________________
કનકબાહુનું છ ખંડનું સાધવું
[ ૧૧૯ ]
પામ્યા અને આ શું અનિષ્ટ થશે? એમ સંતાપને પામીને જેટલામાં રહે છે, તેટલામાં વાયુએ ઉડાડેલા અનેક મગર, વાનર, સિંહ, તાલ, ગરૂડ અને વટ વગેરે મોટા ચિહેના વિસ્તારવડે જાણે આકાશતળને આચ્છાદન કરતું હોય, કુદતા મોટા અશ્વની કઠણ ખુરાના પ્રહારવડે પૃથ્વીતળને જાણે જર્જરિત કરતું હોય, અને અસંખ્ય શંખના શબ્દથી મિશ્ર ક્ષેરિના ભાંકારવડે દેદીપ્યમાન વાજિંત્રના શબ્દવડે આકાશને જાણે એક શબ્દમય દેખાડતું હોય, તેમ ચક્રવતીનું અગ્ર સૈન્ય પ્રાપ્ત થયું. તે સૈન્ય આવેલું સાંભળીને સ્વેચ્છાએ બન્નર પહેર્યા, હાથમાં વિવિધ પ્રકારના શસ્ત્ર ધારણ કર્યા, ગર્વના અત્યંતપણાથી શત્રુના સમૂહને તૃણના લવની જેવા અસાર (તુચ્છ) માનવાથી અવગણના કરતા તેઓ મોટા સંભભાવથી એકઠા થઈને યુદ્ધ કરવા પ્રાપ્ત થયા. પ્રથમના યુદ્ધના રસથી ઉલ્લાસ પામતા બળવાળા તે સ્વેચ્છાએ ચકવતના અગ્રસન્યને પરાભવ કર્યો તે વખતે તીક્ષણ બાણના સમૂહવડે અધવારને પ્રચાર રંધા, શૂન્ય આસનવાળા હાથી અને રથ સર્વ દિશાઓમાં પલાયન કરવા લાગ્યા, દ્ધાઓને સમૂહ કાંતિ રહિત (કાળા) મુખવાળે અને મોટા સામંતો અવળા મુખવાળા થયા. આ પ્રમાણે પિતાના સૈન્યને નિર્બળ જોઈને સેનાપતિ અશ્વરત્ન ઉપર ચડ્યો, અને ચક્રવતીના હાથથકી કરવાલ રન લઈને “અરે રે! દુષ્ટ આચારવાળા! મારાથી તમારું જીવિત રહેશે નહીં” એમ મોટા સંરંભવડે બોલતે તે તેવા પ્રકારે સ્વેચ્છના સૈન્યને હણવા લાગે, કે જે પ્રકારે થાડા માત્ર કાળમાં જ સૂર્યના કિરણોથી હણાયેલા અંધકારના સમૂહની જેમ, ગરૂડના ચંચુપુટવડે ભાગેલા ગર્વવાળા સના કુળની જેમ અને સિંહની કરચપેટાવડે પીડા પામેલા હરણના સમૂહની જેમ તે સૈન્ય ચોતરફ નાશી ગયું. પછી તે છ લોકો ગર્વને ઉત્સાહ ભગ્ન થવાથી તેને હણવાને અસમર્થ થવાથી ભય પામીને દૂર જતા રહ્યા. - ' પછી નદીને કિનારે રહીને, વિનયથી નગ્ન થઈને અને આહારનો ત્યાગ કરીને મેઘ વિગેરે દેવોની આરાધના કરવા પ્રવર્યા. ઊંચા મુખવાળા (ચિત્તા), વસ્ત્ર રહિત અને તેમાં જ એક ચિત્તવાળા તેઓ એટલામાં ત્રણ દિવસ સુધી રહે છે તેવામાં આકાશમાં રહેલા દે આ પ્રમાણે બોલ્યા કે “તમે અમને શામાટે સંભાર્યા છે? તે કાર્ય અત્યારે કહે.ત્યારે તેઓએ નમીને કહ્યું કે “તમે આ અમારા શત્રુના સૈન્યને હણ” ત્યારે મેઘ વિગેરે દેએ કહ્યું કે “આ કનકબાહુ ચક્રવતી મહાપ્રભાવવાળે અને મહાબળવાળે છે, તેને હણવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી. જો તમે કહે, તે માત્ર અમે વર્ષાદનો ઉપસર્ગ તેને કરીએ.” ત્યારે તેઓએ કહ્યું કે-“ભલે, એમ પણ હે.” ત્યારે તે દે ગયા અને મુશલ(સાંબેલા)ના પ્રમાણવાળી જળધારાવડે તેઓ કોઈ પણ રીતે તે પ્રમાણે વરસાવવા લાગ્યા, કે જે પ્રમાણે ચક્રવતીએ ચર્મરત્ન ઉપર તે સમગ્ર સન્યને સ્થાપના કરી અને ઉપર બાર યોજન વિસ્તારવાળા રચેલા છત્રને સ્થાપન કર્યું, તેટલા પ્રમાણમાં જ સર્વ સૈન્ય ચિંતા રહિત થઈને રહ્યું. ત્યાં ગાથાપતિએ તે જ દિવસે વાવેલા,