________________
[ ૧૭૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
પ્રવેશ કર્યાં, અને ઘરના આંગણાના એક ભાગમાં ઊભા રહ્યા. તેને ધન્ય જોયા. તે વખતે “ અહા ! આ ભગવાનની રૂપસ'પત્તિ કેવી છે? અહા ! લાવણ્ય કેવુ' છે ? અહા ! સ લક્ષણાની સંપ્રાપ્તિ કેવી છે ? અહેા ! કમળના પત્ર જેવી દીર્ઘ દ્રષ્ટિ કેવી છે ? તથા અહા ! સના નેત્રને આનંદ આપનારી તાપિચ્છ તમાલ )ના ગુચ્છ જેવી નિર્મળ શરીરની કાંતિ કેવી છે ? ” એ પ્રમાણે વિસ્મયના રસથી આકુળ થયેલા તે ચિંતવે છે—“ અત્યંત સત્ત્વવાળા, મનેહર શરીરવાળા અનેક સાધુરત્ના અહીં મારે ઘેર આવેલા દેખ્યા છે, પરંતુ મન અને નેત્રને સુખ આપનાર જેવા આ છે, તેવા અહીં મેં કદાપિ જોયા નથી. સંસારસાગરને તરવામાં વહાણ જેવા આ સાધુ વિધાતાએ શુ' મને પ્રાપ્ત કર્યો છે? કે ઇચ્છિત મનેરથાને પૂર્ણ કરવા માટે આ કલ્પવૃક્ષ પેાતે જ શું મારે ઘેર આવ્યા છે ? ’” આ પ્રમાણે માટી ભક્તિના પ્રક થી ઉછળતા રામાંચવાળા તેણે મેટા પ્રયત્નથી ઘી અને મધ ( સાકર ) સહિત પરમાન્ન( ખીર )વડે તેમની ઇચ્છા પ્રમાણે જગદ્ગુરુને પારણું કરાયું ( વહેારાખ્યું ). આ અવસરે પાર્શ્વ પ્રભુના પારણાથી ખુશી થયેલા, આકાશતળમાં રહેલા, “ હેા ! દાન' અહા ! દાન” એમ ખેલતા સુર, અસુરીએ ઘણા સુગંધી જળની વૃષ્ટિ કરી, પાંચ વણુ - વાળા રણુરણુ શબ્દવડે શેાભતા પુષ્પના સમૂહને નાંખ્યા, અને સાડાબાર કરાડ પ્રમાણુવાળી વસુધારા કરી, તથા આકાશના વિસ્તારને ભરી દેતા વાજિંત્રના શબ્દ વિસ્તાર પામ્યા. ત્યાંના રાજાએ તે ધન્યની પૂજા કરી, તથા લેાકાએ તેની પ્રશંસા કરી. આ જ ભવમાં તે નામથી ધન્ય છે એમ નહીં, પણ મેાટી કીર્તિને પામેલા તે અર્થથી પશુ ધન્ય છે, તથા સ'સારસમુદ્રના પારને પણુ પામનારા છે. આ કારણથી જ ચિંતામણિ કલ્પવૃક્ષ અને કામધેનુથી પણ અધિક શ્લાઘા કરવા લાયક સુપાત્રદાન સર્વ જગતમાં મુખ્ય કહ્યું છે. વળી તે ( જીવ ) જ ભવસમુદ્રને તરી ગયા છે, મેાક્ષરૂપી ઘરના એ કમાડના સંપુટ તેના જ ઉઘડ્યા છે એમ હું માનું છું, તેણે જ દુઃખરૂપી વૃક્ષને ઉખેડી નાંખ્યા છે, તેણે જ યમરાજાએ ઉત્પન્ન કરેલ ભયના નાશ કર્યા છે, તથા વિવિધ પ્રકારના વિકલ્પ રહિત (શુદ્ધ) માગે પેાતાના આત્માને જોડ્યો છે. નમતા દેવાના ઉદ્ભટમેટા માણિક્યવર્ડ શાભતા અને વિજયવાળા જે રાજ્યને નિ:શ ંકપણે સ્ત્રČમાં શક્ર ( ઇંદ્ર ) પ્રગટ રીતે ભાગવે છે, પાતાળમાં સર્પાવર્ડ ઘણાં પ્રકારની જેની કીર્તિ ગવાય છે એવા ભુજંગરાજ( ધરણેન્દ્ર) જે રાજ્ય ભાગવે છે, તથા ચક્રવતી આ પૃથ્વીપીઠ ઉપર જે રાજ્ય કરે છે, તે સ દાનનું જ નિર્મળ ફળ છે, વળી હું માનું છું કે-જે આ દાનને વિષે માટા ઉત્સાહને પામતા નથી, અથવા પ્રશસા( અનુમાદના ) કરતા નથી, તથા જેએ આ દાનને માટે ક્રાઇ પણ પ્રકારે મતિને ખાંધતા નથી, અથવા સાંધતા નથી, તે આ સ’સારરૂપી કેદખાનામાં રહેલા માટા પાપરૂપી અગ્નિવર્ડ પીડા પામતા અને પેાતાના આત્માના શત્રુરૂપ મનુષ્યા કઈ કઈ માટી આપત્તિને નહીં પામે ? આ પ્રસગવડે સયું. આ પ્રમાણે મહામા ધન્ય કુલપતિ આ લેાકમાં સુવર્ણના સમૂહના લાભવડે અને શરઋતુના વાદળા જેવી