવની તૃષ્ણ વિગેરે વિષય ઉપર અમૃતધારા વર્ષાવવાથી કનકબાહુ રાજાને સંગ ઉત્પન્ન થયો. (જુઓ પૃ. ૧૨૧-૧૨૨) તેણે તીર્થકર મહારાજને વિજ્ઞપ્તિ કરી કે–આપની પાસે પ્રત્રજ્યા. અંગીકાર કરવા ઇચ્છું છું, પછી પિતાના મહેલે આવી, સમવસરણમાં આવેલા દેવોની ઋદ્ધિનો વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પિતાના પૂર્વ ભવ વગેરેને જાણ્યા બાદ કનકપ્રભ નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી દીક્ષા લે છે. અને ઉત્કૃષ્ટ તપશ્ચર્યાવડે બાવીશ પરીષહાને સહન કરતાં અને વૈયાવૃત્ય તથા સમાધિમાં લીન થયેલા એવા તેમણે તપવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. .
એકદા તેઓ ક્ષીરવન નામના અરણમાં ક્ષિરગિરિના કિનારે સૂર્ય સન્મુખ નિમેષ રહિત નેત્રને સ્થાપન કરી કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલ છે, હવે આ બાજુ મરુભૂતિને જીવ જે કુરંગક નામને વનચર હતો તે વજનાભ ઋષિને હણીને, પિતાના પરાક્રમને પ્રશંસ, અનેક પ્રકારના છેવાની હિંસા કરીને તે જ ભવમાં ઉત્પન્ન થયેલા કાઢ વિગેરે અનેક દુઃખોને સહીને સાતમી નરકે ગયેલો. ત્યાંથી નીકળીને આ અરણ્યમાં સિહ થયો. એકદા પિતાને ભક્ષ નહીં મળવાથી આમતેમ જેતે તે સિંહ જ્યાં રાજર્ષિ કનકબાહુ કાઉસગ્ગ ધ્યાનમાં ઊમા છે ત્યાં આવી ચડ્યો અને પૂર્વના વૈરને કારણે તેમને હણવા તૈયાર થયો. પૂર્વના દુષ્કર્મનું પ્રાબલ્ય તો જુઓ. ક્ષમાધારી મુનિ કનકબાહુએ વિચાર્યું કે આ મને મારવાને છaછાવાળો છે એમ વિચારી સિહની સાક્ષીએ આલોયણ લઇ અણ શણ સ્વીકાર્યું અને સિહથી હણાતાં મૃત્યુ પામી પ્રાણુત નામના દશમા દેવલેકે દેવપણે ઉત્પન્ન થયા. સિંહ પણ કાળાંતરે મૃત્યુ પામી પાંચમી નરકમાં ગયા પછી મુનીશ્વરોને વિનાશ કરવાથી ઉપાર્જન કરેલા પાપના કડવા વિપાકને અનુભવવા લાગે. અહિં તેનું વર્ણન કરવામાં આવે છે. (પા. ૧૨૫). ત્યાં અનેક પ્રકારના દુખ સહન કરીને, નરકથી નીકળીને બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલ. જન્મતાં જ દુર્ભાગી આત્માના માતા-પિતા,