________________
[ ૧૧૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
46
આ સમયે તેણીની મુખકમળની સુગધથી આકુળ થયેલ એક ભમરા ‘આ કમળ છે' એમ માનતા હસ્તતળના પવનડે દૂર કરાતા છતાં પણ તેણીને પીડા ઉત્પન્ન કરતા જેટલામાં સમીપપણાને નથી મૂકતા, તેટલામાં તેણીએ કહ્યું કે-“ હું સખી ! રાક્ષસ જેવા આ દુષ્ટ ભમરાથી મારૂં રક્ષણ કર, રક્ષણુ કર. ” ત્યારે તેણીએ કહ્યું કે “ તારૂ રક્ષણુ કરવામાં કનકખાડું રાજા વિના બીજો કાણુ સમય હાય ? તેથી જો અવશ્ય તારે રક્ષણનુ કાર્ય હાય, તા જલદીથી તેને જ અનુસર ( પાસે જા ). ” તે સાંભળીને આ મારા પ્રસ્તાવ આ ” એમ વિચારીને વ રક્ષણ કરતા આ તપાવનમાં આને ખાધા કરનાર કાણુ છે ? ” એમ ખેલતા અનુપમ રૂપ અને લાવણ્યવાળા તે રાજા એકદમ પ્રગટ થયા. તેને તરત જ જોઈને તે બન્ને ભયના વશથી કાંઇ પણ મેલી નહીં, અને તેના કાંઇપણ ઉચિત ઉપચાર કર્યા નહીં. તેા પણ રાજાએ તેમને કહ્યુ કે “ તમારું તપ અનુષ્ઠાન નિર્વિઘ્નપણે શું ચાલે છે?” ત્યારે ધૈર્યનું આલેખન કરીને મધ્યમ વયવાળી તાપસીએ કહ્યું કે–“ હે મહારાજા ! કનકબાહુ રાજા સમર્થ છતાં ઇચ્છિત ક્રિયાના સમૂહમાં વિઘ્ન કરવા માટે મનથી પણ કાણુ સમર્થ થાય? કેવળ આ મુગ્ધા પુષ્પના ભમરાથી પીડા પામતી “ રક્ષણ કર, રક્ષણ કર” એમ ખેલવા લાગી છે. ” ત્યારપછી તમાલ વૃક્ષની નીચે તેણીએ આપેલા આસન ઉપર રાજા બેઠા. પછી મધ્યમ તાપસીએ તેને પૂછ્યું કે-“ મહાનુભાવ! અનુપમ આકૃતિના મેાટાપણાને લીધે દેખાઓ છે કે તમે સામાન્ય માણસ નથી, તા વિશેષ જાણવામાં ચપળ થયેલું મારું મન કાંઇક પૂછવા ઇચ્છે છે, કેકયા ગાત્રને ( વંશને ) તમે શેાભાળ્યું છે ? અને કયા નગરને પેાતાના ચરણુ મુદ્રાના સ્થાપનવડે પવિત્ર કયું છે ? ” આ સાંભળીને રાજા “ હું પાતે મારા આત્માને શી રીતે કહું ? અથવા શી રીતે સવ( ઢાંકું ) ? ” એમ વિચારીને ખેલવા લાગ્યા કે—“ હું ભદ્રે! સુરપુરના સ્વામી શ્રી વજાબાહુના પુત્ર, કનકબાહુના પરિગ્રહમાં હું રહું છું. તેની આજ્ઞાથી આ આશ્રમવાસી લેાકના વિઘ્ન કરનારને નિવારણુ કરવા માટે અને નવા ચેાગના દન માટે હું અહીં આવ્યા છું. બીજા કાઇ કારણથી આવ્યા નથી. ” આ પ્રમાણે સાંભળીને પ્રથમ વયવાળી તાપસી ‘તે જ આ રાજા છે’ એમ જાણી હુ પામી અને તરત જ મુખકમળને વિકવર કરતી ત્યાંથી ગઇ. હવે રાજાએ બીજીને કહ્યું કે—“ શા કારણથી આ માળાને અયેાગ્ય અને કઠણુ વલ્કલના વેષ ધારણ કરવામાં જોડી છે ? ” ત્યારે દુ:ખ સહિત નિશ્વાસ નાંખીને તે ખેલી કે—“ સાંભળેા. રત્નપુરના સ્વામી ખેચરાધિપની રત્નાવળી નામની ભાર્યાને વિષે પદ્મા નામની આ પુત્રી ઉત્પન્ન થઇ છે. મેટા અનુભાવવાળી આ પુત્રીના જન્મ પછી તરત જ તેના પિતા મરણ પામ્યા. તેના રાજ્યના અથી પુત્રા વિદ્યમાન છતાં પણ તેઓએ પરસ્પર યુદ્ધ કરીને રાજ્ય નાશ પમાડયું, ત્યારે રત્નાવળી આ પુત્રીને લઈને આ આશ્રમના સ્વામી અને પોતાના ભાઇ ગાલવ નામના કુલપતિની પાસે આવી. તે કુલપતિએ મધુર વચનવડે તેને આશ્વાસન આપ્યું, તેથી પેાતાના ઘરની .જેમ આ કન્યાનુ
66