________________
પ્રભુનો પાંચમો ભવ-ચક્રવર્તીનું ભવનભાનુ તીર્થકરની દેશના શ્રવણ કરવા જવું. [ ૧૨૧ ]
કળશવડે તથા એક સે આઠ ચંદનના કળશવડે તે ચક્રવતીને બાર વર્ષ સુધી મહારાજાને અભિષેક કર્યો. પછી અભિષેકનો ઉપચાર પૂર્ણ થયા પછી સર્વ રાજાઓએ મોટા મૂલ્ય વાળા ભેટણ કર્યા. પછી ચક્રવર્તીએ દૂર દેશથી આવેલા રાજાઓને ઉચિત સત્કારવડે સન્માન કરીને જેમ આવ્યા તેમ વિદાય કર્યા. પછી સમયને અનુસરીને અનુપમ લાવણ્યવડે શોભતી, સુંદર રૂપવડે દેવસુંદરીને હસનારી, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી અને અભગ્ન(પરિપૂર્ણ) સોભાગ્યરૂપી ગુણે કરીને અલંકૃત ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે પિતે દેવના વૈભવ જેવું દિવ્ય વિષયસુખને ભેગવત, ચોદ મહારત્નના, નવ મહાનિધિના, બત્રીસ હજાર રાજાઓના, છનું હજાર આકરના, બત્રીસ હજાર નગરના, દરેક રાશી લાખ હાથી, અશ્વ અને રથના, ત્રણસો ને સાઠ સુથારના(સુતારના), તથા બીજા અનેક, ભટ, ભેજક, મંત્રિ, માંડલિક, અને કૌટુંબિકના અધિપતિપણાને પાલન કરતા, અનેક રત્નોથી બનાવેલા વિચિત્ર મનહર અને ઉછળતા વેત વજપટના આપવાળા વૈજયંત નામના મોટા પ્રાસાદમાં રહેત, બત્રીશ પ્રકારના નાટકને જેતે, પાઠકેવડે કીર્તન કરાતે, ચિત્રવિચિત્ર ભીંત ઉપર આલેખ કરાત અને કીર્તિને સાંભળતો તે ચક્રી પાતાળમાં નાગરાજની જેમ મોટા સુખવડે કાળને નિર્ગમન કરતો હતો. એક દિવસ પ્રાસાદના ઉપલા ભાગમાં રહેલા તે મહાત્માએ નગરથી દૂર દિશાઓના મંડપને ઉદ્યોત કરતા, આકાશમાં મળેલા રત્નના વિમાની શ્રેણિના પટલ( સમૂહ )વાળા અને ઊડતા તથા પડતા દેના સમૂહને જોયે. તેથી મનમાં તીર્થંકરના આગમનની સંભાવના કરતે, મોટા વિલં. બને પામેલ અને તત્કાળ જાણે બંધનથી મુક્ત થયેલ હોય તેમ પોતાના આત્માને માનતે તે કનકબાહુ ચક્રવતી રાજેશ્વરી, શ્રેણી, સેનાપતિ અને મંત્રી વિગેરે ઘણું જનોથી પરિવરેલે ભગવાન ધર્મવર તીર્થકરને વાંદવા માટે ચાલ્યા. અનુક્રમે નગરના મધ્યભાગે ચાલતો તે સમવસરણમાં પહોંચે. તે વખતે દૂરથી જ સમગ્ર રાજચિહ્નોને મૂકીને મોટા વિનયવડે ત્રણ પ્રદક્ષિણપૂર્વક ભગવાનને વાંદીને તથા ગણધરાદિકને યથાયોગ્ય નમીને ઉચિત સ્થાને બેઠે. તે વખતે જળવાળા મેઘના શબ્દ જેવા સ્વરવડે, શરણે આવેલા જીવોના મનને સંતોષ પમાડનારી વાણીવડે ભગવાને ધર્મદેશના શરૂ કરી. તે આ પ્રમાણે-“આ અસાર સંસારમાં એક ધર્મને મુકીને બીજું કાંઈ પણ સારભૂત નથી, તેથી આ લેકે કેમ નિરર્થક ખેદ કરે છે ? સંસારના કાર્યમાં અવશ્ય માણસો લાગે છે, પણ ધર્મને વિષે લાગતા નથી. પરંતુ આ ધર્મમાં લાગેલા પ્રાણીઓના દિવસે નિષ્ફળ જતા નથી. તેના વાંછિત અર્થ સિદ્ધ થાય છે, અત્યંત દુઃખથી સહન કરી શકાય તેવા સંસારને ભય પણ નાશ પામે છે, અને કેદખાનામાં બાંધેલાની જેમ કામ અને કષારૂપી પિશાચો પ્રાપ્ત થતા નથી. તથા ભયંકર ઇંદ્ધિરૂપી સુભટો પણ ફટાટોપને( ઉદ્ધતાઈને)
૧. ખાણવાળા ગામ વિશેષ. ૨. જેની આસપાસ ગામ ન હોય તે મબ, તેને સ્વામી.