________________
[ ૧૨૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
ઉગેલા અને લખેલા હજાર કુંભથી પણ વધારે શાલિ(ખા)ના સમૂહવડે શાંત ક્ષુધાવાળા લોકો થયા. તેની સાથે જ ચક્રવતી પોતાના ઘરની જેમ ત્યાં રહ્યો, અને જળના વિકારથી ઉત્પન્ન થયેલા કાંઈ પણ દુઃખને પામ્યા નહીં. ત્યારપછી સાતમે દિવસે અગ્ય કાળે જળને સમૂહ પડવાથી કેપ પામેલા ચક્રવતીએ કહ્યું કે-“અરેરે ! કોણ મહાપાપી મને આ પ્રમાણે ઉપદ્રવ કરવા પ્રત્યે છે? શું તેને નિગ્રહ કરવામાં કોઈ પણ સમર્થ અહીં નથી ?” તે સાંભળીને સોળ હજાર યો પરિકર (કેડ) બાંધીને મોટા ક્રોધથી વૃદ્ધિ પામતા ઈષ્યના ઉત્સાહવાળા થઈને મેઘ વિગેરેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે એક ક્ષણમાત્રમાં જ જીતાયેલા તે મઘ વિગેરે દે નાશી ગયા. તે વખતે તેઓને યક્ષોએ કહ્યું કે-“અરે! તમે દુર્વિનયને ત્યાગ કરીને જાઓ અને ચક્રવતીની સેવા માને (અંગીકાર કરો). નહીં તો તમારું જીવિત રહેશે નહીં, કેમ કે તેણે અમને પણ જીતી લીધા છે.” આ પ્રમાણે સાંભળીને તરત જ સર્વ ઑછો એકઠા થઈને, પોતાના સ્કંધ ઉપર કુહાડા સ્થાપન કરીને અને છૂટા કેશ મૂકીને નિ:શ્વાસ નાખતા મોટા હાથી, અશ્વ અને રત્નોની ભેટ આપીને તે ચક્રવતીને નમ્યા, અને “હે દેવ! તમે જ અમારૂં શરણ છે.એમ બોલતા તેઓએ તેની સેવા અંગીકાર કરી. તે વખતે ચક્રવતીએ તે સ્વેચ્છ જનો સાથે સંભાષણ કરીને અને તેઓને વિદાય કરીને પછી સિંધુ નદીના દક્ષિણ ખંડને સાધવા માટે સેનાપતિને આજ્ઞા કરી ત્યારે પૂર્વની જેમ તે સર્વ સાધીને તથા જીતીને આવ્યો. તે વખતે ચક્રવતી ખંડ ગુફા પાસે હતો. પછી ગંગાના ઉત્તર ખંડને તથા સ્વેચ્છના સૈન્યને જીતીને સેનાપતિ ચકવતીની પાસે આવ્યા, તે વખતે ચકવતીએ વિદ્યાધરને લય કર્યા. વૈતાઢ્ય પર્વતની અને શ્રેણિમાં તે વિદ્યાધરે રહેતા હતા. તેની સાથે એવી જાતને તેને કે સંગ્રામ થયો, કે જેને કહેવાને શેષ નાગ પણ સમર્થ ન થાય. તેઓ પણ સેવક થયા. પછી શીધ્રપણે ખંડ ગુફાને ઓળંગીને ગંગાને કાંઠે ચક્રવર્તીએ નવ મહાનિધાન પ્રાપ્ત કર્યો. પછી ગંગા નદીના સામા તીરના ખંડને પણ સેનાપતિએ છો. આ રીતે જીતવા લાયકને જીતીને ચક્રવતીએ છએ બંડ સાધ્યા. તે ચક્રીએ કેટલાક રાજાઓને રાજ્યથી ભ્રષ્ટ કરીને પાછા રાજ્ય પર સ્થાપન કર્યા, કેટલાકને દંડ કર્યો અને કેટલાકના જીવિતના હરણ કરવાથી વિધુર કર્યા. એ રીતે તેનો ઉત્કર્ષ વૃદ્ધિ પામ્યો. પછી મોટા દાન અને ભેગથી સંતુષ્ટ થયેલા બંદી જનોએ જેના વિજય, યશ અને પ્રભાવની આઘોષણા કરી હતી એ તે ચક્રવત મોટા વિસ્તારથી પિતાના નગરમાં આવ્યો. તેના આવવાથી મનમાં અત્યંત હર્ષથી ભરપુર થયેલા લોકેએ તે કેઈક પૂરતો મહોત્સવ કર્યો, કે જે કહેવાને પણ સામાન્ય માણસ શક્તિમાન ન થાય. પછી શુભ દિવસે બત્રીશ હજાર રાજાઓએ પોતાના કિંકરો પાસે મોટા તીર્થમાં ઉત્પન્ન થયેલા જળ, સર્વ ઔષધીઓ, તથા સરસ કમળ શતપત્ર, જાઈ, જુઈ, વિગેરેના પુષ્પ મંગાવ્યા. ત્યારપછી એકસો આઠ સુવર્ણના કળશવર્ડ, એકસો આઠ મણિમય કળશવડે, એક આઠ રૂપાના