________________
--
-
---
--
-
-
-
-
- -
-
- -
-
-
-
[ ૧૫૪].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ ? પ્રસ્તાવ 2 જો :
સ્થાન તરફ ચાલ્યા. પછી પ્રસેનજિત રાજાએ પણ પ્રથમ પિતાના વિરહથી સંભવતા ઉછળતા નેત્રની અશ્રુધારાવડે ધવાયેલા મુખવાળી પ્રભાવતીને મધુર વચનવડે શાંત કરી, તથા સમયને ઉચિત શિક્ષા(ઉપદેશ) આપી. પછી ભગવાને નેહવાળી ચક્ષુ નાંખવાપૂર્વક સારી રીતે સન્માન કરીને તેમને વિદાય કર્યા, ત્યારે તે ભગવાનના ભુવનને વિષે અદ્ભત રૂપને, અનુપમ લાવણ્યને, અન્ય રાજાના સુભટના સમૂહના સામર્થના પરાભવને, ચંદ્રની કાંતિને, તુચ્છ કરનાર અનુપમ કીતિને, અત્યંત મોટા સૌભાગ્યને તથા અમૃતની વૃષ્ટિ જેવી નાંખેલી દષ્ટિને વારંવાર પ્રશંસવા લાગ્યું. તથા “પુણ્યના રાશિરૂપ આ ભગવાનના દર્શન મને ફરીથી કયારે થશે?” એમ વિચારીને સંતાપ કરે અને કંઠને પાછો વાળી પાર્શ્વકુમારને વારંવાર જતો તે રાજા મહાકઇથી પિતાના નગરમાં ગયા.
ભગવાન પણ અનુક્રમે ચાલવા લાગ્યા. માર્ગમાં જૂદા જૂદા નમતા સીમાડાના રાજાના મુગટના મણિના કિરણોની શ્રેણિવડે વ્યાપ્ત ચરણવાળા, ઘણું ચાલવાથી થાકી ગયેલા મનુષ્યના સમૂહને શરણ આપતા, તથા અતિ કરુણુ યુક્ત ચક્ષુ નાંખવા માત્રથી જ પરસ્પર વિરુદ્ધ લોકેના સંતાપને નાશ કરતા તે પ્રભુ વાણારસી નગરીની પાસેના (સીમાડાના) ઉદ્યાનમાં આવ્યા. તે વખતે કુમારના આવવાથી તુષ્ટ થયેલા અશ્વસેન રાજાએ નગરીમાં મહત્સવ કરાવ્યું. ફરકતી વિચિત્ર વિજા બાંધેલા મેટા સેંકડો વાંસવડે સહિત, કંકુના રસથી છાંટેલા માર્ગને વિષે પાંચ વર્ણના પુષ્પોના સમૂહ વિખેર્યો, બળતા સુગંધી શ્રેષ્ઠ ધૂપના ધૂમાડાથી આકાશ વ્યાપ્ત થયું, મંચ અને અતિમંચ ઉપર નાચ કરતી સુંદરીના સમૂહવડે મનહર દેખાવા લાગ્યું, ઠેકાણે ઠેકાણે લટકાવેલા મુતામણિના હારવડે દિશાઓ શોભવા લાગી, કોયલના કંઠના અને કિન્નરના એકીસાથે ગાયનના શબ્દ ઉછળતા હતા, દરેક ઘરનાં દ્વારના તારણે ઉપર બાંધેલી વંદન માળાવડે શોભિત થયું, તથા પર્વત જેવા ઊંચા દેવાલય ઉપર મોટું નાટક થવા લાગ્યું. આ પ્રમાણે નગરીની મોટી શોભા કરાવીને અશ્વસેન રાજાએ શુભ મુહૂર્ત વખતે મોટી વિભૂતિથી પ્રવેશ કરાવ્યા. કુમારે નગરીમાં પ્રવેશ કર્યો તે વખતે વિલાસ કરતી અને મનહર રૂપવાળી સ્ત્રીઓને આ પ્રમાણે વિવિધ પ્રકારના કામદેવના વિકાર થયા
મંડન સમાપ્ત થયા વિના પણ ઉલ્લાસ પામતા મોટા રોમાંચવાળી કુમારને જોતી કઈ સ્ત્રીની સખીઓએ ગુપ્ત રીતે હાંસી કરી, “અરે મૂઢ! પગમાં પડેલા કંદરાને પણ તું શું દેખાતી નથી?” એમ કુમારને જોવા માટે આતુર થયેલી બીજીને તર્જના કરી, “હે સખી! શું આ કામદેવ સહિત સાક્ષાત રતિ જાય છે? ના, એમ નથી. ત્યારે શું વિખણની સાથે સાક્ષાત લક્ષમી દેખાય છે? ના, આ સર્વ મિથ્યા છે. પરંતુ તે આ પૃથ્વી પર પ્રસિદ્ધ પાર્શ્વકુમાર છે, અને આ કુમારે પિતાના હાથવડે ગ્રહણ કરેલી (પરણેલી) જે પ્રભાવતી તે જ આ છે. હે સખી ! તમાલપત્રના જેવી શ્યામ પાર્શ્વના શરીરની કાંતિની છટા (સમૂહ) વડે સહિત શંકરના હાસ્ય જેવી ઉજવળ દેવી પ્રભાવતીની પ્રજા તે યમુના નદીના જળવડે