________________
(ા
• કુલપતિ ને કનકબાહુનું મિલન અને પદ્દમા સાથે પાણિગ્રહણ.
[ ૧૧૫]
પાલન કરતી તે અહીં રહી. પછી તે આઠ વર્ષની થઈ ત્યારે વૈરાગ્યને પામેલી રત્નાવળીએ તાપસીવ્રત અંગીકાર કર્યું. પછી પદ્માને તેના મામા કુલપતિએ કળાનો સમૂહ ભણા
ક્રમે કરીને તે યુવાવસ્થાને પામી, ત્યારે તેને વકલનો વેષ પહેરાવીને મને રક્ષણ કરવા માટે સેંપી. ત્યારપછી મુનિકન્યાઓની સાથે વૃક્ષોને સીંચવાના વિનાદવડે દિવસો પસાર કરવા લાગી. પછી કઈ દિવસે અનેક સાધુઓથી પરિવરેલા, દિવ્ય જ્ઞાનરૂપી નેત્રવાળા, માન અને મદનને જીતનાર તથા મિત્ર અને શત્રુને વિષે સમદષ્ટિવાળા એક મુનીશ્વર આ આશ્રમ પ્રદેશમાં પધાર્યા. તેમને વિનયથી મરતક નમાવીને કુલપતિએ પ્રણામ કર્યા, અને આદર સહિત પૂછયું કે- હે ભગવન્! આ પદુમાં કેની પત્ની થશે?” ત્યારે ભગવાને કહ્યું કે “કનકબા ચક્રવતી અશ્વવડે હરણ કરાયેલે અહીં આવીને પોતે જ તેને પરણશે.” આ પ્રમાણે સાંભળીને કનકબાહુ “આ મારો પરિશ્રમ સફળ થયે.” એમ માનીને બેલવા લાગ્યો કે “હે ભદ્રા ! હમણાં ભગવાન કુલપતિ કયાં વતે છે? તે તું કહે, કે જેથી તેના ચરણકમળના દર્શનવડે હું મારા આત્માને પવિત્ર કરૂં.” ત્યારે તે બોલી કે-“ભગવાન કુલપતિ ગામ તરફ જવાને ચાલેલા તે દિવ્ય જ્ઞાની મુનીશ્વરને અનુસરણ કરવા માટે (વળાવવા માટે ) ગયા છે. ” આ અવસરે એક વૃદ્ધ તાપસી જલદી ત્યાં આવી, અને કહેવા લાગી કે-“હે ચંદ્રોત્તર ! આ બાલિકાને લઈને તું જલદી આવ. ભગવાન કુળપતિને આવવાનો અવસર થયે છે.તે વખતે અશ્વના માર્ગને અનુસરતા-દોડતા અવની કઠણ ખુરાના શબ્દ સાંભળવાવડે સૈન્યનું આવાગમન ધારીને રાજાએ કહ્યું કે-“પ્રથમ તે તું ઇચ્છિત કાર્ય કરવા માટે જા. હું પણ આ આશ્રમના ઉપરોધ રહિત પિતાના સૈન્યને પડાવ કરવા માટે જાઉં છું.” પછી તે મધ્યમ વયની તાપસી વક્રનેત્ર(દષ્ટિ)ના નાંખવાવડે દિશાઓના મુખને વ્યાસ કરતી, કામદેવના બાણના નાંખવાવડે હૃદયમાં વ્યાકુળ થયેલી, કંધરા(ડોક)ને પાછી વાળતી વારંવાર પાછળના ભાગમાં (રાજાની સન્મુખ) જેતી, વૃક્ષની છાયામાં વિશ્રાંતિના મિષવડે કાળક્ષેપને ઈચ્છતી, તથા ગુરૂના આગ્રહથી મંદ મંદ પગલા ભરતી એવી તે પદ્દમાને મુશ્કેલીથી આશ્રમમાં લઈ ગઈ. તે રત્નાવળીએ તેને સર્વ વૃત્તાંત કહ્યો. કુળપતિ પણ તત્કાળ સમગ્ર વૃત્તાંત જાણીને “અહો ! ભગવાન મુનિરાજનું વચન સત્ય જ થયું.” એમ વિચારીને સંતેષ પામીને બોલવા લાગ્યો કે
એક તે ચારે આશ્રમના ગુરૂ મહાભાગ્યવાન ચક્રવતી પોતે જ અશ્વના અપહારથી આ અમારા આશ્રમને પ્રાપ્ત થયા. વળી બીજું એ કે-તે પદમાના પતિ થવાના છે, તેથી તે અર્થદાન(પૂજા)ને લાયક છે. કેમકે અતિથિનું પૂજન તાપસનું મૂળ(પ્રથમ) વ્રત શાસ્ત્રમાં કહ્યું છે. આ વાત સર્વેએ અંગીકાર કરી. ત્યારે રત્નાવળી, પદ્દમા અને નંદેત્તરા સહિત કુળપતિ કનકબાહુ રાજાની સમીપે ગયા. ત્યારે રાજા તેમની સન્મુખ ઊભે થયો. પછી રાજાએ તેની ઉચિત પૂજા કરી અને સુખાસન આપ્યું, ત્યારે પરિવાર સહિત