________________
[ ૨૦૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા :
કરેલા સુકૃતના સમૂહના વશથી અમે તમને જોયા તેથી હવે પ્રસન્ન થાઓ, અને આ અશ્વરન ઉપર ચડી. ” તે વખતે તેઓના અત્યંત આગ્રહના વશથી વસ્ત્રાદિકવડે તે કુલપુત્રની પૂજા કરીને રાજા અશ્વ ઉપર ચડ્યો, અને શીઘ્ર શીઘ્ર જતા સ્કંધાવારને ( સૈન્ય ) પામ્યા. ત્યાં વધામણી થઇ, સપત્ની માતા નાશી ગઈ. કાર્યાંના તત્ત્વને નહીં જાણુતા જયશેખર ત્યાં જ રહ્યો. રાજાએ તેને જરા પણ ભય બતાયૈ નહીં, અને સપત્ની માતાના દુષ્ટ વિલાસ નિશ્ચય કરીને તેણે વિચાર્યું, કે—
,,
જેઓએ સ સંગના દૂરથી ત્યાગ કરીને સ` ઇચ્છિત વસ્તુને સાધવાના કારણુરૂપ સુસાધુની દીક્ષા ગ્રહણ કરી હાય, તે સત્પુરુષા જ ધન્ય છે, તે પાપણીએ કાંઇ પણ કારણ વિના મને આવા અનર્થમાં કેમ નાંખ્યું હશે ? જો હું તે રીતે પંચ નમસ્કાર વિના મરણ પામ્યા હોત, તેા મારી કઇ ગતિ થાત ? માટે હે પાપી જીવ! હજી પણ તું રાજ્યને વિષે રાગી થાય છે, અને વિષયના સુખને ઇચ્છે છે, પરંતુ આવા પ્રકારના દુઃખના સમૂહ આવી પડવાથી સ’સારનુ` વિરસપણું જોતા નથી. મહાસત્ત્વવાળા તે સનત્કુમારાદિક પુણ્યશાળીઓને ધન્ય છે, કે જેઓએ તૃણુની જેમ રાજય અને દેશ વિગેરે સર્વના ત્યાગ કર્યો હતા. અજ્ઞાની માણસા આપત્તિમાં પડે છે, તેમાં શું કહેવા લાયક છે ? પરંતુ જાણનારા માણસા પણું આત્માને ચેતવણી આપતા નથી, એ માટું આશ્ચર્ય છે. ” આ પ્રમાણે વિચાર કરવાથી તે રાજાનું મન વૈરાગ્ય માર્ગોમાં લાગ્યું. તે વખતે પ્રતિહારે તેને ત્રિનતિ કરી કે–“ હે દેવ ! સ’સારરૂપી સમુદ્રમાં પડેલા પ્રાણીઓને તારવામાં વહાણ જેવા ભગવાન ( પૂજ્ય ) સમ`તભદ્રસૂરિ મહારાજ સહસ્રામ્રવનને વિષે સમવસો છે ( પધાર્યા છે ). ” તે સાંભળીને તેને પારિતાષિક અપાવીને તે રાજા સૂરિમહારાજની પાસે ગયા. ત્યાં મેાટી ભક્તિથી વાંદીને પૃથ્વીપીઠ ઉપર બેઠા. ત્યારે સૂરિએ તેને માશીર્વાદ આપીને કહ્યું કે હું મેાટા રાજા! સંસારરૂપી કૂવામાં પડેલા પ્રાણીઓને હસ્તનું અવલંબન આપનાર જેવા દેવપૂજાદિક ધર્મના શુÌા શું સમ્યક્ પ્રકારે નિર્વાહ પામે છે ? ધન, ભવન, સ્વજન અને શરીર સબંધી અનિત્યતા તારા મનમાં કાંઈપણુ સ્કુરાયમાન થાય છે ? કે જેનાથી સમગ્ર ભવરૂપી રોગ નાશ પામે. અપૂર્વ અપૂર્વ ( નવા નવા ) ગુણુને ઉપાર્જન કરવામાં શું તારી મતિ કાંઇક પણ પ્રવર્તે છે ? કે જેના પ્રભાવથી ઘરવાસની વાસના અવશ્ય તૂટી જાય. ” ત્યારે રાજાએ કહ્યું કે-“ પાપરૂપી પંકમાં ખુંચેલા, વિષયેામાં લુબ્ધ થયેલા, ધર્મચિંતનાદિકમાં મુગ્ધ થયેલા મારી જેવા ભવાભિનંદીને આવા પ્રકારની પ્રવૃત્તિ કેમ સંભવે ? માટે હું ભગવાન! ધર્મોપદેશ આપવાવડે મારા ઉપર પ્રસાદ કરો. ” ત્યારે ગુરુએ વિલંબ રહિત સર્વ વાંછિતને આપનાર અને મુખ્યપણે મેાક્ષરૂપી મહાફળને આપનાર સુસાધુધમ મેાટા વિસ્તારથી તેને કહ્યો. વિષય અને કષાય વિગેરેને વિષે નિર ંતર આસક્ત થયેલા પ્રાણીઓને ભવભ્રમણુરૂપી ભયંકર દુ:ખના સમૂહવડે ઘણેા ક્ષેાભ પણ પ્રાપ્ત થાય એમ કહ્યું. તથા પ્રમાદરૂપી વિલાસથી ઉત્પન્ન થતુ અને અત્યંત અનર્થના સમૂહના સંસ્તવથી મોટા દુ:ખવાળુ' અનંત દુઃસ્થિતિપણું