________________
[ ૧૩૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ જો :
તે ઋષિના ઘાતરૂપ પાપકર્મના સમૂહને વારંવાર નવા કરતે, અનેક રૂરૂ, વિરૂક, હરિ ( સિંહ), હરણ અને રીંછને ભાલાવડે મારીને શરીરનું પિષણ કરતે, તે જ ભાવમાં ઉત્પન્ન થયેલા જવર, શ્વાસ, કાસ, ઉઘાડે કોઢ વિગેરે મોટા રેગના સમૂહવાળો તે મરીને સાતમી નરકપૃથ્વીને વિષે રૂય(રૌરવ) નામના નરકાવાસમાં નારકીપણે ઉત્પન્ન થયે. ત્યાં તે ઘણા પ્રકારના દુઃખને અનુભવવા લાગ્યો. તે આ પ્રમાણે–અતિ મોટા મુદગરના ઘાતવડે ઘેઘુર, ઉગ્ર વેદનાથી હણાયેલ( દુઃખી), હા! હા! હા! હા! હા! એમ નિરંતર આકંદના નિર્દોષને કરતે, અત્યંત તપાવેલ શુળના અગ્રભાગરૂપી ખીલાવડે સર્વ અંગે ખીલાતો (વ્યાપ્ત), નેત્રને મીંચવા જેટલો કાળ પણ સુખના લેશને નહીં પામતે, “લાંબા કાળને વિષે અનિષ્ટ અને કઠોર પાપ મેં શું કર્યું હશે કે જેથી આવું અતિ તીક્ષણ દુઃખ મને પ્રાપ્ત થયું?” એમ વારંવાર બોલતે, આ પ્રમાણે તે મહાપાપી વિશ્રાંતિ રહિત તેવા પ્રકારની અસાતવેદનીને પાયે, કે જે કેવલજ્ઞાની જ જાણવાને કે કહેવાને સમર્થ હાય. આ પ્રમાણે નિરંતર પ્રસરતા મોટી વેદનાના સમૂહવાળા પિતાના આયુષ્યને પૂર્ણ કરી રૌરવ નામના નરકાવાસથી ઉદ્ધરીને (નીકળીને) તે ક્ષીરગિરિ ઉપર ગુફાના મધ્ય ભાગમાં રહેલી સિંહણના ઉદરને વિષે સિંહપણે ઉત્પન્ન થયે. ક્રમે કરીને વૃદ્ધિ પામતા સર્વ અંગે પાંગવાળે, દેદીપ્યમાન અને ભયંકર કેસરાની છટાના આડંબરવડે શોભતા કંધરાના પ્રદેશવાળો, મોટા પુછડાની છટાવડે તાડન કરેલા પૃથ્વીપીઠથી નીકળતા મોટા નિઘષવડે દિશાઓના આંતરાને બધિર(બહેરા) કરતે, કિંશુકનાં મુખ જેવા રાતા નેત્રવાળે, હાથીના અંકુશના આકારવાળી મોટી દાઢાના સમૂહવડે દુખે કરીને જોઈ શકાય તેવા મુખવાળા તથા અનેક પ્રાણી ઓના સમૂહનો ઘાત કરવાવડે પ્રાણવૃત્તિને કરતો તે કઈપણ દેવગવડે ગયેલા દિવસે માંસને આહાર પ્રાપ્ત નહીં થવાથી મોટી ઉછળતી સુધાથી ઉત્પન્ન થયેલ વિશેષ પ્રાણને મારવાની ઈચ્છાવાળો થઈને ભેજનને માટે પ્રાણી વિશેષને જેવા માટે આમતેમ ભમતે તે પ્રદેશને પાયે, કે જ્યાં તે શ્રેષ્ઠ રાજર્ષિ કાત્સર્ગ રહેલા હતા. તે ઋષિને જોઈને પૂર્વ ભવમાં ઉત્પન્ન થયેલા વેરના અનુબંધવાળા, દરેક ક્ષણે કરેલા ગુંજારવવડે પર્વતની ગુફા, કુહર અને વનના મધ્ય ભાગને પૂરતા તથા પગને લાંબા વિરતારતા તે સિંહને જોઈને તે મુનીશ્વરે વિચાર્યું, કે- “ખરેખર આ મને મારવાને ઇચ્છાવાળે છે, તેથી જેટલામાં હજુ સુધી મારામાં બળ અને પરાક્રમ છે, તેટલામાં મારે આગાર રહિત પચ્ચખાણ કરવું એગ્ય છે.” એમ વિચારીને તેણે સર્વ આહારને ત્યાગ કર્યો, સિદ્ધની સાક્ષીએ આલોયણ દીધી, સમતા ભાવનાને ભાવવા લાગ્યા, અને શુભ અથવસાયને પામ્યા. તે વખતે તેને તે સિંહે ભયંકર હરતની ચપેટાવડે પૃથ્વીપીઠ ઉપર પાડી દીધા, અને તીફ બાણની જેવા તીકણ નવડે તેને ફાડી નાંખ્યા. તે વખતે ઉત્તમ સમાધિવડે
૧ કેશડાના.