________________
(
શ્રી પાર્શ્વકુમાર પ્રત્યે ઉદ્યાનપાલકનું વસંતઋતુ વર્ણન અને ઉદ્યાન આગમન. [ ૧૫૯ ].
૧૫.૫
ચક્કર, કિંકર, ચાકર(વિદૂષક), પીઠમક, પસાય અને વિત્તગ વિગેરેથી પરિવરેલા પિતાની નગરીમાં પેઠા. પછી ત્યાં મહેલની બારી પાસે સ્થાપન કરેલા મણિપીઠ ઉપર બેસીને વિવિધ ક્રીડાવડે રમતા તેના દિવસે જવા લાગ્યા. પછી કઈ વખત મલય પર્વતના વાયુની પ્રેરણાથી જેમાં વૃક્ષની લતાઓને સમૂહ ઉછળતું હતું, પડતા પાટલા પુષ્પના સમૂહવડે પૃથ્વીતળ ઢંકાઈ ગયું હતું, વિકસ્વર નવા આમ્રની મંજરીના સમૂહરૂપી ધૂળ વડે આકાશતળ વિસ્તાર ધૂસર વર્ણવાળો થયો હતો, મધથી મત્ત થયેલા ભમરાના ગુંજારવવડે દિશાઓના આંતરા વાચાળ થયા હતા, કેયલના સમૂહના મધુર શબ્દ સાંભળવાથી પથિક જને ત્રાસ પામતા હતા, તથા કરૂબકના પુપના સમૂહથી મુગ્ધ કુલંધકને સમૂહ વ્યાકુળ થયા હતા, એ વસંત ઋતુને સમય આવ્યે. તે જણાવવા માટે ઉદ્યાનપાલક ભગવાનની પાસે આવ્યા. બકુલની માળા અને આંબાની મંજરી તેની પાસે મૂકીને તથા તેના ચરણકમળને નમીને વિનંતિ કરવા લાગ્યા, કે-“હે દેવ! કૃપા કરીને વનની લક્ષમીને તમે જુઓ.” ત્યારે તેના વચનના આગ્રહથી પ્રભાવતી વિગેરે પ્રધાન લેકવડે અનુસરતા ભગવાન હાથણીના સ્કંધ ઉપર આસન બાંધીને બેઠા. બને બાજુએ રહેલી સ્ત્રીઓના હસ્તકળવડે લીલા સહિત ચામરવડે તે વિંઝાવા લાગ્યા, તથા આગળ વાગતા વાજિંત્રના શબ્દવડે આકાશના આંગણાના વિસ્તારને જાણે પૂરતા હોય તેમ ઉદ્યાનમાં પહોંચ્યા. પછી વનની શોભા જેવા માટે હાથણ ઉપરથી નીચે ઊતર્યા, અને પગે ચાલીને તે વનની અંદર ચાલ્યા. તે વખતે ઉદ્યાનપાલકે વિનંતિ કરી કે-“હે દેવ! આ તરફ વનની શોભાને જુઓ, સુવર્ણને આભરણની જેવા કરણના પુષ્પવડે સંપદાને પામેલ આ ઋતુ શોભે છે. અને આ બીજી તરફ હે દેવ! જુઓ, કે પુરુષના સમૂહથી નમેલી શાખા અને પ્રતિશાખાવાળા આ વૃક્ષે કલકંઠના(કેયલના) શબ્દવડે તમારું સ્વાગત કરતા હોય તેમ શોભે છે. હે પ્રભુ! આ તરફ કિંશુક પુના સમૂહથી શોભતી આ વૃક્ષની શ્રેણિ કુસુંબી વસ્ત્ર સહિત જાણે તમારું મંગળ કરતી હોય તેમ શેભે છે. હે જગન્નાથ! આ તરફ આ મહિલકાના સમૂહ સુગંધમાં અંધ( વ્યાસ) થયેલા ભમરાઓના શબ્દવડે જાણે તમને પરિહાસ (હાય-હર્ષ) આપતા હોય તેમ શેભે છે. આ તરફ વાયુના ભયથી પૂજેલા કેલની ધૂળવડે ધવલ(ત) થયેલ અશોકના પત્ર મદિરાથી મત્ત થયેલ સ્ત્રીના કટાક્ષવડે ક્ષોભ પામ્યા હોય તેમ શોભે છે. વળી આ તરફ જુઓ, કે-પતિ ઉપર કપ પામેલી સ્ત્રીથકી હૃદયને ક્ષોભ જેને ઉત્પન્ન થયો છે એ માત વૃક્ષના ભંગના પવન જે કોયલને શબ્દ વિસ્તાર પામે છે. તથા તિલક વૃક્ષવડે ઉજજ્વળ અને વિકસ્વર કમળના રસવડે સુરભિ ગંધવાળા મધુ(વસંત)લક્ષમીના મુખમાં ગીતની જે ભમરાને શબ્દ સંભળાય છે. આ પ્રમાણે હે નાથ! સ્ત્રીના વિલાસથી ચંચળ થયેલ નેત્ર જેવા (રૂપી) પત્રવડે પલ્લવિત થયેલ હોય તેવા ભુવનમાં વિસ્તાર પામેલ આ ઉત્તમ વસંત સમયને તમે જુઓ.” આ પ્રમાણે ઉદ્યાનપાળે તેમને વૃક્ષને સમૂહ દેખાડ્યો, તેને આમતેમ જોતાં જોતાં