________________
મૃતક દેખાતા પુરુષ ઉભા થઈ દ્રોણ પ્રત્યે કરેલ પ્રહાર અને દ્રોણની ચિંતવના. [ ૨૧૩ ]
ધ્યાનમાં લીન થયા. મત્રના માહાત્મ્યથી વિસ્મય પામેલા ક્રોણુ પણ અન્ય વ્યાપારમાં મનની વીરતાવાળા થઈને વિશેષે કરીને તેના પાદયુગ્મનું મન કરવા લાગ્યા. પછી તે પુરુષ પાતાની બુદ્ધિવર્ડ પેાતાના વિનાશના નિશ્ચય કરવાથી અને પેાતાના રક્ષણને માટે બીજો કાઈ ઉપાય નહીં જોવાથી ક્રોધ પામીને તે જ ખઙ્ગને પેાતાના હસ્તતલમાં મજબૂત રીતે ગ્રહણ કરીને, તત્કાળ ઊઠીને તે દ્રોણને ખવર્ડ માર્યા. ત્યારે તે પાકાર કરતા પૃથ્વીપીઠ ઉપર પડી ગયા. તેવા પ્રકારના તે શબ્દને સાંભળીને કાપાલિક નાશી ગયા. તે પુરુષ જલદી જલદી તે પ્રદેશથી પાળેા કર્યાં. અનુક્રમે રાત્રિ પ્રભાતરૂપ થઇ. સૂર્ય મંડળના ઉદય થયા. કાઇપણ રીતે કાપાલિક ત્યાં આવ્યા અને ખર્ડુના ઘાતથી પરાધીન શરીરવાળા તથા પૃથ્વીતળ ઉપર આળાટતા દ્રોણને જોયા. તે વખતે જોવાવાળા લેાકેા પણ આવ્યા. અને “ આ શું થયું ? આ શુ થયુ ? ” એમ તેઓએ કાપાલિકને પૂછ્યું ત્યારે કપટના સ્વભાવવાળા તેણે કહ્યું–“ આ સ્થાનનું કાંઈક પણ અનિષ્ટપણું સંભવે છે. ” ત્યારે લેાકાએ પૂછ્યું કે—“ આના ઉપશમ( શાંતિ ) શી રીતે થાય ? ” કાપાલિકે કહ્યું કે-“ જો ધાત પામેલા આના શરીરની આર્ગ્યતા થાય તેા શાંતિ થાય, પણ મરણુવડે શાંતિ નહીં થાય. તે સાંભળીને અકલ્યાણના ભયથી તે લોકો દ્રોણને પાતાને ઘેર લઈ ગયા. ત્યાં ઘાતને ખંધાવ્યા, ત્રણ રૂઝવાના પ્રયાગ કર્યાં અને પથ્ય પળાવ્યું. એ રીતે તેને તૈયાર (સારા) શરીરવાળા કર્યા. તે વખતે વૈરાગ્ય પામેલા તેણે વિચાર કર્યું કે- આ સત્ય જ કહેવાય છે, કે—
,,
ચંદ્ર જેવા ઉજવળ ( ન`ળ ) હૃદયવડે હુ` સહિત કાર્યના આરંભ અન્યથા ( જુદા ) પ્રકારે ચિંતવાય છે, અને વિધિના વશથી તે અન્યથા પ્રકારે પરિણમે છે. ખરેખર પહેલાં મેં આ પ્રમાણે વિચાર્યું... હતું કે-આ કાપાલિકની સાથે જઇને તે રાજાને ચિરકાળ સુધી વિલાસ પમાડીને પછી અવશ્ય તેને હું હુણીશ એમ મેં જે વિચાયું હતું, તે મારા ઉપર જ હમણાં આવી પડયુ. તેથી અરે રે! ક્રૂર અધ્યવસાય પણ દુરંત છે, તેા પછી ચેષ્ટા ક્રુરત હોય તેમાં શું કહેવું ? તેથી કરીને થાડા જીવિતને માટે જે પરના દ્રોહની બુદ્ધિ કરવી તે માઢુ અકલ્યાણુ ( પાપ ) છે. આવું મેં પહેલાં મારા રાજાની પાસે કેમ અંગીકાર કર્યુ. ? સુખને કારણે બીજાના ઘાત કરવાની બુદ્ધિ પણ કાણ કરે? કારણ કે પર્વત ઉપર ચડવાની ઇચ્છાવાળા ડાહ્યો પુરુષ પાતાળતળમાં પ્રવશ ન જ કરે. અના નાશ થાય તે સારું, અગ્નિમાં પ્રવેશ કરવા તે સારું, પર્વતના શિખર ઉપરથી પડવુ તે સારું, સર્પરાજવડે ભયંકર રાફડાની પાસે અવસ્થાન કરવું તે સારું, અતિ દુ:સહુ વિષનુ ભક્ષણ કરવું તે સારું, શત્રુને ઘેર વસવું તે સારું, તથા અતિ ઉગ્ર કેસરી સિ'હુના બાળકરૂપી શય્યાને વિષે સૂવુ' તે પણ સારું' છે; પરંતુ પ્રત્યક્ષ અને પરીક્ષ મોટા અનર્થના કારણના સમૂહપ અને ઘણા દુ:ખના કારણરૂપ બીજાને મારવાના સંકલ્પ કરવા પણ સારા નથી. જેઓએ પેાતાના આખા જીવિતવ્યવડે બીજાને દુઃખ કર્યુ ન