________________
કુરેશ્વર તીર્થની સ્થાપના અને મેલમાલીએ કરેલા ઉપસગ.
[ ૧૭૯ ]
સંતાપ કરે છે ? કેમકે-પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા ( ખાંધેલા ) કટુ વિપદ્મવાળા પાપને @ાગળ્યા વિના ખીજો કાઇ પણ તેના ક્ષય કરવાના ઉપાય છેજ નહીં. તેથી અહીં રાવાથી શુ ફળ ? કદાચ છેલ્લા સમુદ્ર ( સ્વયંભૂરમણ ) પણ સુકાઇ જાય, મેરુપર્યંત પશુ ચલાયમાન થાય, ભયંકર દાઢાના કુહરવાળા સિંહના મુખને વિષે પણ શયન કરાય, અતિ તીક્ષ્ણ ધારવાળા ખઙ્ગના સમૂહ ઉપર ચાલી પણ શકાય, અને માટી ફ્ાના આટાપવાળા સર્પની સાથે ક્રીડા પણુ કરી શકાય, પર ંતુ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પાપકર્મના સમગ્ર વિપાકનાં પાતે અનુભવ કર્યા વિના સાક્ષાત્ શ્રી જિનેશ્વર પણ સુખે રહી શકતા નથી. ’” આ પ્રમાણે સાંભળીને હું. રાવાથી વિરામ પામ્યા, અને તે મુનિના ચરણમાં નમીને હું પૂછવા લાગ્યા કે–“ હે ભગવાન! કયારે અને કેવી રીતે હુ` સમકિત પામીશ ? ’’ ભગવાને કહ્યું–“અહીંથી મરીને તું રાયપુરમાં પુરાહિતના ઘરની કુકડીના કુકડા થઈશ. પછી ભવિતવ્યતાના વશથી એક વખત ઉદ્યાનમાં વિવિધ પ્રકારના લેાજન તૈયાર કરાવીને કુટુંબ અને પરિવાર સહિત તે પુરાહિત ભાજન કરતા હશે, ત્યારે આમતેમ ભમતા તને પણ કાયાત્સગે રહેલા મુનિના દર્શન થશે. પછી તેની પાસે જતા તને જાતિસ્મરણુ થશે, તેથી અનશન કરીને મરીને તે જ રાયપુર નગરમાં રાજા થઈશ. ત્યાં રાજપાટીએ ગયેલા તું નીલકમળની જેવા શ્યામ, એક હજાર ને આઠ લક્ષણાને ધારણ કરનાર અને અનુપમ રૂપવાળા પાર્શ્વનાથ જિનેશ્વરને જોઈને સમકિત પામીશ. ” આ પ્રમાણે સાંભળીને હેમંત્રીશ્વર! “ આ મહુ સારું થશે, કે જેથી સાક્ષાત્ ભગવાનના દર્શન મને થશે. '' એમ જાણીને હું શાક રહિત થયા. પછી કાળક્રમે હું મરીને કુકડા થયા, અને ત્યાંથી મરીને આ રાજા થયાં. હમણાં માગધના વચનવડે અને પૂર્વ કહેલા લક્ષણ્ણાને જોવાવડે મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી જે સ્થાને ભગવાન કાયાત્સગે રહ્યા હતા, તે ઠેકાણે ઇશ્વર રાજાએ માટા ઉત્સવ કરાવ્યા, ચૈત્ય ભવન કરાવ્યું. અને તેની અંદર તમાલના પણું જેવા શ્યામ ભગવાનના બિંબને સ્થાપન કર્યું. તે ચૈત્યનુ ફ્રુટેશ્વર નામ રાખ્યું અને તે પ્રસિદ્ધિને પામ્યું. તેના સ ંબંધથી તે નગર પણ કુ ટેશ્વર નામે દેશાંતરીમાં પ્રસિદ્ધ થયુ. આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ કુટેશ્વરથી નીકળીને એક ગામથી ખીજે ગામ વિહાર કરતા પૂર્વે કહેલા આશ્રમપદને પામ્યા. ત્યાં ધવ વૃક્ષની નીચે કાર્યાત્સગે રહ્યા. સાતે ભયથી રહિત થયેલા મંદરાચળની જેવા નિશ્ચળ ભુવનનાથ જેટલામાં ધર્મ ધ્યાનનું ધ્યાન કરતા હતા, તેવામાં મેઘકુમારપણે રહેલા પૂર્વે કહેલા કમઠ તાપસ પંચાગ્નિ તપના વિષયવાળા પૂર્વકાળના વેરને સભારીને ભગવાનની ઉપર તત્કાળ ઉત્પન્ન થયેલા માટા કાપવડે રાતા નેત્રયુગલવાળા, ચડાવેલી ભૃકુટિવડે ભયકર અને દુ:ખે કરીને જોઇ શકાય તેવા ભાલસ્થલવાળા ( કપાળવાળા) અને કારણુ વિના જ વેરી થયેલા તે મેટા ક્રોધના વશથી ઘણા પ્રકારની સેકટા કદનાવડે પીડા કરવા લાગ્યા. તે આ પ્રમાણે—
""