________________
[ ૧૮૨]
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવ કે જે
જળને અવગાહ(સ્પર્શ) નાશ થવાથી તથા મસ્તક ઉપર રચેલા ફણારૂપી છત્રવડે મોટા મેઘના જળની ધારાને પ્રચાર અટકવાથી તે ભુવનગુરુ વિશેષ કરીને શુભ ભાવ વિકાસ પામવાથી શુભ ધ્યાન ધ્યાવા પ્રવર્યાં. આ રીતે પણ જળની ધારાના સમૂહના પડવાના નિરોધથી ઈષ્યવાળા કમઠના જીવ મેઘમાલીને જોઈને ઉત્પન્ન થએલા મોટા કેપવાળે ધરણુંજ બે કે-“અરે મહાપાપી! સંભાષણ કરવામાં તું સર્વપ્રકારે અયોગ્ય છે, તે પણ તારા હિતને માટે હું તને કાંઈક કહું છું–હે પાપી! કરુણામૃતના સમુદ્ર અને કારણે વિના જ ઉપકાર કરવામાં એકલાલસાવાળા આ ત્રણ ભુવનના પ્રભુને વિષે તે આવું શું કર્યું? હે મૂઢ! જો કે તારા હિતને માટે કાણમાં પેઠેલા સપને દેખાડવાવડે તારા પંચાગ્નિ તપનું મોટું અસારપણું કહ્યું, તે તેમાં પણ તારે કેમ વેર થયું? તું કારણ વિના વેરી છે, અને આ (પ્રભુ) કારણ વિના પરમબંધુ છે, તે પણ તે વૈર કરે છે. અરે અનાર્ય ! તે આત્માને (પિતાને) જાણતા નથી. અથવા તે સપને આપેલું દૂધ પણ વિષપણે પરિણમે છે, તેમ અજ્ઞાની જનને હિતવચન પણ અહિત લાગે, તેમાં શું આશ્ચર્ય ?” આ પ્રમાણે ધરણે છે તેવા કોઈ પણ પ્રકારે કઠોર વચનવડે તેને તિરસ્કાર કર્યો, કે જે પ્રકારે તે પિતાના અંગની ચેષ્ટાવડે અત્યંત વિલખે થયો. અને બીડાતા કમળની જેવાં લોચનવાળા તેણે જગદગુરુને જળની ઉપર મોટા નાળવાળા, કમળ ઉપર રહેલા પગવાળા અને સર્પની ફણાના કરેલા છત્રવડે ઢાંકેલા મસ્તકવાળા જોયા, તથા સમીપે વિસ્તાર પામતાં જળના સમૂહના ચપળ કલ્લોલવડે સ્પર્શ કરાતા શરીરવાળા અને સાઁવડે સેવા કરાતા સમુદ્રના નિલયરૂપ મધુનયન( કૃષ્ણ )ની જેવા જોયા. ત્યાર પછી ચિરકાળના કરેલા વેરથી તેને પશ્ચાત્તાપ થયે, તેથી “અરેરે! મેં આ મોટું અકાર્ય(પાપ) કર્યું' એમ સંતાપ પામ્યું. તેથી પ્રભુના પગમાં પડીને, તેમને ખમાવીને તથા પોતાના દુશ્ચરિત્રની નિંદા કરીને ભગ્નપ્રતિજ્ઞાવાળો તે ( મેઘમાલી ) જેમ આવ્યો હતો તેમ પાછો પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે છાય નગરની જેમ કમઠની કરેલી મેઘની પીડા શાંત થઈ ત્યારે ધરણે ભગવાનને અત્યંત સમાન ચિત્તવાળા જેઈને તથા શઠ કમઠની કરેલી કદર્થના આવી પડવાથી વ્યાકુળ છતાં પણ દયાને કરનારા અને વિશેષ કરીને ધ્યાનના પ્રબંધમાં બાંધેલા અતિ શુદ્ધ મનના પ્રસ્તારવાળા જેઈને ભક્તિના ભારથી (સમૂહથી વ્યાસ અંગવાળો તે ધર પદમાવતી વિગેરે દેવીઓ સહિત પાર્વજિનેવરને પંચાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા કે-“હે નાથ! સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણ વર્ગને આપ પરમ શરણુ છે. સમુદ્રને તરાવવામાં નોકાને છોડીને બીજું કોણ સમર્થ થાય? હે પ્રભુ! તમારા જ્ઞાનગુણના સમૂહનું કીર્તન કરવામાં ઇંદ્ર વિગેરે પણ શક્તિમાન નથી, તે પછી મારા જે સ્વભાવથી જ જડ પ્રાણી શું કીર્તન કરે ? ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષને પણ જીતનારા તમારા દર્શનના પ્રભાવવડે વિચારને પણ ઉલ્લંઘન કરનારા મનવાંછિત પદાર્થો સિદ્ધ થાય છે. આ પ્રમાણે હે દેવ! તમારી સ્તુતિના વિસ્તારમાં મારી બુદ્ધિ