________________
.
પ્રભુને પાંચમો ભવ–મભૂતિના જીવની વિષમદશા.
[ ૧૨૫ ]
શરીરનો ત્યાગ કરી તે ઋષિ દશમાં પ્રાણુત ક૯૫ નામના દેવલોકમાં મહાપ્રત નામના વિમાનને વિષે વીશ સાગરોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. તે સિંહ પણ આવા પ્રકારના મોટા પાપને તથા અનેક પ્રાણીઓના સમૂહના ક્ષયને કરીને પોતાનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે મારીને પંકપ્રભા નામની પાંચમી નરકપૃથ્વીને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળો નારકીરૂપે ઉત્પન્ન થયે. ત્યાં વિવિધ પ્રકારના દુસહ મોટા દુઃખના સમૂહવડે નિરન્તર વ્યાકુળ મનવાળા, દરેક ક્ષણે પૂર્વે કરેલા કાર્યની નિંદા વડે સંતાપને પામેલ, કેદખાનામાં નાંખેલાની જેમ અને વજન પાંજરાની અંદર રૂંધેલાની જેમ કોઈ પણ પ્રકારે મોટા કલેશ વડે મલિન થયેલ તે આયુષ્યને ભેગવવા લાગ્યો. પછી કાળના ક્રમવડે તે ભવનું આયુષ્ય ક્ષીણ થયું ત્યારે ત્યાંથી નીકળે તો તે તથા પ્રકારની ભવિતવ્યતાના વશથી તિર્યંચ યોનિ વાળા જળચર, સ્થળચર અને ખેચરને વિષે તથા નિદિત (અધમ) મનુષ્ય કુળને વિષે મુનીશ્વરને વિનાશ કરવાથી ઉપાર્જન કરેલા પાપરૂપી મોટા વૃક્ષના કડવા ફળના વિપાકને અનુભવવા લાગ્યા. તે આ પ્રમાણે –
કોઈ ઠેકાણે તીક્ષણ અગ્રભાગવાળા ખથી હણ, કેઈ ઠેકાણે કરવતવડે તેનું શરીર ફાડ્યું, વળી કોઈ ઠેકાણે પ્રલય કાળના અગ્નિ જેવા દેહના દાહથી હણ, કેઈ ઠેકાણે પરાધીન શરીરવાળો તે ભૂખ્યા સિંહના બાળકવડે કેળિયે કરાયે, કઈ ઠેકાણે મોટા કઢવડે હાથ, પગ અને નાસિકાને અગ્રભાગ નાશ પામ્યા, કેઈ ઠેકાણે આકાશથી પડેલી વીજળીના તાડનવડે ઇંદ્રિયોનો પ્રચાર નાશ પામ્ય, કેઈ ઠેકાણે દુષ્ટ શિકારી પશુવડે તેના શરીરના કકડેકકડા થયા, કોઈ ઠેકાણે સુધાથી પીડા પામેલ તે મોટી તૃષાથી ચેતના રહિત થયો. કોઈક ઠેકાણે કાપણીથી કપાયો અને ભાલાથી ભેદાયો, અને કઈ ઠેકાણે દુષ્ટ દષ્ટિવિષ સવિડે તેનું વિત હરણ કરાયું. આ પ્રમાણે મુનિને મારવાથી ઉત્પન્ન થયેલા પાપવડે પરાધીન તે મરણને પામ્યો. ત્યારપછી વિવિધ પ્રકારના તીક્ષણ અસંખ્ય દુઃખને સહન કરવાના વશથી ઉત્પન્ન થયેલા કર્મના લઘુપણાએ કરીને કોઈ એક દેશમાં જન્મથી આર. ભીને ગરીબ અવસ્થાવાળા બ્રાહ્મણના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ પૂર્વના બાકી રહેલા દુષ્કર્મ વડે તે ઉત્પન્ન થયે કે તરત જ તેના માતા, પિતા, ભાઈ અને પાસે(નજીક)ને સ્વજનવર્ગ નાશ પામ્યો; તેથી કરુણાના સમૂહવડે ભરાયેલા મનવાળા તે દેશના વજનેએ તેને કેઈપણ પ્રકારે જીવાડ્યો. તે બાળપણને વિષે લોકોએ આનાદરથી કહેલ (સ્થાપન કરેલા) કંઠ એવા નામે કરીને પ્રસિદ્ધિ પામે. પછી બાળપણને ઓળંગીને મોટા કલેશના પ્રયત્નના વશથી પ્રાણવૃત્તિને કરતે તે યુવાવસ્થાને પામે. ત્યારે વિષવૃક્ષની જેમ ઉદ્વેગ કરનાર અને સમગ્ર જનેએ નિદેલે તે દિવસને છેડે આહારને પામતો હતે. પછી કોઈ વખત મોટા શણગાર અને શ્રેષને પવડે આચ્છાદન કરેલા શરીરવાળા, થોડા પ્રયાસ માત્રથી જ ઇચ્છિત પદાર્થના સમૂહને પ્રાપ્ત કરતા, મનોહર શંકરના હાસ્યના જેવા વેત પ્રાસાદને વિષે છુખશયામાં રહેલા, અનેક કિંકર અને મધુર બોલનારા મનુષ્યના સમૂહ