________________
[ ૨૧૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
સર્વ વાંછિતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તે સિદ્ધિ ભક્તિમાન અને એકાગ્ર ચિત્તવાળા સહાયકારક વિના પ્રાપ્ત નહીં થાય. આ પ્રમાણે તેમના કહેવાથી આટલા દિવસ સુધી વિન્યાસ (થાપણ) રહિતપણે જ હું રહ્યો છું, પરંતુ આજે તુ પાસે રહેનાર થયા તેથી તે સિદ્ધિ હસ્તકમળમાં પ્રાપ્ત થઇ હોય તેમ જણાય છે. ” તે સાંભળીને કાના ગંભીર અને વિચાર્યા વિના દ્રોણે કહ્યું કે-“હે ભગવાન! આ મારું જીવિત મેં તમને આપ્યુ છે, તેથી જ્યાં તમને રુચે, ત્યાં શંકા રહિતપણે તમે ઉપયોગ કરી. ” ત્યારે “ભલે એમ હા (બહુ સારું) ” એમ ખેલતા કાપાલિકે શકુનની ગાંઠ બાંધી. પછી તે બન્ને કુશસ્થલ નામના નગરમાં ગયા. ત્યાં એક જીણુ દેવકુલમાં રહ્યા. જેટલામાં કૃષ્ણ ચતુર્દશી પાસે જ આવી ત્યારે કાપાલિકે દ્રોણને કહ્યું કે “હે વત્સ! તું સ્મશાનમાં જા. અને અક્ષત શરીરવાળા કાઇપણ મૃતકને તું જો, કે જેનાવડે રાત્રિને વિષે કહેલા વિધિ પ્રમાણે તેને સાધીને કૃતાર્થ થઇએ.” તે સાંભળીને “ભલે, હું તેમ કરું છું” એમ કહીને જ્યારે સૂર્ય મ`ડળ અસ્તગિરિના શિખર ઉપર પ્રાપ્ત થયું' અને કંકુના રસની છટા જેવી સંધ્યાની ક્રાંતિ પ્રસાર પામી ત્યારે દ્રોણુ સ્મશાનમાં ગયા. ત્યાં સર્વ પ્રયત્નવર્ડ મૃતકને જોયાં, પરં'તુ કહેલા ગુણવાળું એકે જોયું નહીં. ત્યારે મનમાં ખેદ પામતા તે આમતેમ ભ્રમણ કરવા લાગ્યા, તેવામાં એક વટ વૃક્ષની નીચે પડેલા અને માટા વ્યાધિના વશથી શિથિલ અને લેાઠતી હૃદયગ્રંથિની પીડાના આડંબરથી ચેષ્ટા રહિત થયેલા શરીરવાળા મૃતકની જેવા એક પુષ્ટ શરીરવાળા પુરુષને જોઈને હર્ષ પામેલા તે કાપાલિકની પાસે ગયા, અને તેના લાભના વૃત્તાંત કહ્યો. ત્યારે કાપાલિકે તેની પ્રશ'સા કરી. પછી તેના સાધનને માટે સર્વ સામગ્રી તૈયાર કરી, એ પહેાર પ્રમાણવાળી રાત્રિ થઇ ( મધ્યરાત્રિ થઇ ) ત્યારે તે બન્ને ત્યાં ગયા. પછી શ્મશાનના એક ઉચિત સ્થાનમાં કાપાલિકે મંડળ આળેખ્યુ. પૂર્વે કહેલું મૃતક ત્યાં અણુાવ્યું'. તેને સ્નાન કરાવી અને વિલેપન કરીને તે મંડળમાં સ્થાપન કર્યું તેના જમણા હાથની પાસે યમરાજની જિહ્વા જેવુ... એક ખ મૂક્યું. તે મૃતકના ચરણના તળીયાને મન ( તલટ્ટિ ) કરવા દ્રોણને બેસાડ્યો. તેણે સવ દિશાએમાં બળિકાન નાંખ્યુ, શકલીકરણ કર્યું, નાસિકાના અગ્રભાગ ઉપર ઢષ્ટિ સ્થાપન કરી અને માટા પ્રબંધવડે મંત્રના સ્મ રણના આરંભ કર્યો.
તે વખતે ચ ંદનના વિલેપનવર્ડ, શીતળ પવનવર્ડ અને પાદનુ મૃક્ષણ ( ચેાળવુ' ) કરવાવર્ડ વેદનાના નાશ થવાથી તેવા પ્રકારે કાંઇક ચેતનાને પામેલે અને ચિત્તની શાંતિને પામેલા તે પુરુષ મનમાં ચિતવવા લાગ્યા કે—“આ શું? મને અહીં કેમ સુવાક્યો ? મારી તલટ્ટિ કેમ કરે છે? શા કારણથી આ માટા પ્રબંધવડે ધ્યાનમાં પ્રવર્તે છે? અને કયા કારણ માટે મારા હાથની પાસે ખ† મૂકયું છે ?' આ પ્રમાણે જોવામાં કાંઇકકપતા શરીરવાળા તે અત્યંત ગુપ્ત રીતે વિચાર કરે છે તેવામાં તે કાપાલિક વિશેષે કરીને અત્યંત