________________
જયમંગળ અને કુવલયચંદની દીક્ષા. મંગળ મુનિને થયેલા ઉપસર્ગ.
[ ર૦૭ ]
પણ દેખાડ્યું. ઈત્યાદિ કોઈપણ પ્રકારે તે મુનીશ્વરે તે રાજાને એવી રીતે ઉપદેશ આપે, કે જેથી તેનું મન સંસારથી વૈરાગ્ય પામ્યું અને તેથી શીધ્રપણે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. પછી ગુરુને વાંદીને તે કંધાવારમાં (સૈન્યમાં) ગયે, મંત્રી અને સામંત વિગેરેને બોલાવ્યા. તે સર્વની સમક્ષ જયશેખરને રાજ્ય સ્થાને સ્થાપન કર્યો. તેને કેશ (ખજાનો), કઠોર, હાથી અને અશ્વ વિગેરે સર્વ પરિગ્રહ આપે. પછી સર્વ કાને ખમાવ્યા અને દીન, અનાથાદિકને મનવાંછિત દાન આપ્યું. પછી શુભ દિવસે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે સમંતભદ્રસૂરિની પાસે તે જયમંગળ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. મતિના પ્રકર્ષના અત્યંત નિર્મળ૫ણાએ કરીને થોડા પર્યાયવડે પણ તેણે અંગ ઉપાંગ આદિ શાસ્ત્રને અભ્યાસ કર્યો, તથા વિવિધ પ્રકારની તપશ્ચર્યામાં તત્પર અને ગુરુકુળને વિષે નિશ્ચયપણે લીન તે ગામ નગરાદિકને વિષે અપ્રતિબદ્ધ વિહારવડે વિચારવા લાગ્યું. અને ક્રમે કરીને કેટલાક સાધુ સહિત ગર્જનપુરમાં ગયે, ચંપક નામના ઉદ્યાનમાં નિવાસ કર્યો. કુવલયચંદ્ર રાજાએ તેને આવેલા જાણ્યા, તેથી સમગ્ર નગરના પ્રધાન, રાજેશ્વર, શ્રેષ્ઠી અને સેનાપતિ વિગેરે સહિત તેને વંદન માટે આવ્યો. વિધિ પ્રમાણે વંદન કરીને હર્ષના સમૂહથી અત્યંત ઉછળતા મોટા રોમાંચવાળે તે પૃથ્વીપીઠ ઉપર બેઠો. અને પછી પિતાના કપાળતલ ઉપર બે હાથ જોડીને ઉપાલંભ (ઠપકા) સહિત વિનંતિ કરવા લાગ્યા–
હે ભગવાન ! શું તમને આ ગ્ય છે ? કે મને ત્યાગ કરીને તથા પ્રવજ્યા અંગીકાર કરીને આ પ્રમાણે તમે વિચારવા લાગ્યા? જો તમે મને પહેલાં કહ્યું હતું, તે સાથે જ સાધુની દીક્ષા ગ્રહણ કરીને સુગુરુની પાસે રહીને નિર્મળ ધર્મ કરત. હમણું તમે તે સર્વને અન્યથા કરીને પ્રવર્યા છે, તેથી અનાથ થયેલા અમે હવે કોને શરણે જઈએ ? હા ! ધિક્કાર છે કે હજુ પણ મારે મોટું ચારિત્રાવરણ કર્મ છે, કે જેથી તમારી સાથે કઈ પણ પ્રકારે આવી જાતનો વિગ પ્રાપ્ત થશે. હે ભગવાન ! ઘણું કહેવાથી શુ ? મને મૂકીને પાપરૂપી પર્વતને કાપવામાં વા સમાન પ્રવ્રયા આપ્યા વિના તમે જશો નહીં. ” તે સાંભળીને જયમંગળ રાજર્ષિએ કહ્યું કે-“હે મહાનુભાવ! આમાં મારો શો અપરાધ છે? પૂર્વે કરેલા કર્મરૂપી યંત્રવડે આમ તેમ ફેંકાતા જંતુઓને પિતાને આધીન શું છે? કે જેથી મનવાંછિત અર્થને વિષે નિર્વિઘપણે પ્રવર્તે? તેથી કરીને હવે તું ઉદ્યમ કર. આ કાર્યને માટે જ ગુરુએ આજ્ઞા આપેલા અમે અહીં આવ્યા છીએ.” તે સાંભળીને “ સારી રીતે મારો નિતાર કર્યો” એમ બોલતો રાજા તેને વાંદીને પિતાને ઘેર ગયે. ત્યાં જમાલિ નામના મોટા પુત્રને રાજ્ય સોંપીને તે કાળને ઉચિત સર્વ કાર્ય કરીને જયમંગળ મુનિની પાસે તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પછી પડિલેહણા, પ્રમાજના વિગેરે વિશેષ પ્રકારની ક્રિયાને અભ્યાસ કર્યો, તથા ઈચ્છા, મિચ્છા વિગેરે સમાચારીના આચારને અભ્યાસ કર્યો, અને સૂવને પણ અભ્યાસ કર્યો. અત્યંત સમાધિને વિષે મનવાળો અમૃતના મેટા સાગરમાં જાણે ડુ હોય અને જાણે મોક્ષને