________________
[૧૧૮]
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ પ્રસ્તાવ 2 જો :
જુએ છે, તેવામાં લખેલું ચક્રવત્તીનું નામ જોયું. ત્યારે તેના કોપને વિકાર શાંત થયે, તત્કાળ આસન ઉપરથી ઉઠીને પૃથ્વીતળ ઉપર મોલિમંડળને નમાવત તે બાણને નમસ્કાર કરી તથા વિવિધ પ્રકારના રત્નના આભરણેને ગ્રહણ કરીને ચક્રવતીની પાસે ગયા. તેના પગમાં પડીને બાણ તથા આભરણે આપીને કપાળતળ ઉપર હસ્તકમળના કેશને આરોપણ કરીને બોલવા લાગ્યો કે-“હે દેવ ! હું તમારો પૂર્વ દિકપાળ કિંકર છું, હંમેશાં મને આજ્ઞા આપીને મારા પર અનુગ્રહ કરો, ત્યારપછી ચક્રવતીએ તેને અઠ્ઠાઈ મહોત્સવ કરી તેને રજા આપી પોતે વરદામ નામના તીર્થાધિપતિ દેવને ઉદ્દેશીને ચાલે. તે દેવ પણ પૂર્વ પ્રમાણે જાણીને આવીને તેના પગમાં પડ્યો, તેને ખમાવીને, રત્નના આભરણે આપીને તથા તેની કરેલી પૂજાને મહિમા અંગીકાર કરીને પિતાને સ્થાને ગયો. ફરીથી ચક્રવતી ચતુરંગ સૈન્ય સહિત અશ્વના છેષારવ, રથના ઝણઝણાટ અને હાથીના ગરવના નાદવડે મંદરાચળ પર્વતથી મથન કરતા સમુદ્રની શંકાને કરતે પૂર્વને અનુક્રમે પ્રભાસ તીર્થના અધિપતિને આજ્ઞા માનનાર કરીને વૈતાઢયગિરિની ગુફાને આશ્રીને ચાલ્યા અને ઘણા હાથી, અશ્વ, રથ અને દ્ધાના સમૂહથી પરિવરેલા (સહિત) વિજયસેન સેનાપતિને સિંધુ નદીની સામે કાંઠે રહેલા ઑછના ખંડને સાધવા માટે મોકલ્યા અને પિતે વૈતાઢ્યગિરિના નિતંબ પ્રદેશમાં વમય ગાઢ કમાડના યુગલવડે દ્વારના પ્રવેશને રૂંધનાર તિમિર ગુફાને લક્ષ્ય કરીને સ્કંધાવારને સ્થાપન કરીને રહ્યો. સેનાધિપતિ પણ ચર્મરત્નને વહાણને આકારે કરીને તેમાં ચતુરંગ સેનાને બેસાડીને સુખે કરીને સિંધુ નદીને ઉતર્યો. પછી મહાબળવાળા, મહાપરાકમવાળા અને સર્વ દેશની ભાષા જાણવામાં નિપુણ એવા તે સેનાપતિએ સ્વેચ્છના મોટા સૈન્યને હણેલા અને મથન કરેલા પરાક્રમવાળું કર્યું, તેથી તે સ્વેચ્છાએ તેની સેવા અંગીકાર કરી, મોટા હાથી, અશ્વ અને રત્નકેશ તેને આયે, ત્યારે તેમનું સન્માન કરીને તથા તેમને મેગ્ય સ્થાને સ્થાપના કરીને તે સેનાપતિ પાછો ફર્યો અને ચક્રવતીની પાસે આવ્યો. તેમના ચરણકમળમાં પ્રણામ કરીને સ્વેચ્છના વિજયની વધામણી તેણે આપી, અને લે છોએ આપેલા હસ્તી, અશ્વાદિક તેને સંપ્યા.
હવે વૈતાલ્યની ગુફાના બે કમાડને ઉઘાડવા માટે ચક્રવતીએ વિનયથી નમ્ર અને મસ્તકવડે આજ્ઞાને અંગીકાર કરનાર તે સેનાપતિને મોકલે. ત્યારે તેણે ત્રણ ઉપવાસ કરીને, ડરત્ન ગ્રહણ કરીને કમાડના સંપુટને તાડન કર્યું, તેથી તે સંપુટ શબ્દ કરતું ઉઘડી ગયું. પછી તેની અંદર ઉન્મજ્ઞા અને નિમગ્ના એ બે નદીની ઉપર વધકિરને રાખેલા કાફલકની ઉપર ચાલવાવડે ચક્રવતીના સૈન્ય પ્રવેશ કર્યો. પિતાના ઘરની જેમ તે ગુફામાં પચાસ એજનને ઉલ્લંઘન કરીને સુખથી ચક્રવતીઓએ વૈતાલ્યની ગુફાને ઓળંગી. પછી વૈતાઢ્યની ઉપરના ભાગમાં (ઉત્તર દિશામાં) રહેલા મનુષે પ્રથમ જ રૂધિરની વૃષ્ટિ, દિશાનો દાહ અને પૃથ્વીકંપ વિગેરે સેંકડો ઉત્પાતને જોઈને ભય પામ્યા, ઉદ્વેગ