________________
છે
.
પ્રભુને સપરિવાર કઠિન સાધનાપૂર્વક વિહાર.
[ ૧૩૩ ]
ઉજવળ કાતિના પ્રસારવડે મોટા માહાત્મ્યને પાયે, અને પરલોકમાં પણ તે અવશ્ય કલ્યાણના ખજાનારૂપ થશે. પછી ભાર રહિત થયેલ ભગવાન પાર્શ્વનાથ ત્યાંથી નીકળીને વિશ્વનું મથન (નાશ) કરનાર (નિર્વિઘ)માંથી, નગર અને આકર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. બીજા પણ મુનિઓ જાણેલા સર્વ સાવધના ત્યાગમાં ઉદ્યમવાળા થઈને નિર્દોષ આહારવડે જે રીતે પ્રાપ્ત થાય તે રીતે પારણને કરતા જગદ્દગુરુના ચરણની આરાધના કરવામાં તત્પર થયેલા, સંસારના ભયનો ત્યાગ કરતા અને મનમાં સંવેગને પામેલા (ધારણ કરતા ) તે સર્વે જિનેશ્વરની સાથે જ વિહાર કરતા હતા. પ્રામાદિકની બહાર રહેલા ઉધાનાદિકમાં નિવાસ કરતા, શત્રુ અને મિત્રને વિષે સમાન તથા સુવર્ણ અને પથરના કકડાને વિષે સરખા ચિત્તવાળા તે જગદગુરુ બીજા જનેએ મનથી પણ દુઃખે કરીને આચરી શકાય એવા વ્રતનું પાલન કરવા લાગ્યા. તે આ પ્રમાણે-કઈ વખત તે ભગવાન પથ્થરના સ્તંભ જેવા નિશ્ચળ થઈ, ક્ષુદ્ર ઉપદ્રવના ભયને નહીં ગણકારતા પ્રતિમાને ધારણ કરીને રાત્રિ નિર્ગમન કરતા હતા, કેઈક વખત ચિત્તને અત્યંત નિશ્ચળ રાખીને અને ઇન્દ્રિયના વ્યાપારને રૂંધીને પરમ તત્વના ધ્યાનરૂપી અગ્નિવડે અશુભ કર્મરૂપી કચરાના સમૂહને બાળતા હતા, કેઈ વખત સામાન્ય માણસને દુષ્કર એવા વિરાસન વિગેરે સ્થાને ને અંગીકાર કરી નેત્રાદિકના નહીં ફરકવાવડે પથ્થરની ઘડેલી પ્રતિમાના સદશ પણાને અનુભવતા હતા, તથા કેઈક વખત બહાર ઉગ્ર સૂર્યના તાપવડે અને અંદર દુષ્કર તપના આચરણરૂપી અગ્નિવડે તપતા તે પ્રભુ કમળના પત્ર જેવા કમળ શરીરને તપાવતા હતા, એ રીતે દિવસેને નિર્ગમન કરતા હતા. તથા વળી જેમ સ્તંભને ઉખેડીને, તેમ ગાઢ નેહરૂપી બંધનને તેડીને, મોટા કે પરૂપી અંકુશના ઘાતના સમૂહની અવગણના કરીને, ગર્વિષ્ઠ કામદેવરૂપી માવતના ઉપચારને પ્રતિકૂળ વ્યાપાર કરનાર, માયારૂપી મોટી શૃંખલા(સાંકળ)ની શ્રેણિની તૃણની જેમ અવગણના કરનાર, ભરૂપી લેઢાની બેડીને પણ છેદીને ઝરતા મોટા મદરૂપી મોટા પ્રભાવવાળો, મોટા પરીસહના પ્રતીકારના સમૂહને દૂરથી ત્યાગ કરનાર, રણસંગ્રામમાં રહેલા નિરંતર તરફ દોડતા ઘડેસ્વારોની જેવા મનુષ્યએ ચક્ષુવડે જોઈ ન શકાય તેવો, હૃદયરૂપી આલાન( બાંધવાના
લા)થી દુર્જય રાગાદિકરૂપી પ્રતિગજના સમૂહને નાશ કરનાર, સમગ્ર વિષયરૂપ સમૂહને હણેલા અને મથેલા કરતા, અનુપમ કીર્તિરૂપી ઘંટાના નાદવડે ભુવનના મધ્ય ભાગને પૂરી દેતે, અતિ ગાઢ કર્મરૂપી મોટા વૃક્ષોના સમૂહને મરડી નાંખતે, ખલના રહિત (નિરંતર) પ્રચારવડે (આવવાવડે) સારી રીતે રાજાઓ અને માણસ વડે સન્માન કરતે એવો પ્રભુરૂપી ગંધહસ્તી શીધ્રપણે પૃથ્વી ઉપર વિચારતા હતા. દરેક સમયે શુદ્ધ ભાવનાવડે આત્માને ભાવતા, મોક્ષ અને સંસારને વિષે રાગ કે વિરાગને તે જગન્નાથ કરતા નહતા. આ પ્રમાણે અનિયમિત વિહારવડે વિહાર કરતાં તે મહાત્મા ઘણા ગામ, આકર, નિગમ વિગેરે સંનિવેશવડે રમણીય અને ધન, ધાન્યથી પરિપૂર્ણ લકવાળા અંગ