SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાએ કરેલ સમવસરણની રચના. [ ૧૮૫ ] આંગણાના વિસ્તારને રૂંધતા, મનેાહર નેપથ્ય(પેાશાક)ને ધારણ કરનારા, વક્ષ:સ્થળમાં ઉછળતા નિર્માંળ મેાતીના હારવાળા, મનેાહર મુકુટ, કડા, કંદોરા વિગેરે શ્રેષ્ઠ અલ’કારાના સમૂહવડે દેદીપ્યમાન શરીરવાળા અને મત્સ્ય, મગર, સિ'હું, હરણ, શરભ અને શાલ વિગેરે વાહના ઉપર બેઠેલા દેવાના સમૂહથી પરિવરેલા ખત્રીશે ઇંદ્રો ત્યાં આવ્યા. પછી ત્યાં વાયુકુમાર દેવાએ વિષુવેલા પવનવડે તૃણુ અને કચરાના સમૂહ દૂર કરવાથી શુદ્ધ થયેલા, પછી સ્તનિતકુમાર દેવાએ વિકુવેલા મેઘવડે મૂકેલા સુગંધી જળની છટાવર્ડ છાંટેલા તથા પાંચ વણુ વાળા મણુઓના સમૂહથી બાંધેઢી પીઠિકાર્ડ મનેાહર એક ચેાજનપ્રમાણ ક્ષેત્રને વિષે વૈમાનિક, જ્યાતિષી અને જીવનપતિ દેવાએ ત્રણ પ્રાકારની રચના શરૂ કરી. તે કેવી રીતે ? મરકત, કતન, પદ્મરાગ, વજ્ર અને ઇંદ્રનીલ વિગેરે રત્નાવર્ડ ગૌરવવાળા પહેલા પ્રાકાર બનાવ્યા. તથા પ્રલયકાળના પવનવડે ઊડેલા મેરુપર્વતના પરમાણ્વš જાણે મનાવ્યેા હાય તેવા તપાવેલા જાતિવત સુવર્ણના બીજો પ્રાકાર બનાવ્યા. તથા સ્ફટિક રત્નની જેવી નિળ કાંતિવાળા અને અગ્નિમાં નાંખીને શુદ્ધ કરેલા રૂપાની મનહર શિલાવર્ડ ત્રીજો પ્રાકાર બનાવ્યેા. તથા મણના ગેાપુર( દરવાજા ), પુષ્કરણી ( વાવ ), છત્ર, ધ્વજ, વિજય અને વૈજય'તીવડે તે ત્રણે પ્રાકાર અત્યંત સુશેાભિત કર્યાં. તે ત્રણ પ્રાકારની વચ્ચે મેાટા મૂલ્યવાળુ અને સ્કુરાયમાન મણિના પાદપીઠવાળુ' સિ’હાસન વ્યંતરદેવાએ બનાવ્યું. તેના ઉપર ઈશાનેન્દ્રે લટકતા માતીની માળાવાળા, મેાટા અને સૂર્ય ના કિરણેાના વિસ્તારને નિવારણ કરનારા ત્રણ છત્ર બનાવ્યા. તેના ઉપર જિનેશ્વરના શરીરથી ખારગુણા ઊંચા, માટી શાખાઓવાળા અને વિકસ્વર ઘણા પલ્લવાથી શાભતા કકૈલિ (અશેાક) વૃક્ષને સુધર્મના ઇંદ્રે બનાવ્યા. તથા સુવર્ણના કમળ ઉપર રત્નના બનાવેલા ઉત્તમ હજાર આરાવાળું અને આભ્યંતર શત્રુને હણવામાં તત્પર એવું ધ ચક્ર સ્થાપન કર્યું. રણુરણાટ શબ્દને કરતી ઘુઘરીએવાળી નાની ધ્વજાના સમૂહવડે ઘણી શાભાને કરનારા અને જાણે માક્ષમા ને દેખાડતા હાય તેવા મેાટા ઇંદ્રધ્વજને વ્યંતર દેવાએ કર્યા. તથા બીજા પણ ધૂપઘડી, દેવછંદક વિગેરે કરવા લાયક કાર્યો પિતાષને પામેલા વ્યંતર દેવાએ કર્યો. તથા દેવાએ પાંચે વર્ણ ના કલ્પવૃક્ષના પુષ્પાના સમૂહવાળી અને સુગંધને લીધે એકઠા થયેલા ભમરાના સમૂહવડે વ્યાસ મેાટી પુષ્પવૃષ્ટિ કરી. એક ઠેકાણે દેવાની સુંદરીઓવડે માટે મગળના આચાર કરાતા હતા, બીજે ઠેકાણે ખેચરની દેવીએ વિલાસ સહિત નૃત્ય કરતી હતી. એક ઠેકાણે દેવાના કરતાલવડે વગાડાતા મેાટા દુંદુભિનાં શબ્દ થતા હતા, ખીજે ઠેકાણે કિનર દેવાએ આરભેલા શુદ્ધ અને મધુર પંચમ સ્વર નીકળતા હતા. એક ઠેકાણે સ્વામીના ગુણના સમૂહનું કીર્તન કરવા માટે મળેલા ખદીના સમૂહ વાચાળ થયા હતા, બીજે ઠેકાણે તુષ્ટમાન થયેલ દેવના સમૂહ કંઠના દર્દુર શબ્દ કરતા હતા. એક ઠેકાણે પાંચ વર્ણવાળા તફૂલવડે અષ્ટમંગળની આવિલ આળેખી, બીજે ઠેકાણે ગેપુરની બન્ને ૨૪
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy