________________
[ ૨૧૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
""
હાય, તે જ પુરુષા આ જગતમાં ધન્ય છે, અને તેઓએ જ વિજયપત્ર મેળવ્યુ છે. બીજાને દુ:ખ આપવાથી પેાતાને દુ:ખ પ્રાપ્ત થાય છે, અને બીજાને સુખ આપવાથી પેાતાને સુખ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લેાકેામાં પ્રગટ કહેવત છે, તે પણ મારો જેવા માહ પામે છે. અરે રે! માહ કેવા છે ? આ પ્રમાણે કાંઇપણ ભલે હૈ।. હવે હું તે ઠેકાણે જ જાઉં, કે જ્યાં મને કાઇ પણ જાણતા (એળખતે ) ન હાય. અન્ય જન્મમાં પશુ પ્રાણીના વધવડે મને લક્ષ્મી પ્રાપ્ત ન થાઓ, ” આ પ્રમાણે વિચાર કરતાં તેનુ ત્રણ સાઈ ગયું અને નીરાગ શરીરને પામ્યા. પછી ફરીથી કાપાલિકે તેને શ્વેતપુર તરફ્ જવાને કહ્યું ત્યારે પૂર્વ કાળના કલુષ( ખરાબ ) અભિપ્રાયથી પરાસ્મુખ (અવળા મુખવાળા) થયેલા તેણે કાપાલિકને કહ્યું કે-“ હું ભગવાન ! હવે શ્વેતપુર તરફ્ જવામાં મારું મન વિસ્તૃત થયું છે. ધન ઉપાર્જન કરવાના ઉપાયને હું જરા પણ ઈચ્છતા નથી, તેથી તમે મારા ઇચ્છિત અને કરા (મને રજા આપે।.)” તે સાંભળીને “ હે ! આ ખેદ પામ્યા હાય તેવા કેમ દેખાય છે? તથા આ ઉપયાગવડે કેમ વાંછિત અર્થની સિદ્ધિ થશે ? ” એ પ્રમાણે વિચારતા તે કાપાલિકે કહ્યું કે-“ હે ભદ્ર! જો શ્વેતપુર પ્રત્યે જવાના તારા વિચાર ન હાય, તા. ભલે તેમ હા; પરંતુ કેટલાક પૃથ્વીભાગ સુધી તું મારી સાથે ચાલ, કે જેથી તારા કાંઇક પણ ઉપકાર કરીને પછી તને રજા આપુ. તે સાંભળીને લાભના ઉત્કટપણાને લીધે, વેદનીય કનું કાંઇક ઉદયપણું હાવાથી તથાપ્રકારના અનર્થનું અવશ્ય થવાપણું હાવાથી, તથા કાપાલિકના દુષ્ટ અભિપ્રાયને નહીં જાણવાથી દ્રોણે તેનુ વચન અંગીકાર કર્યું. પછી તે બન્ને એક ચેાજનપ્રમાણ મા ગયા. ત્યાં એક ઉદ્યાનમાં ચડિકા દેવીનું આયતન (દેરું) જોયું. ત્યાં તે બન્નેએ ક્ષણમાત્ર વિશ્રાંતિ લીધી. પછી “ વાંછિત પ્રયેાજનના સમય છે ” એમ વિચારી કાપાલિકે કહ્યું ૐ હૈ ભદ્રં ! નજીકમાં જે આ મેટા સાલ વૃક્ષને તું જુએ છે, તેની સમીપે ત્રણ હાથ નીચે પાંચ લાખ દીનારનુ નિધાન છે, તેને ગ્રહણુ કરીને તું તારે ઘેર જા. ” તે સાંભળી સ્વચ્છ હૃદયપણાને લીધે દ્રોણે તે અંગીકાર કર્યું પછી તે અને નિધાનના પ્રદેશમાં ગયા. પુષ્પ અને અક્ષત (ચાખા ) નાંખવાવડ દેવતાનું પૂજન કર્યું, કાપાલિકે ચ'ડી દેવીનું સ્મરણ કર્યું અને કહ્યું કે- હે દેવી ! આ પુરુષવડે તું ખલિદાન અંગીકાર કરશે.” પછી ખીજાને (દ્રોણને ) પૂજીને ખેાદવાની આજ્ઞા આપી. ત્યારે આશારૂપી પિશાચીવડે નચાવેલા તે કાષ્ઠના કાઢાળાવડે કાંઇક ઓછા ત્રણ હાથ પ્રમાણવાળી પૃથ્વીને ખાદીને “મા કહેવાથી સર્યું ” એમ નિશ્ચય કરીને તે દ્રોણુ નિધાનના ખાડામાંથી નીકળવા લાગ્યા, ત્યારે કાપાલિકે તેને મારવા માટે ધૂળના સમૂહવડે તેને દાટી દેવાનેા આરબ કર્યાં. તે જોઇને “ અરે! મે' નિશ્ચે જાણ્યુ' કે–નિધાનના મિષવડે આ દુષ્ટ કાપાલિકે મને મારવાના આરંભ કર્યા. એમ વિચારીને તે દ્રોણે માટેથી રાડ પાડી. તે વખતે તે પ્રદેશમાં શિવાદિત્ય નામના સાર્થવાહ આન્યા હતા, તેણે “ અરે ! આ શું છે? ” એમ કરીને તીક્ષ્ણ મને
""