________________
ધરણેન્દ્રે કરેલ પરમાત્મા સ્તુતિ.
[ ૧૮૩ ]
કાંઇક સ્થિર થઇ છે, અથવા તા પ્રભુના પાદની ભક્તિ કયા વાંછિતને અવશ્ય ઉત્પન્ન ન કરે ? હૈ જગદ્ગુરુ! તમારી પ્રતિમા પણ માણસના મનના મોટા આનંદને કરે છે, તે પછી પ્રત્યક્ષ દેખાતી શાંત અને કાંતિવાળી શ્રેષ્ઠ મૂર્ત્તિ આનદ કરે તેમાં જી' કહેવું? તમારા મોટા ધ્યાનરૂપી અગ્નિને બુઝાવવાને ઇચ્છતા કમઠે જળના સમૂહ ફૂંકયા, તેા પણુ તે તમારા કરુણારસની તુલ્યતાને પામ્યા નહીં. હું નાથ! અમૂલ્ય ગુણ્ણાના સમૂહુરૂપ રત્નના અનુપમ નિધિ સમાન તમને પામ્યા છતાં પણ અના જના અવસ્તુની બુદ્ધિવર્ડ ત્યાગ કરે છે. અહા! તે મહાકષ્ટ છે. સમગ્ર પ્રાણીઓના સમૂહને સુખ કરનારા પ્રભુરૂપ તમારે વિષે પણ અનાય લાકે જે દ્વેષ કરે છે, તે હે પ્રભુ! અમૃતને વિષે પણ તેમની વિષની બુદ્ધિ છે. હું ભુવનના નાથ! જે તમારી સ્તુતિ કરતા નથી, તે પેાતાના આત્માના શત્રુ જ છે. શુ` ચિંતામણિ રત્નને વિષે પુણ્યવાનની ઉપેક્ષા હૈાય ? હું નાથ! તમારા સારા ચરિત્રવડે જેનું ચિત્ત અત્યત ચમત્કાર પામ્યું ન હેાય, તેને હું અવશ્ય જાણે વિકલે'દ્રિય હાય અને પથ્થરમય હાય એમ માનુ છુ. તમારા જ્ઞાનાદિક ગુણુના અંતને (છેડાને) જો કદાચ તમે જ જાણતા હૈ। અથવા તે આકાશ આકાશની સાથે જ સરખાવાય છે, તેમાં આશ્ચર્ય શું છે? હું નાથ! અતિ દુ:ખે કરીને જીતી શકાય એવા પણ મેહ તમે તે પ્રકારે વિન્મુખપણાને પ્રમાણ્યો, કે જે પ્રકારે તે મેહ ભવ્ય પ્રાણીઓને તમારા સ્મરણુવર્ડ પણ અત્યંત દૂર થાય છે. હું પ્રભુ! જેઓને મનવાંછિત પદાર્થમાં તમારા ચરણકમળની પૂજા પ્રાપ્ત થઇ ન હાય, તે મનુષ્ય અભવી અથવા દૂભવી હેાય છે. હે નાથ! સમાન હૃષ્ટિવાળા પણુ તમારી નિંદા અને સ્તુતિ કરનારા પ્રાણીઓને ફળને ભેદ પ્રાપ્ત થાય છે, તેથી તમારું મહાત્મ્ય અસમાન અને અનુપમ છે એમ જણાય છે. હે નાથ ! મારા પુણ્યની પરંપરારૂપી વાડી કમઠના જળવડે તેવી રીતે સીંચાઇ છે, કે જે રીતે તમારી વૈયાવચ્ચના ઉપયેાગવડે તે મેાક્ષના ફળવાળો થઇ છે. મેાક્ષ નગરની સ્ત્રીના સારા સ્નેહવાળા મધુના સંબંધથી ઉત્પન્ન થયેલું તે સુખ મારા મનને તેવી રીતે ખેંચે છે, કે જે રીતે હે નાથ ! તમારા ચરણની સેવા મારાથી નહીં થાય. ઘણું કહેવાથી શુ? જો તમારા ચરણની સેવાનું ફળ હાય, તા તે સેવા અવશ્ય મારા દેહને સદા તે પ્રમાણે ઉપયોગવાળા કરો. આ પ્રમાણે નાથની સ્તુતિ કરીને પરિવાર સહિત, ભક્તિથી ભરપૂર અને ચલાયમાન કુંડલવડે દેદીપ્યમાન ગ'ડસ્થળવાળા તે ધરણેન્દ્ર પોતાને સ્થાને ગયા. પછી મેાક્ષમાગે પ્રવતે લા પ્રાણીઓના સાથ વાહરૂપ ભગવાન પાર્શ્વનાથ સ્વામી પણ દુ:ખે કરીને ચડી શકાય તેવા શુકલધ્યાનરૂપી પર્યંતના શિખર ઉપર ચડ્યા. આ પ્રમાણે કમળના પત્ર જેવા સ્વચ્છ (કામળ) દેહની કાંતિવર્ડ મનેાહર પાર્શ્વનાથ સ્વામીના મોટા ઉલ્લાસ પામતા કલ્યાણુથી ભરપૂર આ ચરિત્રને વિષે શ્રી કનકબાહુ જિનના જન્માદિક મહાત્સવવાળા, કમઠે કરેલા ઉપસવાળા અને દુઃખરૂપી હાથીને નાશ કરવામાં સિંહના બચ્ચા સમાન આ ત્રીજો પ્રસ્તાવ સમાપ્ત થયા.