________________
-
-
-
-
-
-
-
-
[ ૧૭૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
દુકુલ વસ્ત્રના છેડાવડે નિષેધ કરતી, મોટા વિરહના દુખના વશથી ઝરતા અને તૂટેલા હારથી ઝરતા મોતીની જેવા સ્થળ અથના બિંદુઓ વડે શેકરૂપી અગ્નિથી તપેલા હૃદયને જાણે સીંચતી હોય, તથા ક્રોધના સમૂહથી વ્યાપ્ત ગળાની નીકવાળી તે ગદગદ્દ વાણીવડે બોલવા લાગી, કે-“હે વત્સ! ત્રણ ભુવનને પ્રકાશ કરનાર કાશ્યપ નામના પવિત્ર ગોત્રમાં તું ઉત્પન્ન થયે છે, જન્મથી આરંભીને જ દેવોએ આપેલા દિવ્ય આહારના સમૂહને તું પામેલા છે. અતિ કોમળ અને મને હર લાવણ્યવડે પૂર્ણ સર્વ અંગની સુંદર લક્ષમી. (શોભા)ને સારભૂત, જરાપણ અનિષ્ટને જેણે નથી જોયું એવા મજબૂત શુભ ચેષ્ટાને પામેલા, કમળ કામદેવના સરખા રૂપવાળા અને અત્યંત મોટા સૌભાગ્યવાળા હે પુત્ર! તું આ દુષ્કર અને ભયંકર પ્રવજ્યાને શી રીતે ગ્રહણ કરી શકીશ (પાળી શકીશ)? હે વત્સ ! જાવજીવ સુધી શુદ્ધ, ઉંછ (વણેલ), તુચ્છ અને નીરસ આહાર હમેશાં ભેજન કરવાનું છે, તે પણ સદ્ધર્મના ભરવા માટે છે. તેમાં હંમેશાં બાવીશ પરીસહાને સહન કરવાના છે, અને ગામ, નગર તથા આકર વિગેરેને વિષે મમતાપણું ત્યાગ કરવા લાયક છે. વળી હે વત્સ ! વીરાસન વગેરે વિવિધ પ્રકારનો કાયક્લેશ સહન કરવાને છે, અત્યંત પીડા પામ્યા છતાં પણ જરાપણુ પ્રમાદ કરવો નહીં. તથા આ જગતમાં ગ્રામકંટક પણ દુખે કરીને સહન થાય તેવા ઘણા સંભવે છે, તેને ગણકાર્યા વિના જ રાધાવેધને જીત. હે વત્સ! સર્વ ભાવને જાણનારા તારી પાસે મારે વધારે શું કહેવું ? તેવી રીતે કોઈ પણ પ્રકારે અહીં તારે યત્ન કર, કે જે પ્રકારે શીધ્રપણે તું મેક્ષને પામે.” ત્યારે “હે માતા ! હું તે પ્રમાણે જ કરીશ.” એમ જગદગુરુ તેના વચનને અંગીકાર કરી, સિદ્ધ ભગવાનને સમ્યક્ પ્રકારે નમસ્કાર કરી.
સર્વ સંગને ત્યાગ કરીને હવે હું ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવધને ત્યાગ કરું છું.” એમ બેલીને પ્રતિજ્ઞારૂપી પર્વતના શિખર ઉપર ચડ્યા. પછી અતિ સ્નિગ્ધ (કમળ-ચીકાશ. શવાળા) અને લાંબા મસ્તકના કેશના સમૂહને દૂર કરતા (લેચ કરતા) જગદ્દગુરુની પાસે ઇંદ્ર આવીને નમસ્કાર કરીને દેવદૂષવડે તે કેશને સમૂહ ગ્રહણ કરવા લાગ્યા. તથા સુર, અસુર, વિદ્યાધર અને ખેચરના સમૂહ આકાશતળમાં રહીને જય જય શબ્દ બોલવાપૂર્વક મને હર સુધી ગંધવૃષ્ટિને અને ચૂર્ણવૃષ્ટિને મૂકવા લાગ્યા. લોચનું કાર્ય સમાપ્ત થયું ત્યારે તે કેશના સમૂહને ઈંદ્ર ક્ષીરસાગરમાં નાંખે. બાહા અને અત્યંતર આવરણ(પરિગ્રહ)ને ત્યાગ કરતા ભગવાનના અંશસ્થળે (ખભા ઉપર) લાખ સુવર્ણના મૂલ્યવાળું એક દેવદૂષ્ય દેવેદ્ર મૂછ્યું. તે વખતે ભગવાનને માર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી જગદ્ગુરુના દીક્ષા ગ્રહણને અનુસરવાવડે તે ત્રણ સો રાજકુમારોએ કેશને. લેચ કરવાપૂર્વક “આ ભગવાન જે કરશે, તે અમે પણ કરશું.” એમ બોલીને પ્રવજ્યા અંગીકાર કરી. તે વખતે અશ્વસેન રાજાએ “અહો ! આ દુષ્કર કરનારા છે.” એમ જાણી તે સર્વેની પ્રશંસા કરી, કે–“ અહા ! હે મહાયશવાળા ! તમે આ સારું