________________
કનકબાહુની પદ્મા પ્રત્યે આસક્તિ.
[ ૧૧૩]
અને મૃગના રુદનવડે જે વન કરુણ સ્વર કરતું હતું, હૈયાના સ્તંભ ઉપર લટકતા પૂળાવડે સળગતા વનના દાવાનળવડે જે ભયંકર દેખાતું હતું, જંબુ, જંબીર, તાલ અને હિતાલના વૃક્ષવડે દિશાઓને સમૂહ જેમાં ઢંકાઈ ગયે હો, તથા જેમાં ઘણા પક્ષીઓ ચાલતા (ઉડતા) હતા, એવા એક બીજા વનને જોયું. ત્યાં પવનવડે ઉછળતા મોટા કલેલાના સમૂહવડે ઉછળતું સ્વચ્છ(નિમેળ) પાણીવાળું અને વિકવર કમળવાળું એક સરોવર જોયું. તેને જોઈને તે અશ્વ તરત જ વિશ્રાંતિવાળો થયે (ઊભે રહ્યો) ત્યારે રાજાએ તેના ઉપરથી ઉતરીને તેને પાણીથી સીં, અને તેને પાણી પાયું. પછી પોતે પણ જળમાં અવગાહન(પ્રવેશ) કરીને તથા જળનું પાન કરીને એક ક્ષણવાર વિશ્રાંતિ લીધી. પછી ફરીથી પણ જોવામાં તે ચાલે તેવામાં હેમના ધૂમાડાના અંધકારવડે વ્યાપ્ત વૃક્ષો વડે ઢંકાયેલ અને વૃદ્ધ તાપસીના આવાસવડે મનહર એક તપોવન જોવામાં આવ્યું. પરસ્પર વેરને ત્યાગ કરેલા વિવિધ પ્રકારના શિકારી પશુઓ અને મુનિ કુમારોવાળા તે અતિ પવિત્ર તપોવનને જોઈને રાજા મુનીશ્વરના દર્શન કરવાની ઈચ્છાથી જોવામાં પ્રવેશ કરવા લાગે, તેવામાં તેનું જમણું નેત્ર ફરક્યું તેથી “ખરેખર અહીં કાંઈ પણ મનવાંછિત કાર્ય થશે” એ પ્રમાણે ચિંતવતે રાજા જેવામાં કેટલાક ભૂમિભાગમાં જાય છે, તેવામાં પિતાની જમણી બાજુએ તેણે મનહર શબ્દ સાંભળે. તેથી તે શબ્દને અનુસાર આદ્ધ થયેલા અશ્વને ત્યાગ કરી તે રાજા થોડાક ભૂમિભાગે ગમે ત્યાં તેણે દેવસુંદરી(અપ્સરા)ની જેવી બે મુનિ કુમારિકાને જોઈ. જાણે સાક્ષાત્ લાવણ્યની નદી હોય, તેવી તે બને અનુકૂળ જળથી ભરેલા પૂર્ણકળશવડે નાના વૃક્ષના સમૂહને સિંચતી હતી. તેને જોઈને અત્યંત હર્ષના પ્રકર્ષથી વ્યાપ્ત થયેલ રાજા તેની લાઘા કરવા લાગે, કે-“અહા ! આનું રૂપ ? અને અહો ! આનું સૌંદર્ય કેવું છે? આવા પ્રકારનું પ્રગટ મોટું સોભાગ્ય દેવીઓને પણ સુલભ નથી અને તેવું જે તાપસીને છે, તો તેઓએ ત્રણ લેકને જીતી લીધા. આ પ્રમાણે વિચારીને હર્ષ પામેલા મનવાળે તે રાજા વૃક્ષના આંતરામાં ગુપ્ત રહીને જોવામાં તેમને જુએ છે, તેવામાં તે બને માધવી લતામાં બેઠી. તેમાંની એક કુમારી નવા મૃણાલના જેવા કોમળ અને સારા રૂપવડે શેભતી શરીરની લક્ષ્મીવાળી હતી અને બીજી યૌવનને ઓળગેલી હોવાથી કાંઈક ઓછા રૂપવાળી હતી. તેમાં નવા યોવનવાળીએ બીજીને કહ્યું, કે-“હે સખી! આ મજબુત બાંધેલા વકલને તું કાઈક શિથિલ કર, કે જેથી સુખે કરીને વૃક્ષને સિંચન કરીએ ” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે-“અહો! આ કુલપતિનું મોટું મૂઢપણું છે કે જે સ્વાધીન કરવા માટે કમળના પત્રવડે છેદવાને ઈચ્છે છે.” પછી લાંબે કાળે બકુલ વૃક્ષને સીંચીને ઝાંખી થયેલી તેની મુખની શોભા જોઈને રાજા આ પ્રમાણે વિચાર કરવા લાગે. “આ તાપસપતિની પુત્રી નહીં હોય, પરંતુ મહારાજાની આ પુત્રી હેવી જોઈએ, એમ મારું માનવું છે. એમ ન હોય તો મારું મન આને વિષે કેમ આસક્ત થાય?”
' ૧૫