________________
૧ ચતુર્થ પ્રસ્તાવ
શ
હવે જગદ્દગુરુ પાર્શ્વનાથને જે પ્રકારે કેવળજ્ઞાનને લાભ થયે, અને ગણધરનું કહેવાપણું જે પ્રકારે થયું, તે પ્રકારે કહેવાતું તમે (ભ ) સાંભળે.'
પછી ચૈત્ર કૃષ્ણ ચતુથીને દિવસે, પ્રવજ્યાના દિવસથી આરંભીને રાશીમે દિવસે, વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે, હાર અને નીહાર(હિમ)વડે સર્વ દિશાનાં મુખ ઉજવલ થયા ત્યારે, દક્ષિણાવર્તવડે મનહર, ઠંડ, સુગંધી અને મંદ વાયુવાળા લાગે, ડિંબ ડમર વિગેરે શાંત થયા ત્યારે તે જ આશ્રમપદમાં સેંકડે શાખાઓ વડે વ્યાપ્ત, સારા સ્નિગ્ધ અને ઘણા પત્રના સમૂહવડે સૂર્યના કિરણોના વિસ્તારને નિવારણ કરનાર ધાતકી વૃક્ષની નીચે રહેલા, અઠ્ઠમ તપમાં રહેલા, સમયે સમયે ઉલાસ પામતા આત્મવીર્યના વિકાસથી પ્રારંભ કરેલી અને પૂર્વે કઈ પણ વખત પ્રાપ્ત નહીં થયેલી ક્ષપકશ્રેણિ ઉપર ચડેલા શુક્લધ્યાનના ચાર ભેદમાંના પૃથફત્ત્વવિતર્કસપ્રવિચાર અને એકવિતર્કઅપ્રવિચાર નામના પહેલા બે ભેદનું ધ્યાન કરીને સ્થાનાંતરમાં વર્તતા, તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર લક્ષણવાળારૂપ ઘાતિકર્મોને જેણે ક્ષય કર્યો છે એવા ભગવાનને શાશ્વત, અનંત, અક્ષત અને કાલોકને પ્રકાશ કરવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
તે વખતે ભગવાન દરેક સમયે ઉત્પન્ન થતાં અનંત પર્યાયવાળા ત્રણે જગતને કરતલમાં રહેલા મેતીની જેમ જોવા લાગ્યા. તથા વળી જગતના નાથ ચર અને અચર સ્વરૂપવાળા સર્વ દ્રવ્યને જાણે છે. ક્ષેત્રથી સર્વ લેક અને અલકને જાણે છે, ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ સર્વ કાળને પણ જાણે છે, તથા વર્ણાદિક પર્યાયના વિસ્તારવાળા સર્વ ભાવેને પણ દરેક સમયે જાણે છે. આ પ્રમાણે ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ઉપરના ભાગમાં વૈમાનિક દેવેંદ્રના, નીચે (પાતાળમાં ) અમરેંદ્ર અને બલી વિગેરે પાતાલમાં રહેનાર અસુરેંદ્રોના તથા બીજા પણ વાયુમંતર અને જ્યોતિષ દેવેદ્રના વિવિધ પ્રકારના રત્નો સમૂહના કિરવડે ઇંદ્રધનુષના મંડળ જેવા કરાયેલા સિંહાસને અચિંત્ય મહામ્યવાળા જિનેશ્વરના પ્રભાવથી ચલાયમાન થયાં. તે વખતે
અવધિજ્ઞાનના પ્રયોગથી તેઓએ જગદ્દગુરુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણ્યું. પછી તરત જ પાંચ વર્ણવાળા અને મોટા પ્રમાણવાળા હજારો વિમાનની શ્રેણિના ચાલવાથી આકાશના