________________
[ ૧૯૪]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે ?
ચિતાના પ્રદેશમાં (સમશાનમાં) લઈ ગયા, અને ત્યાં બળતી અગ્નિની વાળાના સમૂહમાં તેને નાંખ્યું. પછી તે માણસો પિતાના ઘર તરફ પાછા વળ્યા. કુલ પુત્રનું આખું કુટુંબ અતિ દુઃખી થયું. રાજપુત્ર પણ તેના વિયેગના મોટા શેકના સમૂહવડે ક્ષીણ શરીરવાળો થયે, અને “હવે શું કરવું?” એવી ચિંતાના સમૂહથી ચપળ હૃદયવાળે થઈને જાણે સર્વસ્વ ચેરાઈ ગયું હોય તેમ ચક્ષુના વિક્ષેપ રહિત શન્યપણે રહ્યો. પછી પ્રદેષસમય થયે ત્યારે દૂર દેશથી અસ્પષ્ટ સ્વરૂપવાળ કઈ પુરુષ શિક્ષાને નિમિત્તે તે ઘેર આવ્યું,
ત્યાં તેવી રીતે રેતા ઘરના માણસોને જોઈને તે પુરુષે ઘરના એક પ્રદેશમાં રહેલા રાજપુત્રને પૂછ્યું કે-“હે ભદ્ર! આ રદન કેમ ઉત્પન્ન થયું?” રાજપુત્રે કહ્યું કે“આજે જ આ ઘરનો નાયક શાકિનીના દેષથી મરણ પામે.” પરદેશી માણસે કહ્યું કે-“જે એમ હોય, તો આ શોકને લાયક નથી, પરંતુ તે મોટા સત્ત્વવાળી (શૂરવીર )! પુરુષાર્થથી તેને ઉપાય થઈ શકશે.” રાજપુત્રે કહ્યું કે-“શરીર ભામની રાશિપણને પામ્યું છે, તેથી મેટા સવવાળો કરી શકે ?”
ત્યારે તે પરદેશીએ કહ્યું કે-“હે મહાભાગ્યશાળી! જેનું જીવિત રોગથી નાશ પામ્યું હોય, તેને આ તારે કહેલો પરમાર્થ છે, પરંતુ શાકિનીથી મરેલાને ઢણિબંધ માત્ર જ ઉશ્વાસ રહિતપણું, જીવ રહિતપણું અને અગ્નિદાહ પણ હોય છે. તેથી તે કલેવર સજીવ છતાં પણ વિક્રમના વશથી મરેલું માનીને સ્વજનેએ સ્મશાનના અગ્નિમાં જયારે નાંખ્યું ત્યારે જનરહિત મધ્ય રાત્રિને સમયે શાકિનીઓ એકઠી થઈને તેના વિભાગ કરે છે અને ખાય છે. તે સમયે જે કોઈ મોટા સત્વવાળો તેને નિગ્રહ કરવા શક્તિમાન થાય, તે નહીં હણાયેલા તે મનુષ્યને ખરેખર ફરી જીવાડી શકે એ નિશ્ચય છે.” ત્યારે રાજપુત્રે કહ્યું કે “જો આટલા માત્રથી પણ મહાપુરુષ કુલપુત્રની કુશળતા થાય, તે આ થોડું જ છે.” આ શબ્દ સાંભળીને રૂદનના શબ્દને મૂકીને તે કુટુંબે મોન ધારણ કર્યું. રાજપુત્ર પણ કેડને ગાઢ બાંધીને તથા ખડ્ઝ અને ધનુષ્યને લઈને સ્મશાનની સન્મુખ ચાલ્યો. તે વખતે “કાર્યની ગતિ અતિ દુર્લય છેએમ વિચારીને કુટુંબીજનોએ તેને નિષેધ
ર્યો, તો પણ રાજપુત્ર ઘરમાંથી બહાર નીકળ્યો. ધીમે ધીમે પગલાં મૂકતે તે ગુપ્ત ગતિવડે સ્મશાનની સમીપે પહોંચે. ત્યાં માલુકા વૃક્ષની ગાઢ ઝાડીમાં ગુપ્ત રહો. અત્યંત પ્રમાદ રહિત અને તેમાં જ એક દષ્ટિ આપીને તે જેટલામાં રહ્યો, તેટલામાં મધ્ય રાત્રિને સમય થયે જાણીને એક વટ વૃક્ષની નીચે શાકિનીનો સમૂહ એકઠો થયે. ડમરૂ વાગવા લાગ્યું, તે વખતે મોટા ફેસ્કાર શબ્દને કરતી એક શાકિની સ્મશાનમાંથી માટીના ઢગલાવાળા કુલપુત્રના શરીરને લાવી. તે વખતે કોપ પામેલા યમરાજની જિહૂવા જેવા અસહા. ખરું ધનુષ્યને ખેંચીને રાજપુત્ર તેની સન્મુખ દેડ્યો, અને “અરે પાપી! વેરિણી! તું ક્યાં જઈશ?” એમ કહીને તેને કેશને વિષે પકડી, અને કહ્યું કે-“તું ઈષ્ટ દેવનું સ્મરણ કર. આ તું હમણાં યમરાજના મુખમાં પડીશ.” એમ રાજપુત્રે કહ્યું ત્યારે ભય પામેલી