________________
-
---
[ ૧૫૮ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ કે જે :
uly)
પણ આ મંત્ર ધારણ કર્યો હોય છે, તે પણ જલદીથી સગતિને પામે છે. તેમાં આશ્ચર્ય શું છે? જેમ સમુદ્રમાં વહાણ ભાંગી જાય ત્યારે તેનું એક પાટિયું ગ્રહણ કરાય છે, અથવા અગ્નિવડે ઘર બળતું હોય ત્યારે તેમાંથી જેમ મહારત્ન ગ્રહણ કરાય છે, અથવા મોટા કૂવા વિગેરેમાં પડનારાઓ કેઈનું આલંબન કરે છે તેમ પંચ નમસ્કારને જે ગ્રહણ કરે તો શું સિદ્ધ ન થાય? પ્રાણીહિંસાદિકમાં આસક્ત થયેલા પણ અને સપુરુષની ચેષ્ટાનો ત્યાગ કરનારા પણ મનુષ્યો મરણ સમયે આ મંત્રનું સ્મરણ કરવાથી અવશ્ય દેવસંપદાને પામે છે. જ્યાં સુધી નવકાર મંત્રનું સમરણ કર્યું નથી ત્યાં સુધી શત્રુ, મરકી, ચેર, રાઉલ, શાકિની, વેતાલ, ભૂત અને રાક્ષસ વિગેરે લોકોને બિવરાવે છે. જેઓના મનરૂપી પટ્ટને(પાટિયાને ) વિષે આ મંત્ર ટાંકણુવડે કતરેલાની જેમ વર્તે છે, ત્યાં સુધી તેઓને આ ભવ અને પરભવ સંબંધી ભય પાસે પણ આવી શકતા નથી.” આ પ્રમાણે સર્પને પંચ નવકાર આપ્યા પછી તે મરણને પામ્યો, ત્યારે તરત જ લેકેએ જગદગુરુને સાધુકાર આપે તે આ પ્રમાણે –
અહો! આ મોટું કેતુક છે, કે આ જગતમાં ધર્મ પરમાર્થને જાણવામાં કોણ સમર્થ છે ? તથા આ પ્રમાણે વિસ્તારથી કહેવાને પણ કેણુ સમર્થ છે? કયા બીજા પુરુષની આવી સ્વાભાવિક દયા દેખાય છે? અથવા લેકના લેચનને આનંદ આપનારું આવું અદભુત રૂપ કેને હોય છે તેથી કરીને અશ્વસેન રાજાના કુળને વિષે નિર્મળ ચંદ્ર સમાન અને પાખંડીના મતરૂપી અંધકારનો નાશ કરવામાં અત્યંત પ્રચંડ તેજવડે સૂર્ય સમાન આ પાર્શ્વકુમાર જય પામે છે, જેથી કરીને આવા પ્રકારના પુરુષરૂપી રત્નવડે આ લેક શોભા પામે છે, તેથી કરીને જ સુર અસુરોને પણ વખાણવા લાયક અને પાસે જવા લાયક છે. જે આ કુમાર આવ્યા ન હોત, તે આવા પ્રકારના મિથ્યાષ્ટિના કહેલા કુમાર્ગથી દુઃખી થયેલ આ લેક પાતાલમાં(નરકમાં) ગયે હેત.” આ પ્રમાણે ભુવનપ્રભુના સત્ય ગુણના કીર્તનવડે સંતાપ પામેલે અને લજજા પામેલ શઠ(મૂM) કમઠ તાપસ તે સ્થાનથી ચાલે ગયે. સ્વભાવથી જ કુટિલ પાપી ને સન્દુરુષને સંગમ પણ નિષ્ફળ થાય છે, કેમકે સન્માર્ગ દેખ્યા છતાં પણ તે કમઠને મહાદુઃખ થયું. આ પ્રમાણે તે કમઠ અત્યંત વ્યાકુળતાને પામીને તથા પોતાના વિશ્વાસથી કષ્ટ કરીને અત્યંત દુષ્કર અજ્ઞાન તપ કરીને કાળધર્મ પામીને ભુવનપતિને વિષે મેઘકુમાર નિકાયની મળે મેઘમાલી નામને દેવ ઉત્પન્ન થયે. ત્રણ ભુવનને પ્રકાશ કરનાર પાશ્વ ભગવાન પણ બદિના સમૂહવડે સ્તુતિ કરાતા, નગરજને વડે લાઘા કરાતા, સેંકડો અંગુલિવડે પરસ્પર દેખાડાતા, ચેખાથી મિશ્ર કરેલા પુષ્પાંજલિવડે પૂજાતા, ઘણી વાર દર્શન થયા છતાં પણ પૂર્વે જાણે બિલકુલ ન દેખ્યા હોય, તેમ ભુવનની ઉપરની ભૂમિકા(માળ)માં રહેલી નગ રની સ્ત્રીઓએ આદર સહિત વિકસ્વર નેત્રવડે જેવાતા, અસંખ્ય શંખ, કાહલા, તિલિમ, હક્કા, હુડક અને દુંદુભિ વિગેરે વાજિંત્રના શબ્દવડે સહિત (શોભતા) તથા અનેક ભટ,