________________
પાર્શ્વ કુમારે જણાવેલ જીવદયાનું સ્વરૂપ અને સપને સભળાવેલ નવકારમંત્ર [ ૧૫૭ ]
એ જ ઉચિત છે. અથવા પેાતાના આત્માને જહણવા એ જ ઉચિત છે. બીજા નિરપરાધી જજંતુઆને હણવાથી શું ફળ મળે ? કેમકે બીજાને હણવાથી આત્માને મેાટુ' દુ:ખ જ થાય. જેમ પોતાના વિનાશમાં ઘણું દુઃખ છે, તેમ બીજાને હણવામાં પણ તેને ઘણું દુ:ખ થાય છે, એમ પોતાના અનુમાનથી જાણીને જીવિતની ઈચ્છાવાળા સર્વ પ્રાણીઓનું રક્ષણ કરવું, તે જ શ્રેષ્ઠ ધર્મ છે; તેા પછી અનર્થ કરનાર આ પંચાગ્નિ તપવડે શું ફળ છે? દરવાજા વિનાના નગરની જેમ અને મૂળ વિનાના માટા વૃક્ષની જેમ દયા વિનાના ધર્મ કડાહ્યા પુરુષાની પ્રશંસા પામતા નથી. જેમ ખીજ વિના ધાન્ય થતું નથી, અને જેમ સૂત્ર વિના વસ્ત્ર ખનતું નથી, તેમ જીવદયા વિના ધર્મ શી રીતે આત્માને પામે ? જેમ નાયક વિનાના રથ, હાથી, અશ્વ અને સુભટના સમૂહથી મળેલુ` સૈન્ય પણ દુષ્ટ લેાકેાવડે જલદી હણાય છે, તેમ દયા વિનાના ધર્મ પણ હણે છે. આ જગતમાં સ જીવેાને સમિતની ભાવનાવડે ધર્મ પ્રાપ્ત થાય છે, કેમકે સમતિ વિનાની ક્રિયા કાગડાના પુષ્પની જેમ નિષ્ફળ છે. દુ:ખથી ભય પામતા અને સુખના અભિલાષી એવા જીવાને વિષે ધર્મના અથી પુરુષા આ પ્રમાણે દુઃખ ઉત્પન્ન કરે તે કેમ યુક્ત હાય ? જો કદાચ જીવના વધ કરવામાં ધર્મ માનવામાં આવે, તેા મચ્છીમાર વિગેરે લેાક નિરંતર તેમાં જ આસક્ત છે, તેથી તે સદ્ગતિને પામે. તેથી હે તાપસ ! અગ્નિના કુંડમાં ઇંધણા સળગાવવાનું કાર્ય તુ શીઘ્ર તજી દે, કેમકે તે ચર અને અચર સર્વ જીવાના વિનાશનું કારણ છે. ” આ પ્રમાણે સાંભળીને કઢ( કમઠ ) ઋષિએ કહ્યું કે “હું. મેટા રાજપુત્ર ! હાથી, અશ્વ વિગેરેના ગુણુદેાષ જોવામાં તમારી જેવાની બુદ્ધિના પ્રક ડાય છે, પરંતુ ધર્મશાસ્ત્રના વિચારમાં હાય નહીં, તેથી તમારે અહીં શુ ખેલવું? જેમાં જેના વિષય ન હાય, તેને તે વિષયને ખેલવાથી શુ ફળ ત્યારે ભગવાને કહ્યું કે-“હે મહાનુભાવ, આ શુ' અન્યથા( અસત્ય ) છે? અગ્નિ શુ... જીવના ક્ષય કરનાર નથી? જો તમને વિશ્વાસ ન હેાય, તેા પ્રત્યક્ષ જીએ, હું તમને દેખાડુ'. એમ કહીને ભુવનગુરુએ અર્ધ મળેલું માટુ કા અગ્નિકુંડમાંથી કઢાવી ચતુર પુરુષના હાથે પથ્રુવડે જલદીથી બે ભાગ કરાવ્યા. તે વખતે તેમાંથી મળતા શરીરવાળા, ઘૂમના સમૂહથી વ્યાકુલ નેત્રવાળા અને માકી રહેલા અલ્પ જીવિતવાળા સર્પનીકળ્યે. ત્યારે માટી દયાને વશ થયેલા મનવાળા અને સર્વ પ્રાણીઓના સમૂહનું રક્ષણ કરનારા ભગવાને તે સર્પને પાંચ નવકાર મંત્ર સંભળાવ્યેા. ત્યારે લઘુક પણાએ કરીને તે સર્પ એકાગ્ર ચિત્તવડે અમૃતની જેમ તેને શ્રવણપુટવડે પીધેા( સાંભળ્યેા ). તે મંત્ર ભાવનાના પ્રભાવે કરીને તે મરણ પામીને ભવનવાસી દેવાને વિષે ધણુ નામે સર્પરાજ ઉત્પન્ન થયા, જેથી કરીને પાપી પતંગને ખાળવામાં અગ્નિની જ્વાળા જેવા આ મંત્ર છે, તેથી મરણ સમયે દ્વાદશાંગીને તજીને આનું જ સ્મરણ કરવામાં આવે છે. જેમ વધતા વૈરીવાળા, અજ્ઞાની અને મનમાં ભયથી આતુર થયેલા મનુષ્યા ગૌરવપણાએ કરીને અમાઘ શસ્ત્રને ધારણ કરે છે, તેમ આ મંત્ર ધારણ કરવા. વિવેક રહિત જે તિય ચાએ
""
""