________________
ધન્ય ગૃહપતિના ધરે પ્રભુએ કરેલ પ્રથમ પારણું.
[ ૧૭૧ ]
કાર્ય કર્યું, સારું કાર્ય કર્યું. પાતાના કુળને કલંક રહિત કીર્તિ રૂપી અમૃતરસવડે ઉજવળ કર્યું. તમારા આત્માને તમે સિદ્ધિરૂપી વધૂના કટાક્ષ નાખવાના પાત્રરૂપ કર્યાં, સ’સારમાં ઉત્પન્ન થતાં દુ:ખાને તમે જલાંજલિ આપી અને કામદેવના પ્રચ’ડ શાસનને તમે ખંડિત કર્યું, કે જેથી દુર વ્રતને ધારણ કરતા તમાએ આ પ્રમાણે આ ત્રિલેાકના સ્વામીની આરાધના આરંભી.” આ પ્રમાણે કહીને પાર્શ્વનાથ પ્રભુના એ ચરણકમળને નમીને રાજા પરિવાર સહિત વારંવાર માટા આશ્ચર્ય રૂપ ભગવાનની દીક્ષા અંગીકારના મહેાત્સવને સંભારતા ઇંદ્રાદિક દેવા સહિત જેમ આન્યા હતા તેમ પાછેા ગયા.
ત્યાર પછી સુરેદ્રો, અસુરેદ્રો અને નરેશ્વરા વિગેરે સર્વે પાત પેાતાને સ્થાને ગયા ત્યારે તારાઆવડે ચંદ્રની જેમ અને કમળાવર્ડ સરાવરના વિભાગની જેમ તે ત્રણસેા રાજકુમાર-સાધુએવડે શેાભતા ભગવાન મેરુગિરિ જેવા સ્થિર થઈને, નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખીને તથા ભુજરૂપી પિરઘને લાંબા કરી કાર્યોત્સર્ગ ઊભા રહ્યા અને ધર્મધ્યાન કરવાને પ્રી ( લીન થયા ). આ પ્રમાણે તે કાચાસગે રહ્યા હતા તેટલામાં જ સૂર્ય અસ્ત પામ્યા. નિર ંતર જતા અને આવતા દેવ અને મનુષ્યના સમૂહના સ્તુતિના વચનવર્ડ પ્રશંસા કરાતા અને સર્વ જીવના સમૂહની રક્ષા કરવામાં તત્પર થયેલા શ્રીપાર્શ્વનાથસ્વામીની રાત્રિ અનુક્રમે પ્રભાતરૂપ થઇ, સૂર્ય મંડળના ઉદય થયા અને પ્રાત:કાળના શીતળ વાયુ વાવા લાગ્યા.
સૂર્ય ના કિરણેાવડે ખીલેલા કમળના કાશમાં પ્રસરતી સુગંધને વિષે આકુળ થયેલા હાવાથી ખીજા પુષ્પાથકી પાછા વળેલા ભમરાના સમૂહ ભમવા લાગ્યા. રાત્રિના સમયમાં ઉત્પન્ન થયેલા માટા દુઃખરૂપી સમુદ્રને તરી ગયેલા ચક્રવાક પક્ષીએ જાણે કે જીવિતને પામ્યા હાય તેમ માટા હર્ષ થી શબ્દ કરવા લાગ્યા. તે જ ક્ષણે ગાઢ અંધકારના સમૂહ નાશ પામવાથી વિકવર થયેલા દિશાઓના મુખ જાણે ભગવાનના દર્શન કરવા માટે પ્રકાશ પામ્યા હાય તેમ પ્રકાશ પામ્યા. આ પ્રમાણે જેમાં સમગ્ર પદાર્થના સમૂહ પ્રગટ થયા છે એવું પૃથ્વીમ’ડળ થયું ત્યારે સમગ્ર પ્રાણીના ઉપરાધ રહિત જગદ્ગુરુ પેાતાની પાસે રહેલા મનુષ્યની રજા લઇને તે આશ્રમપદથી નીકળીને યુગપ્રમાણુ પૃથ્વી ઉપર મૈત્રના ઉપયાગ આપતા આપતા જગતમાં પ્રસિદ્ધ કાયકેટ નામના ગામમાં ગયા. ત્યાં ધન અને ધાન્યની સમૃદ્ધિવાળા, સ્વભાવથી જ દાનની શ્રદ્ધામાં આસક્ત અને સ્વભાવથી જ કરુણાવર્ડ વ્યાપ્ત અંત:કરણવાળા ધન્ય નામના ગૃહપતિ રહે છે. તેને ઘેર તે દિવસે કોઈ વિશેષ પ્રકારના ઉત્સવ હતા, તેથી ઘણી ખીર રાંધી હતી. પછી ઘરના માણસા @ાજન કરવા લાગ્યા. આ અવસરે અઠ્ઠમ તપનું પારણુ કરવાની ઇચ્છાવાળા ભુવનગુરુએ ગોચરીના સમય થયા એમ જાણી શીવ્રતા રહિતપણે અને ચપળતા રહિતપણે મધુકરવૃત્તિવš આહારને માટે ગામની અંદર પ્રવેશ કર્યો, અને વિધિના વશથી તે ધન્યના ઘરમાં