________________
કુલપુત્રના શરીરમાં શાકિનીના પ્રવેશ.
[ ૧૯૩ ]
ગયા. પિતાની આજ્ઞાને પ્રિય મિત્રની જેમ નિરંતર હૃદયમાં ધારણ કરતા હતા, તાપણુ સ્વભાવથી જ તે પરના દુઃખના નાશ કરનાર હૈાવાથી અધિક દ્રવ્યના વ્યય કરવા લાગ્યા, તેથી રાજાની અત્યંત અવજ્ઞાનું સ્થાન થયા, અને તેથી કરીને જ લેાકેામાં પણ લઘુપણાને પામ્યા. ત્યારપછી રાજાએ નિષેધ ોનું આચરણ કરવાથી પેાતાના આત્મા ઉપર જ ક્રોધ કરીને તે રાજપુત્ર કાઇને પણ કહ્યા વિના જ રાત્રિને વિષે વેષનું પરાવર્તન ( ફેરફાર ) કરીને નગરમાંથી બહાર નીકળ્યા અને ઉત્તરાપથમાં ગયા. ત્યાં યમુના નદીને કાંઠે રહેલા ગીરક નામના ગામમાં એક કુલપુત્રને ઘેર આવીને રહ્યો. હુંમેશાં તેના દર્શનથી અને વાતા કરવાથી તેની સાથે રાજપુત્રના સ્નેહ થયા. તેની સારી આકૃતિએ કરીને અને પ્રિય વચનના અંગીકાર તથા વાત્સલ્ય વિગેરે ગુણ્ણાએ કરીને કુલપુત્રે જાણ્યુ કે “ ખરેખર આ કાઇ માટા રાજાના કે સામતના પુત્ર હાવા જોઇએ. ” આ પ્રમાણે વિચાર થવાથી કુલપુત્ર તે દિવસથી આરભીને વિશેષે કરીને આસન આપવું અને મધુર વચન ખેલવું વિગેરેવટે રાજપુત્રના સત્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર પ્રેમવડે વર્તતા તે બન્નેના કેટલાક દિવસા ગયા, ત્યારે તે કુલપુત્ર કાંઇક ખરાબ શરીરવાળા (વ્યાધિવાળા ) થયા. ત્યારે વૈદ્યને ખેલાવ્યેા. તે વૈદ્યે તેને વ્યાધિનું નિદાન પૂછ્યું, ત્યારે કુલપુત્ર કહ્યું કે-“ હું સારી રીતે કાંઇપણ જાણતા નથી. ” ત્યારે વેધે તેના લક્ષણવડે “ આ શાકિનીના દોષ છે એમ જાણ્યુ. તેના લક્ષણેા કથા કહેવાય છે? તે આ પ્રમાણે- જે પેાતાના નેત્રને બીજાના નેત્ર ઉપર ખદ્ધલક્ષ્ય કરવાને શક્તિમાન થતા ન હાય, સબંધ વિનાનું ખેલતા હાય, સમયે સમયે આતુર થતા હાય, હસતા હાય, કેશને સાફ્ કરતા હાય, વચ્ચે વચ્ચે કાંઇક ગાતા હાય, કારણ વિના પણ શરીરનુ શીતપણું અને ઉષ્ણુપણું પ્રગટ કરતા હાય, આને હું લઈ જાઉં, અને આને હું કાતરવર્ડ ફાડી નાંખું. ઇત્યાદિ લક્ષણાવર્ડ તે શાકિનીવડે ગ્રહણ કરાયા છે એમ જાણવું. ” એમ વિચારીને વેચે કહ્યું કે—“ આ વિશેષ પ્રકારના મંત્રવાદીને ચાગ્ય છે, પરંતુ વાત, પિત્તાદિક દોષની ચિકિત્સાના વિષયવાળા આ નથી. ” એમ કહીને તે વૈદ્ય પેાતાને ઘેર ગયા. પછી ભય પામેલા ઘરના માણુસા મંત્રવાદીને ખેલાવવા ચાલ્યા. જે વખતે ઘરમાંથી બહાર નીકળ્યા તે જ વખતે બિલાડીઓનુ યુદ્ધ જોવાથી “ આ અપશુકન થયા ” એમ માની તે લેાકેા પાછા ફર્યા. પછી જેટલામાં તેઓ કાંઇક ઉપાય કરવા લાગ્યા, તેટલામાં તે શાકિનીએએ તેને શ્વાસ રહિત કર્યો. તે જોઈ “ આ મરણ પામ્યા ” એમ જાણી તે ઘરના માણસ કંઠે મૂકીને ( મેાટા અવાજે) રાવા લાગ્યા. તેવામાં રાજપુત્ર પણ કાર્યને લીધે કેટલેાક કાળ બહાર રાકાઇને ઘેર આન્યા. સર્વ કુટુંબને રાતું જોયું, અને કુલપુત્રને ચેષ્ટા રહિત જોયા તેથી તેને અત્યંત શાક ઉત્પન્ન થયા, અને “ અરે રે ! નહીં ધારેલું આ શું પ્રાપ્ત થયુ ? ” એમ ધારી પરિતાપ કરવા લાગ્યા. તે વખતે સ્વજના તે કુલપુત્રના શરીરને જ પાતમાં ( પાલખીમાં ) નાંખીને
૨૫