________________
પ્રભુને પાંચમે ભવ-તીર્થ કરવામગોત્રનું બાંધવું. [ ૧૨૩ ]
~~ ~~~~ ~~ કલેશવાળા, દુર્ગધવાળા તથા રૂધિર, અસ્થિ, માંસ અને પિત્તાદિક ધાતુથી અતિ વ્યાપ્ત આ અધમ શરીરના વિષયને પામેલા મને લીંબડાને વિષે નિંબકીડાની જેમ આ શરીરને વિષે પણ પ્રીતિ ઉત્પન્ન થઈ. જો કે વિવિધ પ્રકારના શસ્ત્રોથી ઉત્કટ રૂપી
ઢાઓના સમૂહવડે રક્ષણ કરાયેલા પણ અને મોટી ઋદ્ધિને પામેલા પણ દેવેંદ્રો યમરાજવડે હરણ કરાય છે, તે પછી સાર રહિત હાથી, અશ્વ અને સેવકે વિગેરેવડે અમારા જેવાની શી રક્ષા કરાય ? તેથી આ ગ્રહવાસને મોહ અનુચિત છે. જે જીવે આ નિસાર શરીરવડે સારભૂત ધર્મને ઉપાર્જન કરે છે, તે જ આ જગતમાં ધન્ય છે, અને તેઓનો જ મનુષ્ય જન્મ સફળ છે. આ પ્રમાણે તેને શુભ પરિણામ વિશેષ વિકાસ પામે, તેથી કનકપ્રભ નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને, સર્વ સામંત અને મંત્રીના સમૂહને સમજાવીને, નગરના અને દેશના પ્રકૃતિ(પ્રજા): લેકને ખમાવીને, ઈચ્છાથી પણ વધારે દાન અપાવવાવડે યાચકના સમૂહને પ્રસન્ન કરીને તથા તે કાળને ઉચિત સમગ્ર કાર્ય કરીને કેટલાક રાજપુત્ર સહિત તે ચક્રીએ તીર્થકરની પાસે પ્રવ્રયા ગ્રહણ કરી. છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિવિધ પ્રકારના દુષ્કર તપ કરવામાં તત્પર, ગુરુકુળમાં આસક્ત, ગ્રામ અને આકર વિગેરેમાં પ્રતિબંધ રહિત વિહારવડે વિચરતા, સુધા અને પિપાસા વિગેરે બાવીશ પરિષહોને સહન કરવામાં એક (અદ્વિતીય) ધીર તથા શત્રુ અને મિત્રને વિષે સમાનપણું ધારણ કરતા તે ચક્રી મુનીશ્વર કાળને નિર્ગમન કરવા લાગ્યા. તથા વળી અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રત અને તપસ્વીને વિષે એકચિત્તવડે જ હંમેશાં અતુલ્ય વાત્સલ્યને પ્રકાશ કરતા, જ્ઞાનમાં ઉપયોગી ચિત્તવાળા, દર્શન, વિનય, અવશ્ય કૃત્ય અને શીલ વ્રતને વિષે નિરંતર અતિચારનો ત્યાગ કરતા, ક્ષણ લવ તપના વિધાનમાં અને ત્યાગમાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરતા, તથા વૈયાવૃત્ય અને સમાધિ કરવામાં દઢ રાગવાળા, અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવામાં અને ભક્તિમાં સમ્યક પ્રકારે જોડાયેલા તથા શાસનની પ્રભાવનાને પણ શક્તિ પ્રમાણે કરતા, દુષ્કર તપવિશેષવડે શુષ્ક શરીરવાળા અને મહાસત્વવાળા તે મહાત્માએ તીર્થંકરનામત્રવાળું શુદ્ધ કર્મ બાંધ્યું. આ પ્રમાણે શુભ પ્રકૃતિના સમૂહને નિકાચિત કરતા અને એક ગામથી બીજે ગામ વિચરતા તે એકદા ક્ષીરવન નામના મોટા અરણ્યમાં પ્રાપ્ત થયા, અને ત્યાં ક્ષીરગિારને તટે સૂર્યની સન્મુખ નિમેષ રહિત નેત્રને સ્થાપન કરી તથા મન, વચન અને કાયાના વ્યાપારને રૂંધીને કાર્યોત્સર્ગે રહ્યા.
આ અવસરે તે પૂર્વે કહેલ કુરંગક નામને વનચર મરુભૂતિનો જીવ કાત્સર્ગ રહેલા વજનાભ નામના ઋષિપણે વર્તતા તેને બાણના પ્રહારવડે હણીને “અહા ! હું મોટા ધનુષ્યને ધારણ કરનાર છું.” એમ પિતાને માનીને મોટા હર્ષને પામતે, દરેક ક્ષણે
૧. લીંબડામાં રહેલ કડે.