________________
.
.
જયમંગલની તેના પ્રધાન પુરુષોએ કરેલી શોધ અને વૈરાગ્ય.
[ ૨૦૫ ]
આગ્રહ કર્યો ત્યારે મૌનનું આલંબન કરીને રહ્યો હતો.” ત્યારે રાજપુત્રે વિચાર્યું કે“હજુ પણ કાંઈક શુભ કર્મને લેશ છે, કે જેથી આ મને ઓળખતે નથી.”
આ અવસરે ગામની બહાર જયઢક્કાના નિનાદ સહિત ગંભીર રીના ભાકાર શબ્દવડે ભયંકર ભંભા, મુકુંદ, મર્દલ અને મોટી ઝાલરી (ઝાલરના) ઝંકારવાળા ચાર પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા. તે વખતે “આ શું? આ શું?” એમ બોલતા ગામના માણસો અને કુલપુત્ર તેની સન્મુખ દોડ્યા. તે જ વખતે ચાર પ્રકારનું સિન્ય ત્યાં પ્રાપ્ત થયું. તે વખતે સેનાપતિએ ગામના જનને પૂછયું કે-“હે લેકે ! શું તમારા ગામમાં આવા સ્વરૂપવાળો પુરુષ નથી આવ્યું ?” તે સાંભળીને જેટલામાં ગામના લોકે કાંઈ પણ બોલ્યા નહીં, તેટલામાં કુલપુત્રે કહ્યું કે-“તમે જેવા પુરુષને પૂછો છો, તે પુરુષ આવી રીતે અમારા ઘેર આવ્યું છે અને રહ્યો છે.” તે સાંભળીને તુષ્ટમાન થયેલા સેનાપતિએ તેને પોતાના શરીરના સર્વ અલંકારો આપ્યા. પછી સર્વે ગામમાં પિઠા. જયમંગળ રાજાને ત્યાં જે. હર્ષથી વિકટવર નેત્રવાળા સેનાપતિ વિગેરે પ્રધાન લેકે તેને નમ્યા, અને સર્વે ગ્ય સ્થાને બેઠા. તે જોઈ વિસ્મય પામેલ રાજા પૂછવા લાગ્યું કે “અહે! હું અહીં આવ્યો છું અને અહીં રહ્યો છું, તે તમે શી રીતે જાણ્યું?” ત્યારે તેઓ બોલ્યા કે–“હે દેવ! તમે સાંભળો. તમે મધ્ય રાત્રિને સમયે સહાય વિનાના જ (એકલા જ) જયશેખર રાજપુત્રને જોવા માટે સપત્ની માતાને ઘેર ગયા, ત્યારપછી તમે ક્યાં ગયા? અને ક્યાં રહ્યા? તે કેઈએ કાંઈપણ જાયું નહીં. માત્ર અતિ આગ્રહથી પૂછેલી તમારી પત્ની માતાએ માત્ર આટલું જ કહ્યું કે–કુમાર(જયશેખર)નું પ્રતિજાગરણ કરીને તત્કાળ દેવ (રાજા) મારા ઘરમાંથી નીકળીને ગયો છે, ત્યારપછી હું કાંઈ પણ જાણતી નથી.' તે સાંભળી કંધાવાર (સૈન્ય)ના લોકે અત્યંત વ્યાકુળ થયા. સર્વ ઠેકાણે નિપુણતાથી તમને જોવા (શોધવા) લાગ્યા, પરંતુ તમારું એક પગલું માત્ર પણ જોયું નહીં. તેથી તે દિવસે બાળકને પાન ભેજનને ત્યાગ કર્યો. અંતઃપુર મરણ માટે તૈયાર થયું. કૃપા રહિત લેક ખ ઊંચા કરીને પિતાના આત્માને હણવા લાગ્યા. તેઓને મહાકથી નિષેધ કર્યો. કેટલીક વેળા ગઈ. શકના વેગથી ઝરતા અથુજળવડે વ્યાપ્ત નેત્રવાળા પ્રધાન લોકો જાણે પાતાળમાં પ્રવેશ કરવાને ઇચ્છતા હોય તેમ નીચું મુખ કરીને રહ્યા. આ પ્રમાણે સર્વ સૈન્ય અતિ દુઃખને પામ્યું તે વખતે ચૂડામણિ શાસ્ત્રના પરમાર્થને જાણનાર એક પુરુષ ત્યાં આવ્યો. તેને દાન અને માન આપવાપૂર્વક અમે પૂછ્યું કે- “અમારા દેવ (રાજા) કયાં વતે છે?” ત્યારે તેણે પ્રશ્નના અક્ષરને અનુસાર વિષના મૂળવાળો (વિષથી આરંભીને) નદીમાં પ્રવેશ અને ગંભીરક નામના ગામમાં પ્રવેશ સુધીને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને અમે તેની વિશેષ પૂજા કરીને તત્કાળ પવન કરતાં પણ વધારે વેગવાળા અશ્વાદિક વાહનવડે પ્રયાણ કર્યું, અને વિલંબ રહિત ગતિવડે આ ગામમાં પ્રાપ્ત થયા, અને પૂર્વના